Last Update : 26-November-2012, Monday

 

સેનાના ઉચ્ચ અધિકારીઓ ખાનગી કંપનીમાં જોડાતાં
દેશની સુરક્ષા સામે તોળાતો ગંભીર ખતરો

સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ વ્યક્ત કરેલી ચિંતા ઃ વાયુસેનાના ૧૯, ભૂમિદળના ૧૩ અને નૌસેનાના ૧૮ નિવૃત્ત અધિકારીઓ ખાનગી કંપનીમાં ઊંચા હોદ્દા પર સેવા આપી રહ્યા છે

ભારતના વાયુદળ, નૌસેના અને ભૂમિદળના અધિકારીઓ તથા સંરક્ષણ વિભાગમાં કામ કરીને નિવૃત્ત થયેલા અનેક અમલદારો સુરક્ષા કે શસ્ત્રો સાથે સંકળાયેલી ભારતીય કે વિદેશી કંપનીમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે. આ મુદ્દો આપણા માટે ખુશીનો નહીં, પણ ચિંતાનો વિષય છે. કારણ કે આપણા નિવૃત્ત અધિકારીઓ ભારતના સંરક્ષણ વિશેની અનેક એવી ગુપ્ત માહિતી વિશે જાણકારી ધરાવતા હોય છે. આ માહિતી જો લીક થઈ જાય તો ભારતનું હીત જોખમાઈ શકે છે. સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ પણ ગત મે મહિનામાં આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે કોઇ જવાન કે સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલો કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તે એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી માટે જોડાઈ શકતો નથી. આ સમયગાળાને 'કૂલિંગ પિરિયડ' કહેવામાં આવે છે. કૂલિંગ પિરિયડ પૂરો થયા બાદ તે ખાનગી કંપનીમાં જોડાઈ શકે છે. જે ઝડપથી ભારતીય સેનાના અધિકારીઓ નિવૃત્ત થયા બાદ ખાનગી કંપનીઓમાં જોડાઈ રહ્યા છે એ જોતા એન્ટનીએ કૂલિંગ પિરિયડ એક વર્ષમાંથી વધારીને પાંચ વર્ષ કરી નાખવાનો વિચાર રાજ્યસભા સમક્ષ રજૂ કર્યો હતો.
ટોચના પદ પરથી નિવૃત્ત થયા હોય એવા ભારતીય વાયુસેનાના ૧૯, ભૂમિદળના ૧૩ અને નૌકાદળના ૧૮ અધિકારીઓ ખાનગી કંપનીમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે. કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ કૂલિંગ પિરિયડ પૂરો કર્યા પહેલા જ ખાનગી કંપનીમાં જોડાઈ ચૂક્યા છે. હદ તો એ છે કે કેટલાક સૈન્ય અધિકારીઓ હજી ફરજ પર છે ત્યાં જ ખાનગી કંપનીઓ સાથે નિવૃત્તિ બાદ જોડાઈ જવા માટેનો કોન્ટ્રેક્ટ સાઇન કરીને બેઠા છે. તો કેટલાક નિવૃત્ત અધિકારીઓ વિવાદાસ્પદ શસ્ત્ર વ્યાપારીઓ અને ઉત્પાદકો જેમ કે રવિ રિશી, અભિષેક વર્મા અને સુરેશ નંદા સાથે જોડાઈ ગયા છે.
ઓલ ઇન્ડિયા સર્વિસ(ડેથ કમ રિટાયરમેન્ટ રુલ્સ)ના ૨૬મા નિયમ પ્રમાણે સેના કે સંરક્ષણ વિભાગની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી કરી શકાય નહીં. અગાઉ આ કુલિંગ પિરિયડ બે વર્ષનો નક્કી કરવામાં આવ્યો હતો. ૨૦૦૭માં તે ઘટાડીને એક વર્ષનો કરી દેવામાં આવ્યો. છેલ્લા થોડા વર્ષોમાં જ નિવૃત્ત થયા બાદ સંરક્ષણ સંબંધિત કંપનીઓમાં જોડાયેલા અધિકારીઓની યાદી આ પ્રમાણે છે.
એર માર્શલ પી. કે. બારબોરા
તેઓ ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ હતા તથા વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચિફ હતા. તેઓ ડિસેમ્બર ૨૦૧૦માં નિવૃત્ત થયા હતા. થોડા જ દિવસોમાં તેઓ ભારતીય વાયુસેનાની પરવાનગી લીધા વિના જ રિલાયન્સ એરોસ્પેસ ટેકનોલોજીસ નામની કંપનીમાં જોડાઈ ગયા હતા. રિલાયન્સ એરોસ્પેસ ટેકનોલોજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરુ કરવામાં આવેલી સંરક્ષણ કંપની છે. બોઇંગ ઇન્ડિયાના ભૂતપૂર્વ વડા વિવેક લાલ આ કંપનીના અધ્યક્ષ પદે છે. ભારતના સંરક્ષણ અને આંતરીક સુરક્ષા ક્ષેત્રે કામ કરવા માટે રિલાયન્સ એરોસ્પેસે ફ્રાન્સની સંરક્ષણ કંપની ડેઝોલ્ટ એવિએશન સાથે હાથ મિલાવ્યા છે. ભારતીય વાયુસેના પણ બોઇંગ અને ડેઝોલ્ટ એવિએશન સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડેઝોલ્ટ પાસેથી ભારત ૧૨૬ રફાલ ફાઇટર જેટ મેળવવાનું છે.
બારબોરા કહે છે કે 'હું રિલાયન્સ એરોસ્પેસને માત્ર સલાહ અને માર્ગદર્શન આપું છું. તેના માટે મારે વાયુસેનાની મંજૂરી મેળવવી જરૃરી નથી. માત્ર જાણ કરવાની હોય છે. હું આ કંપનીમાં જોડાયો એ પછી વિવેક જોડાયો છે. ડેઝોલ્ટ સાથેનું જોડાણ અમે જોડાયા પછી થયું છે. હું માત્ર કંપનીનો સલાહકાર છું. હું ન તો કોઇ ઓફિસ ધરાવું છું કે ન સેક્રેટરી. આથી હિતોના ઘર્ષણનો સવાલ ઊભો થતો નથી. સંરક્ષણ ઉદ્યોગ વિસ્તરી રહ્યો હોવાથી આમાં કશું જ ખોટું નથી. આ ક્ષેત્ર ખાનગી એકમો માટે ખુલ્લું છે. ભૂતપૂર્વ અધિકારીઓ તેમને માર્ગદર્શન પૂરુ પાડવાનું કામ કરે છે.'
એર ચિફ માર્શલ એસ. ક્રિષ્નાસ્વામી
૨૦૦૪માં તેઓ નિવૃત્ત થયા બાદ તેઓ ૨૦૦૫માં ડાયનેમિક ટેકનોલોજી નામની સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ક્રિષ્નાસ્વામીએ કહ્યું હતું કે 'એ દિવસોમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ખાનગી ક્ષેત્રમાં જોડાવું પ્રોત્સાહક માનવામાં આવતું હતું. આ કંપની હાઇડ્રોલીક્સમાં સ્પેશ્યલાઇઝ છે. દર ત્રણ મહિને તેમની બેઠકમાં હાજર રહેવાના મને રૃા.૧૦,૦૦૦થી રૃા.૧૫,૦૦૦ મળે છે. '
જોકે ડાયનેમિક ટેકનોલોજીસની વેબસાઇટ આ વિશે કઇક અલગ જ માહિતી આપે છે. ક્રિષ્નાસ્વામી ભારતમાં એરક્રાફ્ટ અને તેના કેટલાક ભાગો બનાવવા માટેના ક્ષેત્રના વિકાસ માટે એક લીડર તરીકે કામ કરી રહ્યા છે. નિવૃત્ત એર કોમોડોર રવિશ મલ્હોત્રા આ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. તેઓ ભારતના બે અવકાશયાત્રીઓમાના એક હતા.
ક્રિષ્નાસ્વામી જ્યારે એર ફોર્સની નોકરીમાંથી નિવૃત્ત થઈને ખાનગી કંપનીમાં જોડાયા ત્યારે બે વર્ષના કુલિંગ પિરિયડનો નિયમ હતો. તેમણે કુલિંગ પિરિયડ પૂરો કર્યો નથી. શું આ માટે તમે સરકારની મંજૂરી મેળવી હતી? એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે 'એ હવે મને યાદ નથી. મારે જૂની ફાઇલો તપાસવી પડશે.'
એર ચિફ માર્શલ એસ. પી. ત્યાગી
તેઓ એવિએશન એન્ડ એરોસ્પેસ કન્સલટન્સી વિલિયમ ગ્લોબલ એડવાઇઝરના ચેરમેન છે. કંપનીના સહસ્થાપક અને અધ્યક્ષ જોન વિલિયમ્સ ભારતમાં બોઇંગ કંપનીના ઓદ્યોગીક વ્યુહરચના અને ઓફસેટ પ્રોગ્રામ વિભાગના ડિરેક્ટર છે. વિલિયમ ગ્લોબલ સિવાય ત્યાગીએ ઝુઅરી ઇન્ડસ્ટ્રીઝ અને ભેલ સાથે પણ કામ કર્યું છે.
એર માર્શલ અજિત ભવનાની
તેઓ ૨૦૦૪માં ભારતીય વાયુસેનાની સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના વડા હતા. નિવૃત્તિ બાદ તેઓ નોવા ઇન્ટિગ્રેટેડ નામની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ભવનાનીએ કહ્યું હતું કે 'મેં આ કંપનીમાં જોડાતા પહેલા બે વર્ષનો કુલિંગ પિરિયડ પૂરો કર્યો છે.'
રિયર એડમિરલ આર. એમ. ભાટિયા
હાલ તેઓ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ કંપનીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ જ્યારે નૌસેનામાં ફરજ બજાવતા હતા ત્યારે પણ શિપિંગ અને સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતા દેશના પાંચેય શિપયાર્ડના બોર્ડમાં જોડાયેલા હતા. તેઓ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડના પણ મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન રહી ચૂક્યા છે. ભાટિયાએ કહ્યું હતું કે 'હું કુલિંગ પિરિયડ પૂરો થયાના ઘણા સમય બાદ નોકરીમાં જોડાયો છું. આથી હીતોના ઘર્ષણનો સવાલ ઊભો થતો નથી.'
વાઇસ એડમિરલ પી. જેટલી
તેઓ ૨૦૦૪માં મઝગાંવ ડોક્સના ડિરેક્ટર હતા. ત્યાર બાદ તેઓ એલ એન્ડ ટીમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે એલ એન્ડ ટી તથા મઝગાંવ ડોક્સ સાથે મળીને સબમરીન બનાવે છે. તેમણે કહ્યું હતું કે 'હું એક ચોક્કસ હેતુ સાથે એલ એન્ડ ટીમાં જોડાયો હતો. મારો કાર્યકાળ પૂરો થયા બાદ મેં તેમની સાથે કામ કરવાનું બંધ કરી દીધું.'
વાઇસ એડમિરલ પી. સી. ભોસલે
મઝગાવ ડોક્સના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સભ્ય તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ એલ એન્ડ ટીમાં સિનિયર એડવાઇઝર તરીકે જોડાયા હતા.
વાઇસ એડમિરલ એસ. એસ. માહલી
તેઓ ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ સુધી મઝગાંવ ડોક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. ત્યાર બાદ ચાર મહિનામાં તેઓ ડોલ્ફીન ઓફશોરમાં જોડાયા હતા. આ કંપની જહાજો રિપેર કરવાનું તથા ડાઇવિંગ અને અંડરવોટર સંબંધિત સેવાઓ પૂરી પાડવાનું કામ કરે છે. મઝગાંવ ડોક્સ, કોચીન શિપયાર્ડ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઓએનજીસી, એલ એન્ડ ટી અને ભારતીય નૌસેના તેના ગ્રાહકો છે.
કોમોડોર એમ. જિતેન્દ્રન
તેઓ જૂન ૨૦૧૦ સુધી સરકારની માલિકીની કંપની કોચીન યાર્ડ લિમિટેડ(સીવાયએલ)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન હતા. બીજા મહિને તેઓ ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે પીપાવવામાં જોડાયા. તેઓ ભારતીય નૌકા દળના વિમાનવાહક જહાજના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા.
પીપાવાવમાં તેઓ વોરશિપ પ્રોજેક્ટ સંભાળતા હતા. તેમણે કહ્યું હતું કે 'હું નેવીમાંથી સમય કરતા વહેલો નિવૃત્ત થઈ જઇને સીએસએલમાં જોડાયો હતો. આથી કુલિંગ પિરિયડનો નિયમ મને લાગૂ પડતો નથી. મેં પીપાવાવ પ્રોજેક્ટમાં જોડાતા પહેલા સરકારની પરવાનગી મેળવી હતી.'

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved