Last Update : 27-November-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૧૧-૨૦૧૨, મંગળવાર
કારતક સુદ ચૌદશ - જૈન ચોમાસી ચૌદશ, વૈકુંઠ ચૌદશ
‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા ધર્માનુરાગી
સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની નવમી માસિક પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૧ મિ. (સૂ) ૭ ક. ૪૬ મિ. (મું) ૭ ક. ૪૨ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૬ ક. ૨૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ભરણી સવારના ૧૧ ક. ૩૬ મિ. સુધી પછી કૃતિકા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-તુલામાં, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતૠતુ, રા.દિ./મા/૬
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ ચૌદશને મંગળવાર.
- આજે જૈન ચોમાસી ચૌદશ.
- વૈકુંઠ ચતુર્દશી.
- વિષ્ટી ૧૭-૩૫ થી ૩૦-૫૫ સુધી
- નાથદ્વારા, ગોવંિદજી મહારાજનો ઉત્સવ. કોટા, જીવણલાલજીનો ઉત્સવ.
‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની નવમી માસિક પુણ્યતિથિ.
- સિઘ્ધપુર, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૧૨ રોજ મોહોર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ જૈન ચોમાસી ચૌદશ, વૈકુંઠ ચૌદશે શાંતિથી, ધીરજથી નોકરી-ધંધાનું કે ધાર્મિક કાર્ય કરવું. ગુસ્સો કરવો નહીં.

 

વૃષભ ઃ મહેનત, દોડધામ કરો છતાં ઉપરી અધિકારી, સહકાર્યકરવર્ગથી તમને પરેશાની માનસિક ચંિતા-તણાવ રહે. મસ્તક, ગરદન, કમરમાં દર્દપીડા થાય.

 

મિથુન ઃ આપને જૈન ચોમાસી ચૌદશ-વૈકુંઠ ચૌદશે નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ધંધો આવક થાય.

 

કર્ક ઃ નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ટ્રાવેલ્સના, કલા કારીગીરીના કામકાજમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

સંિહ ઃ જૈન ચોમાસી ચૌદશ, વૈકુંઠ ચૌદશે ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય પરંતુ સાંજ પછી વિચારો બદલાય.

 

કન્યા ઃ શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાહન ધીમેથી ચલાવવું. યાત્રા-પ્રવાસ, મીલન-મુલાકાત માટે એકદમ ઉતાવળ ધક્કામુક્કી કરવી નહીં.

 

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમે વિચારોમાં અટવાતા જાવ. શારીરિક-માનસિક અસ્વસ્થતાથી આનંદ, ઉત્સાહ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ કોઈપણ કામના આયોજનમાં વઘુ પડતો આત્મવિશ્વાસ, ઉતાવળ, તમારી જીદ્દ-મુમત અહમના કારણે તકલીફમાં મુકાવ.

 

ધન ઃ સાંજ સુધી આપ કામમાં વ્યસ્ત રહો, ઘ્યાન આપી શકો છતાં ઢળતી સાંજે ચંિતા-બેચેની અનુભવો. ખર્ચ-બિમારી, વિવાદ જણાય.

 

મકર ઃ રોજીંદું કામકાજ કરો પરંતુ આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ જણાય નહીં. અન્યના કામમાં ચંિતા-ખર્ચ-દોડધામ અનુભવાય ઉચાટ રહે.

 

કુંભ ઃ જૈન ચોમાસી, વૈકુંઠ ચૌદશે ધર્મકાર્ય થાય પરંતુ બપોર પછી નોકરી-ધંધાના, ઘર, પરિવારના પ્રશ્ને ચંિતા ઉચાટ રહે.

 

મીન ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સાંજ પછી રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા આપે સંભાળવું પડે. નોકર-ચાકરની ચંિતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૧૧-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ, અવરોહનું રહે. એક મહિનો સાનુકૂળતાવાળો જણાય. જ્યારે એક મહિનામાં નાની મોટી કોઈ ચંિતા, રૂકાવટના કારણે તકલીફ, મુશ્કેલી અનુભવો. સાંસારીક પ્રશ્નમાં મતભેદ-બિમારીના કારણે ચંિતા-ઉચાટ રહે.

 

વિશેષમાં... - જન્મવર્ષના પ્રથમ અને બીજા મહિના દરમ્યાન તમારા આરોગ્યની બાબતમાં, સાંસારીક પ્રશ્નમાં ચંિતા-ખર્ચ-તકલીફ રહે.

 

- વર્ષના મઘ્યભાગમાં નોકરી-ધંધાનું કામ, તમારી આવક, હૃદય-મનને પ્રસન્ન રાખે. તમારા રૂકાવટવાળા કામ ઉકેલાય, ફસાયેલા નાણાં છુટા થાય. મનદુઃખ થયેલા સંબંધો સુધરે.

 

- સ્ત્રીવર્ગને પતિ-સંતાનના કામની વ્યસ્તતા રહે. પોતાના આરોગ્યની સ્વસ્થતામાં તેમજ માનસિક પરિસ્થિતિ, વિચારોમાં સુધારો થતો જાય. આ વર્ષમાં ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં નસીબ યારી આપતું જણાય. પરંતુ વિદ્યાભ્યાસ-કારકિર્દીના ઘડતર માટે સ્થળાંતર થાય, ખર્ચમાં વધારો થાય.

 

સુપ્રભાતમ્

- જે શાસક હર્ષ અને ક્રોધમાં સમતા રાખે છે, શાસ્ત્રોના વચનમાં જેને સદા વિશ્વાસ છે, જેના સેવકો લાલચુ નથી હોતા તેને ધરતી ધન આપે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને પોતાના લેણદાર મગનને ફોન કરીને પૂછ્‌યું, ‘આપને મારો ચેક મળી ગયો ?’
‘હા, જી,’ મગને જવાબ આપ્યો, ‘બે વાર મળી ગયો !’
‘હેં !’ છગન બોલ્યો, એ ‘કેવી રીતે ?’
‘કેવી રીતે શું ?’ મગન બોલ્યો, ‘એકવાર તમારા તરફથી અને બીજીવાર બેન્ક તરફથી...’

[Top]
 

આજ ની રેસીપી

મીઠી-નમકીન વરાયટી

બ્રાઉન રાઈસ

 

સામગ્રી ઃ એક કપ બાસમતી ચોખા, બે ચમચા ચોખ્ખુ ઘી, ૨૦-૨૫ બદામના દાણા, બે ચમચા સોયા સોસ, એક ચમચી મીઠું, બે એલચા અને પાંચ-છ લવંિગ.

 

સજાવવા માટે ઃ બદામના દાણાને પાણીમાં પલાળી રાખો. કડાઈમાં ચોખ્ખુ ઘી ગરમ મૂકો. હવે એમાં એલચા, મીઠું, લવંિગ વગેરે નાખી ઉપર ચોખા પણ નાખો. થોડી વાર શેકીને હવે એમાં સોસ નાખો. બરાબર મિક્સ કરીને બે વાટકી પાણી નાખી તેજ આંચ કરીને ઢાંકી રાખો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો અને બીજી ૧૦ મિનિટ પછી ગેસ તદ્દન બંધ કરી દો. બદામના દાણાથી સજાવીને ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved