Last Update : 26-November-2012, Monday

 

ફાંસીઃ પ્રત્યાઘાત અને પ્રતિભાવ


મુંબઇ હુમલામાં જીવતા ઝડપાયેલા આતંકવાદી કસાબને હુમલાનાં ચાર વર્ષ પૂરાં થાય તે પહેલાં ફાંસી અપાઇ. ભારતીય ન્યાયતંત્રની ગતિ જોતાં આ પ્રક્રિયા ઝડપી કહેવાય અને હુમલાની વિશિષ્ટ ગંભીરતા ઘ્યાનમાં રાખતાં આ સમયગાળો વધારે પણ લાગી શકે. એવી જ રીતે, મૃત્યુદંડની સજાનો વિરોધ કરનારા લોકોમાં પણ કસાબની ફાંસીના મુદ્દે અભિપ્રાયભેદ જોવા મળ્યા. એક અભિપ્રાય સદંતર આદર્શ હતો કે કોઇ પણ મનુષ્યનો જીવ લેવાનો સરકારને કોઇ અધિકાર નથી- ભલે તે ગમે તેટલો ખતરનાક ગુનેગાર હોય. પરંતુ મૃત્યુદંડના ઘણા વિરોધીઓએ કસાબના મામલે આ સજાને યોગ્ય ગણાવી. ‘રેરેસ્ટ ઓફ રેર’ બનાવની વ્યાખ્યા મુંબઇ પરના હુમલાને જડબેસલાક રીતે લાગુ પડે છે. બલ્કે, એ બનાવ ‘રેરેસ્ટ ઓફ રેર’ એ શબ્દપ્રયોગની સમજૂતી બની રહે એવો છે, એવી દૃષ્ટિથી તેમણે કસાબને ફાંસી આપવાની ઘટના જોઇ.
કાયદાના શાસન અને સાબૂત ન્યાયપ્રક્રિયાના અંતીમ પરિણામ તરીકે ફાંસીની સજાને જોવી તે એક વાત છે અને તેને લઇને ઉજવણાં કરવાં-મીઠાઇઓ વહેંચવી- ફટાકડા ફોડવા અથવા (અન્ના હજારેએ કહ્યું હતું તેમ) આવા ગુનેગારોને જાહેરમાં ફાંસીની સજા અપાય એવી માગણીઓ કરવી તે બીજો અંતીમ છે. કસાબને અપાયેલી ફાંસીને ન્યાયની જીત ગણતા ઘણા લોકો આ બીજા અંતીમ સાથે સંમત નહીં થાય. કારણ કે, તેમાં ન્યાય કરતાં ટોળાંન્યાય પર વઘુ ભાર મૂકવામાં આવે છે.
કસાબની ફાંસી નિમિત્તે મીઠાઇ-ફટાકડા થકી વ્યક્ત થયેલી ખુશાલીમાં પહેલી નજરે દેશપ્રેમનું તત્ત્વ લાગે, પણ સપાટી પરથી સહેજ ઉંડા ઉતરતાં ‘દેશપ્રેમ’ની છેતરામણી-લપસણી વાસ્તવિકતા નજર સામે આવશે. આવા ઘણા ‘દેશપ્રેમી’ લોકોએ કસાબની ફાંસીને ‘ભારતની જીત’, ‘આતંકવાદની હાર’, ‘મુંબઇ હુમલાના મૃતકોને અંજલિ’ જેવા શબ્દપ્રયોગ દ્વારા વધાવી છે. પરંતુ આ લાગણીમાં વાસ્તવિકતા કેટલી ને ઊભરો કેટલો, એ વિચારવાલાયક મુદ્દો છે. બહુ જાણીતી વાત છે કે ત્રાસવાદી સંગઠનોની કઠપૂતળી જેવા (કસાબ સહિત) તમામ દસ હુમલાખોરો દરિયાઇ માર્ગે મુંબઇ આવ્યા, ત્યારે તેમનો આશય બને એટલી ખુવારી કરીને પછી મરી જવાનો હતો. આ જુદી જાતનો ફીદાઇન-આત્મઘાતી હુમલો હતો, જે એક ધડાકામાં ખતમ થવાને બદલે લગભગ ત્રણ દિવસ સુધી ચાલ્યો. તેમાં કસાબ જીવતો પકડાયો એ પોલીસની બહાદુરી ઉપરાંત સંયોગ પણ હતો. આટલા મોટા કાવતરામાં એક પ્યાદું પણ જીવતું પકડાય, તો એ કાવતરું ઉકેલવામાં અને પાકિસ્તાનની સંડોવણી પુરવાર કરવામાં ભારે ઉપયોગી બની રહે. એ દૃષ્ટિએ કસાબનું આગવું મહત્ત્વ હતું. પરંતુ કસાબ આખરે તો એક પ્યાદું જ હતો.
તેનો અર્થ એવો નહીં કે પ્યાદા તરીકે કસાબની દયા ખાવાની. કેટલાક લોકોએ ‘બિચારો નિર્દોષ છોકરો ખોટા ઉછેરને લીધે ત્રાસવાદમાં ભેરવાઇ ગયો’ એવી લાગણી વ્યક્ત કરી છે. એ તેમનો અધિકાર છે, પણ ગમે તેવાં વાજબી કારણથી કસાબના ગુનાની ગંભીરતા ઓછી થતી નથી. સાથોસાથ, એ પણ યાદ રાખવું પડે કે કસાબ જેવા પ્યાદાને ફાંસી અપાય તેનાથી જયજયકારમાં સરી પડવાની જરૂર નથી. કારણ કે તે બહુ અગત્યનો છતાં આખા કાવતરામાં બહુ નાનો પૂરજો છે. તેની ઉપયોગીતા મોટા પૂરજાની ભૂમિકા ઉઘાડી પાડવા જેટલી જ હોઇ શકે. ત્રાસવાદના દારૂગોળામાં તેનું સ્થાન દીવેટ જેવું હતું. દીવેટને ઉખાડી ફેંકવાથી બોમ્બનો દારૂગોળો અને તેની સંહારક શક્તિ નકામાં થઇ જતાં નથી. કારણ કે લશ્કર-એ-તૈયબ જેવા સંગઠનમાં ‘દીવેટો’ની ખોટ નથી.
કસાબ જીવતો પકડાયા છતાં પાકિસ્તાનમાં મુંબઇ હુમલાના કાવતરાખોરોનો ન્યાય થાય એવું અત્યારે તો લાગતું નથી. થોડા ભારતના અને વધારે તો સંભવતઃ અમેરિકાના દબાણથી થોડા લોકોની ધરપકડ થઇ છે અને નામ પૂરતો અદાલતમાં કેસ ચાલે છે. પણ પાકિસ્તાની તંત્ર એ બાબતમાં ઢીલી નીતિરીતિ અપનાવે એ સમજી શકાય એવું છે. ભારતની ભૂમિ પર કસાબને ફાંસી અપાયા પછી પાકિસ્તાનનાં તાલિબાની સંગઠનો કસાબનો મૃતદેહ સોંપવાની અને ભારત પર ત્રાસવાદી હુમલા કરવાની ધમકીઓ આપી શકતાં હોય, તો પાકિસ્તાનમાં આ કેસમાં ગુનેગારોને જરાસરખી પણ સજા થાય તેનો શો અંજામ આવે, તે કલ્પી શકાય છે.
મુંબઇ હુમલામાં ‘સ્ટેટ એક્ટર્સ’- એટલે કે પાકિસ્તાનની સત્તાપાંખમાંથી કોઇની સંડોવણી સાબીત થઇ શકી હોત, લશ્કર-એ-તૈયબના સ્થાનિક વર્ચસ્વ ધરાવતા ત્રાસવાદીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર ફરજ પાડી શકાઇ હોત, કમ સે કમ ‘લશ્કર-એ-તૈયબ’ના ટોચના માણસો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ બેરોકટોક એક યા બીજા નામે તંત્ર ચલાવતા રહે છે તેની ઉપર અંકુશ મૂકી શકાયો હોત, તો એવા કોઇ ઘટનાક્રમ માટે ‘ભારતનો વિજય’ અને ‘મુંબઇના શહીદોને અંજલિ’ જેવો દાવો હજુ કંઇક યોગ્ય ગણાત. પરંતુ મરવા માટે જ મુંબઇ આવેલા ત્રાસવાદીઓમાંના એકને,કાવતરાબાજોના આયોજન કરતાં ચાર વર્ષ મોડો ઉપર પહોંચાડવામાં ન્યાય અને કાયદાની પ્રક્રિયા સિવાય બીજી કોઇ જીત નથી કે નથી કોઇ શહીદોને અંજલિ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved