Last Update : 26-November-2012, Monday

 

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો

- જો એક અઠવાડિયામાં ૧૫૦થી ૩૦૦ મિનિટ ઝડપથી ચાલવામાં આવે તો આયુષ્યમાં ૩.૪ વર્ષનો ઉમેરો થાય છે. જ્યારે ૩૦૦થી ૪૫૦ મિનિટની અવધિથી ૪.૨ વર્ષ વધુ જીવી શકાય.

જો તમે તમારા આયખાના ચાર દશક વટાવી ચૂક્યા છો તો દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો, તમારા આયુષ્યમાં બે વર્ષનો ઉમેરો થશે. હા, તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ શારીરિક રીતે સક્રિય રહેતા લોકોની આવરદા લાંબી હોય છે.
યુરોપ અને અમેરિકાના સ્વાસ્થ્ય વિષયક સંશોધકોએ કરેલા આ અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે વધારે પડતી સ્થૂળતા અને વ્યાયામનો અભાવ માનવીની વય સાત વર્ષ જેટલી ઘટાડે છે.
અગાઉ કરવામાં આવેલા ૧૦૦થી પણ વધુ અભ્યાસમાં ફલિત થયું હતું કે શારીરિક રીતે સક્રિય લોકોની આયુષ્ય નિષ્ક્રિય લોકો કરતાં લાંબી હોય છે.
તાજેતરના અભ્યાસ મુજબ મધ્યમથી સઘન શારીરિક સક્રિયતા, જેમ કે ઝડપથી ચાલવું ઉંમરમાં ઉમેરો કરે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં ૭૫ મિનિટ, એટલે કે દરરોજ લગભગ ૧૧ મિ નિટ સુધી ઝડપથી ચાલવાથી ઉંમરમાં ૧.૮ વર્ષની વૃદ્ધિ થાય છે. જો અઠવાડિયામાં ૧૫૦થી ૩૦૦ મિનિટ ઝડપથી ચાલો તો આયુષ્યમાં ૩.૪ વર્ષનો ઉમેરો થાય છે, જ્યારે ૩૦૦થી ૪૫૦ મિનિટની અવધિથી ૪.૨ વર્ષ વધુ જીવી શકાય.
સંબંધિત અભ્યાસમાં શ્વેત અને અશ્વેત સ્ત્રી-પુરુષોને સામેલ કરવામાં આવ્યાં હતાં. તેમનામાંના કેટલાંકનું વજન સામાન્ય અને કેટલાંકનું થોડું વધારે હતું, જ્યારે કેટલાંક સ્થૂળ હતાં. આમ છતાં શારીરિક રીતે સક્રિય રહેવાથી, એટલે કે વ્યાયામ કરવાથી પ્રત્યેકના આયુષ્યમાં વધારો જોવા મળ્યો હતો.
સંશોધકોએ શારીરિક કસરતનું પ્રમાણ અને ૬૩૨,૦૦૦થી પણ વધુ લોકોના વજનનું વિશ્લેષણ કર્યું હતું. ૪૦થી વધુ વયના આ લોકોમાંના ૮૦,૭૦૦ જણ ૧૦ વર્ષના ફોલો-અપ સમય દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે અભ્યાસના તારણો બિલકુલ અમારી ધારણા મુજબના જ હતાં. પરંતુ એક અઠવાડિયામાં માત્ર ૭૫ મિનિટ ઝડપથી ચાલવાથી પણ જીવાદોરી લંબાઈ શકે એ બાબત આનંદદાયક હતી. કારણ કે શારીરિક રીતે નિષ્ક્રિય અથવા આળસુ લોકો પણ આટલી કસરત તો કરી જ શકે.
જોકે તબીબોએ ચેતવણી આપતાં કહ્યું હતું કે આ અભ્યાસ ભારતીય પ્રજાને લાગુ પડે છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. તેનું કારણ એ છે કે ગોરાઓ કરતાં ભારતીયોમાં હૃદયરોગ તેમજ ડાયાબિટિસનું જોખમ વધારે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved