Last Update : 26-November-2012, Monday

 
મરાઠી અસ્મિતાના નાયક અને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના જીવનના ૧૮ માર્ગ સ્તંભો (લેખાંક ઃ ૨)
- સૌના મનનો એક જ સવાલ હવે શું? હવે કોણ?
- એમની સવાર સંગીતના સૂરોથી ઉગતી હતી
- ક્રિકેટનાએ ઘણા શોખીન હતા
- સિનેમા અને સિનેકલાકારોના પ્રેમી હતા
- એમના જીવન ઉપરથી ફિલ્મ ઉતરેલી

૨૦૦૩ની વાત છે. એક રાજકારણીના દિગ્ગજ અને બીજા સંગીતના દિગ્ગજ. રાજકારણના દિગ્ગજને સંગીતનો પણ ગજબનો શોખ જ્યારે સંગીતના દિગ્ગજને રાજકારણની જરા પણ પરવા નહીં, રસ ખરો.
એકનું નામ બાળાસાહેબ અને બીજાનું નામ બિસ્સમીલ્લાહખાન. બાળાસાહેબની સવાર હંમેશા સંગીતના સૂરથી જ થતી હતી.
બાળાસાહેબ અને ખાનસાહેબ તે દિવસે ભેગા થયા. એમના મિલનની સાક્ષી ડો. સોમા ઘોષ હતી. એ મિલન વખતે ખાનસાહેબે પોતાની ઇચ્છા બાળાસાહેબને જણાવી કે... એકાદ વાર તેઓ સંસદને પોતાના શહનાઈવાદનથી ગુંજતી કરવા માંગે છે.
એ વખતે કેન્દ્રમાં ભાજપ અને ૨૬ પક્ષોની અત્યારે કોંગ્રેસની છે એવી ખિચડી સરકાર હતી. લોકસભાના અઘ્યક્ષ ત્યારે શિવસેનાના મનોહર જોશી હતા. એટલે ઠાકરેએ તત્કાળ ખાનસાહેબની ઇચ્છાની જોશીને જાણ કરી.
પરિણામે ૭ ઓગસ્ટ ૨૦૦૩ના દિવસે સંપૂર્ણ સંસદ શહનાઈની જુગલબંધી ઉપર ઝુમી ઉઠી હતી. એ પછી ખાનસાહેબને મુંબઈ બોલાવીને ઠાકરેએ એમને પોતાના ઘર ‘માતોશ્રી’ બોલાવીને એમનું બહુમાનપૂર્વક સ્વાગત કરેલું. એ વખતે ઠાકરેએ કહેલું કે, એમના દિવસની શરૂઆત બિસ્સમિલ્લાહખાનના શહણાઈવાદનથી થાય છે. એ મિલન પછી ઠાકરે ઉસ્તાદને વળાવવા ઘરના દરવાજા સુધી ગયેલા. (ઠાકરેએ આ માન બીજો કોઈને પણ નહોતા આપતા. આડવાણીને પણ નહીં કે પ્રણવ મુખરજીને પણ નહીં.
એવો જ ઠાકરેનો બીજો શોખ સિનેમાનો હતો. એમને ફિલ્મ એટલો બધો શોખ હતો કે ગમે તેટલી વ્યસ્તતા હોવા છતાં તેઓ ફિલ્મોની અને એના કલાકારોની પુરતી માહિતી રાખતા હતા. તેઓ જબરા ભાષણબાજ હતા. એટલે એમાં પણ ફિલ્મોના સુપરહિટ ડાયોલોગનો ઉપયોગ કરીને શ્રોતાઓને ખુશ કરી દેતા હતા. ફિલ્મી દુનિયાના કેટલાક કલાકારો સાથે એમને ઘરોબો હતો. જોકે તેઓ કદી કોઈને મળવા ક્યાંય ગયા નથી. કોઈના ઘરે પણ નહીં. બસ, જેમને મળવું હોય એ એમને ઘરે જઈને મળી શકતા હતા. પછી એ પ્રણવ મુખરજી હોય કે આડવાણી હોય કે બાજપેયી હોય કે સુનિલ દત્ત હોય! સાચી વાત એ છે કે તેઓ કદી મુંબઈની બહાર છેલ્લા ૩૦-૪૦ વર્ષથી નીકળ્યા જ નથી.
દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર એમના ઘણા નજીકના હતા. દિલીપકુમારની સાથે પોતાના ઘર માતોશ્રીની છત નીચે બેસીને બીયરની ચુસ્કી લેતા કલાકો સુધી વાતો કરતા હતા. માસ્ટર દિનાનાથ મંગેશકર વિષે હમણાં એક સમારંભમાં એમણે એવી વાતો કરેલી કે કોઈને એની જાણકારી પણ નહોતી.
અમિતાભ જ્યારે ‘કુલી’નાં શુટીંગમાં ધવાયો અને ઈમરજન્સી ઓપરેશન માટે બેંગ્લોરથી મુંબઈ લઈ આવેલા ત્યારે મુંબઈના હવાઈ મથકેથી બીચકેન્ડી હોસ્પિટલ સુધી લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા બાળ ઠાકરેએ કરેલી. એ પછી અમિતાભ જ્યારે મોતના મોંમાંથી બહાર આવેલો ત્યારે એમને મળવા એ હોસ્પિટલ ગયેલ અને સાથે પોતે દોરેલું એક ચિત્ર એમને ભેટ આપેલું. એ ચિત્રમાં એમણે અમિતાભે યમરાજને હરાવ્યો એવું કાર્ટુન દોરેલું. અમિતાભ ત્યારથી એમના પ્રશંસક થઈ ગયા. બાળાસાહેબે ભારત સરકાર પાસે માંગણી પણ કરેલી કે અમિતાભ બચ્ચનને ‘ભારત રત્ન’ના ઈલ્કાબથી વિભૂષિત કરવામાં આવે.
કેટલાક ફિલ્મી કલાકારો પોતાની વ્યક્તિગત સમસ્યા ઉકેલવા બાળાસાહેબ પાસે પહોંચી જતા અચકાતા નહીં. દા.ત. માલાસંિહા નામની અભિનેત્રીએ બાળાસાહેબ પાસે જઈને ફરિયાદ કરેલી કે એક પરણેલો સંગીતકાર મારી દીકરી પ્રતિભાસંિહા પાછળ લટ્ટુ બની ગયો છે અને એને ભગાડીને પરણવાની પેરવી કરી રહ્યો છે.
તરત જ બાળાસાહેબે પેલા સંગીતકારને બોલાવ્યો અને એને ધમકાવ્યો ત્યારથી એ પેલી છોકરીનું નામ લેતો ભૂલી ગયો.
એવી જ રીતે મનિષા કોઈરાલાએ બાળાસાહેબને ફરિયાદ કરેલી કે શશિલાલ નાયર નામના નિર્માતા દિર્દેશકે પોતાની ફિલ્મ ‘એક છોટી સી લવ સ્ટોરી’માં છાનામાના એનું એક નગ્ન દૃશ્ય નાંખી દીઘું છે. જે એક ડુપ્લીકેટ છોકરીનું છે. બાળાસાહેેેબે શશિલાલને બોલાવ્યા અને એ ન્યુડસીન કઢાવી નાંખ્યો.
બાળાસાહેબનો જે પુત્ર અવસાન પામેલો એ બંિદુ માધવ એટલે બંિદુ ઠાકરે નાના પાટેકર અને મનીષા કોઈરાલા અભિનીત ફિલ્મ ‘અગ્નિ પરીક્ષા’ના નિર્માતા હતા.
બાળાસાહેબનો નાનો ભાઈ શ્રીકાંત ઠાકરે એક પ્રખર ફિલ્મ સમીક્ષક જ નહોતા પણ ફિલ્મ સંગીતકાર પણ હતા. મોહમ્મદ રફીના કેટલાક મરાઠી ગાયનોનું સંગીત દિગ્દર્શન એમણે કરેલું. એમણે પોતાના પુત્રનું નામ પણ ‘સ્વરાજ’ રાખેલું જેમાંથી પાછળથી ‘સ્વ’ નીકળી ગયું અને ‘રાજ’ રહ્યું. જે રાજ ઠાકરે તરીકે જાણીતું થયું. બાળ ઠાકરેની શિવસેનાનો હરીફ પક્ષ એમએએસનો એ સ્થાપક નેતા છે.
રાજકારણીય અને કટાક્ષ ચિત્ર કલાકાર આ બાળ ઠાકરેનો ફિલ્મ પછીનો શોખ હતો ક્રિકેટ. ફિલ્મી હસ્તીઓની જેમ ક્રિકેટરો અને ક્રિકેટ એમના નજદીકી હતા. એમ તો, મુંબઈ ક્રિકેટનું મક્કા કહેવાય છે એટલે બાળા સાહેબને પોતાની વાત ક્રિકેટની ભાષામાં કરવાની ફાવટ હતી. ક્રિકેટના બે ટોચના ખેલાડી સુનિલ ગાવસ્કર અને સચીન તેંદુલકર એમના આશીર્વાદ લેતા રહેતા હતા. બાળ ઠાકરેએ મુંબઈ ક્રિકેટ એસોસીએશન ઉપર વીસ વર્ષ સુધી એકછત્ર રાજ્ય કરેલું. એ દરમ્યાન તેઓ વાનખેડે સ્ટેડિયમમાં જેટલી ટેસ્ટ મેચો થએલી એ બધી પોતાના રસાલા સાથે જોવા જતા. પ્રેસ બોક્સની આગળ ખુલ્લામાં જે પ્રેસીડેન્સી બોક્સ રહેતું ત્યાં મોંમાં ચીરૂટ સાથે બેઠેલા બાળ ઠાકરે આજે પણ કેટલાકને યાદ હશે. એમના ઘર માતોશ્રીથી થોડેક જ દૂર એમઆઇજીની ક્લબ બનેલી છે એ એમના કારણે જ બનેલી.
આવા ક્રિકેટ પ્રેમી હોવા છતાં પાકિસ્તાનની ટીમ સામે ભારત રમે એનો ઉગ્ર વિરોધ આખા દેશમાં કરવાની હંિમત એ જ કરી શકે. ભાજપ કે સંઘ પાકિસ્તાનના ગમે તેટલા વિરોધી હોવાની છાપ ભલે ઊભી કરતા હોય કે રમત રમતા હોય પણ કોઇ આવી હંિમત કદી બતાવી શક્યું નથી.
એ રીતે, બાળ ઠાકરે સાચા અર્થમાં ભાયડો મરદ હતા. ૧૯૯૧માં પાકિસ્તાની ક્રિકેટ ટીમ મુંબઇના પ્રવાસે આવેલી ત્યારે મુંબઇમાં રમવા સામે ઠાકરેએ વિરોધ કરેલો. એ વખતે સરકાર ગાફેલ રહી. પાકિ. ટીમ મુંબઇ પહોંચી ગઇ અને નેટ પ્રેકટીસ શરૂ કરી. એ વખતે શિવસેનાના વિભાગ પ્રમુખ શિશિર શંિદે નામના હતા. એમની આગેવાની નીચે છ જ શિવસૈનિકો વાનખેડે સ્ટેડિયમ ખોદવા પહોંચી ગયા. ત્યારે લગભગ દોઢ સો પોલિસો સ્ટેડિયમ પર હતી પણ એમને થાપ આપીને એ છ શિવ સૈનિકોએ પીચ ખોદી નાંખી. બસ, એ પછી આજ સુધી મુંબઇમાં પાકિસ્તાની ટીમ સામે મેચ નથી થઇ શકી.
સચિન તેંડુલકરની જે લોકપ્રિયતા છે એ હિસાબે એની વિરૂઘ્ધ બોલવાની હંિમત કોઇ ન કરે પણ બાળ ઠાકરેએ સચિનની વિરૂઘ્ધ બોલીને સચીનની ટીકા કરેલી. એ જ રીતે કોંગ્રેસે સચીનને રાજ્ય સભાનો સભ્ય બનાવ્યો ત્યારે પણ સચીનની વિરૂઘ્ધ કોંગ્રેસનું ‘‘ડર્ટી પિકચર’’ કહેલું. શાહરૂખ ખાને જ્યારે આઈપીએલની પોતાની ટીમમાં પાકિસ્તાની ક્રિકેટરોને લેવાની વાત કરેલી એ વખતે ઠાકરેના કારણે શાહરૂખખાનની ફિલ્મ ‘‘માય નેમ ઈઝ ખાન’’ની રીલીઝ મુંબઇમાં ભયમાં આવી ગયેલી ત્યારે એણે બાળ ઠાકરે પાસે જઇને સમાધાન કરવું પડેલું.
બાળ ઠાકરેનો એ ક્રિકેટ પ્રેમ હવે એમના પૌત્ર સુધી પહોંચી ગયો છે. એમનો પૌત્ર આદિત્ય ઠાકરે હમણાં જ મુંબઇ ક્રિકેટ એસો.ની સાથે જોડાયેલી ‘‘યંગ ફ્રેન્ડઝ યુનિયન’’નો વિનાવિરોધે પ્રમુખ ચૂંટાઇ આવ્યો છે.
આવા બાળા સાહેબના માર્ગસ્તંભોમાંના પહેલા બે આગળના લેખમાં આપેલા. હવે બીજા આગળના જૂઓ...
(૩) ૧૯૬૬ના જૂનની ૧૯મીએ શિવસેના પક્ષની રચના કરી.
કાર્ટુનીસ્ટ તરીકે નોકરી કરીને કારકીર્દિ શરૂઆત કરનાર બાળ ઠાકરેએ નોકરી છોડીને સ્વતંત્ર રીતે માર્મિક નામનું કાર્ટુનો અને લેખોનું સાપ્તાહિક શરૂ કર્યું ૧૯૬૦માં એટલે કે એમની ૩૪ વર્ષની ઉંમરે.
એ પછી ૪૦ વર્ષની ઉંમરે ૧૯૬૬માં એમણે શિવસેનાની શરૂઆત કરી. એ એક નવું સંગઠન હતું. કોંગ્રેસની બોલબોલાના જમાનામાં એનું ભાવિ અનિશ્ચિત હતું. મુંબઇના શિવાજી પાર્કના મેદાનમાં બાળાસાહેબના પિતાએ એની સ્થાપના કરેલી અને ઉદ્‌ઘાટન કરેલું. ‘‘શિવ સેના’’ એટલે શિવાજી મહારાજનું લશ્કર. દશેરાનો એ દિવસ હતો. બાળા સાહેબના પિતાએ એ નિમિત્તે કહેલું કે, ‘‘મહારાષ્ટ્રની ઉન્નતિ માટે હું મારા પુત્રને આજે આપને અર્પણ કરું છું.’’
રાજકારણના જંગલમાં નવો ઉદ્‌ભવેલો શિવસેના પક્ષ ક્યાંય ખોવાય જાય તેમ હતું પણ પરંતુ બાળ ઠાકરેએ મહારાષ્ટ્રીઅનોમાં પડેલા પ્રદેશવાદને જગાડ્યો અને ૧૯૬૭માં થએલી થાણા મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં જીત મેળવી. શિવસેનાએ થાણાની ૪૦ બેઠકોમાંથી ૧૫ બેઠકો જીતી અને એ રીતે થાણાએ મહારાષ્ટ્રમાં શિવસેનાનો પાયો નાંખ્યો. ત્યારથી થાણા શિવસેનાનું થઇ ગયું છે.
એના બીજા વર્ષે ૧૯૬૮માં બૃહન મુંબઇ મ્યુનિસિપાલિટીની ચૂંટણી આવી. એમાં શિવસેનાએ વિજય મેળવ્યો અને શિવસેનાના હેમચન્દ્ર ગુપ્તે એના પહેલા મેયર બન્યા. બે વર્ષ પછી મુંબઇ સુધરાઇની ચૂંટણી આવી એમાં પણ શિવસેના વિજયી થઇ અને સુધીર જોષી એના પહેલા મેયર થયા. (અપૂર્ણ)
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved