Last Update : 26-November-2012, Monday

 
દિલ્હીની વાત
 

સરકારનું સંવનન ઃ FDI મુદ્દે મતદાન સંભવ
નવીદિલ્હી,તા.૨૪
રીટેઈલમાં એફડીઆઈ વિષે ચર્ચા પછી મતદાન માટે ભાજપ મક્કમ છે અને સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ એ બાબતમાં હોમાઈ ચૂક્યા છે ત્યારે સરકારે એ મુદ્દે એના ડીએમકે, સમાજવાદી પક્ષ અને બસપ જેવા સાથીઓનો ખાતરીબધ્ધ ટેકો મેળવવાના પ્રયત્નો શરૃ કર્યા છે. કોંગી મેનેજરો માને છે કે, જો આ ત્રણ પક્ષો પણ મતદાન વેળા ગેરહાજર રહે તો સરકારનું કામ આસાન થઈ જશે. આ દર્શાવે છે કે, લોકસભા અધ્યક્ષ મીરાકુમાર દ્વારા આ મુદ્દે સોમવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં સરકાર મતદાન માટેની વિપક્ષ માગણી સાથે સંમત થાય એમ બને. કેન્દ્રના પ્રધાનો કમલ નાથ, કપિલ સિબ્બલ અને રાજીવ શુક્લ આ ત્રણ પક્ષોના નેતાઓના સતત સંપર્કમાં છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘને એમના જન્મદિને શુભેચ્છા પાઠવવા દાખવેલી વિશેષ ચેષ્ટા મુલાયમનો ટેકો મેળવવાની ચાલ હતી. કોંગી મેનેજરો બસપ નેતા માયાવતીનો ટેકો મળવા વિષે આશાવાદી હોવાનું જણાય છે. કપિલ સિબ્બલ ડીએમકે નેતા કરુણાનિધિને મળવા માટે ચેન્નાઈ જાય એવી શક્યતા છે.
મુખ્ય ખરડા મુખ્ય ચિંતા
સરકાર રીટેઈલમાં એફડીઆઈની મડાગાંઠ ઉકેલી નાંખવા માંગે છે. કારણ કે એને બેંકીગકાયદા અનેવીમા, પેન્શન તેમજ મની લોન્ડરીંગ જેવા મુખ્ય નાણાં ખરડા વિશે ચિંતા છે. વૈશ્વિક કંપનીને દેશમાં ધામા નાંખવાની સુગમતા રહે એ માટે વિદેશી હુંડીયામણ વ્યવસ્થાપન કાયદો બદલવા માટે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશનું પણ સરકારે પાલન કરવાનું છે. આ પ્રક્રિયા માટે સરકારે સંસદની સંમતિ લેવી પડશે.
હવે સહુની નજર હેડલી, રાણા પર
કસાબને ફાંસીએ લટકાવી દીધા પછી હવે ડેવિડ કોલમાન હેડલી અને તાહાવાર હુસેન રાણાએ આગામી બે માસમાં અમેરિકામાં ન્યાયિક ચુકાદાનો સામનો કરવાનો છે. હેડલીને આગામી વર્ષે જાન્યુઆરીમાં સજા થાય એવી શક્યતા છે. એમ અમેરિકા સાથે સંપર્ક ધરાવતા સલામતી સુત્રોએ જણાવ્યુ. રાણાને આગામી તા.૪ ડિસેમ્બરે સજા થસે. ડેહલીએ રાણાની મદદથી આઇએસઆઇ અને લશ્કર - એ તોઇબાની સૂચનાને પગલે મુંબઇમાં પગ જમાવ્યો હતો.
ટીમ અન્નામાં આંતરિક બળવો
દિહ્લીના સર્વોદય એન્કલેવ વિસ્તારમાં કાર્યાલય શરૃ કરવાના ત્ત્મુદ્દે સ્વયંસેવકોમાં થયેલા બળવાથી ટીમ અન્ના મૂંઝાઇ રહે છે. ટીમ અન્નાએ એના નવા કાર્યાલય માટે એક લાખ રૃપિયા એડવાન્સ ચૂકવ્યા ત્યારે છેલ્લા ઘણા સમયનો, મતભેદોનો ત્ત્ ઉકળતો ચરૃ ફાટયો હતો. ટીમની સર્વોદ્ય એન્કલેવ ઓફિસ ખાતે યોજાયેલી મીટીંગમાં આ મતભેદો સપાટી પર આવ્યા હતા. ટીમે કહ્યું કે આ સ્થળ એરપોર્ટથી નજીક હોવાથી અહીં કાર્યાલય શરૃ કરાયું છે જો કે સ્વયંસેવકો આ સાંભળી વધઉ ગુસ્સે થયા હતા. સેવકોએ કહ્યું કે ટીમ અન્ના બહારથી આવનારાઓ માટે વિશેષ ચિંતિત છે, પરંતુ દિલ્હીના નોઇડા અને ગાઝિયાબાદ વિસ્તારોમાં રહેતા મોટા ભાગનાં એના સ્વયંસેવકો માટે નહિ. મોટા ભાગના આ લોકો કોશામ્બી વિસ્તારમાં કાર્યાલય ઇચ્છે છે કે જે એમના નિવાસ સ્થાનોના સંદર્ભે એમને સહુથી વધુ અનુકૂળ છે.
ટીમ અન્નાએ કોશામ્બીને ટાળ્યું કેમ?
ટીમ અન્નાએ કોશામ્બી વિસ્તારને એટલા માટે આઘો રાખ્યો કે ટીમ કેજરીવાલનું કાર્યાલય પહેલેથી ત્યાં છે. પોતાનું કાર્યાલય ટીમ કેજરીવાલની કાર્યાલયની નજીક હોય કે એની સામે ટીમ અન્નાના સ્વયંસેવકોને વાંધો છે. કેટલાક કાર્યકરોને ભ્રષ્ટાચારના વિરોધમાં જ કામ કરતા બંને સંગઠનો માટે કામ કરવામાં વાંધો નથી. યોગાનુયોગ, જો ટીમ અન્ના એનું કાર્યાલય કોશામ્બીમાં શરૃ કરે તો તે ટીમ કેજરીવાલ ુઉપરાંત બાબા રામદેવના પડોશી બની રહેશે. બાબા રામદેવનું કાર્યાલય કોશામ્બીમાં પણ છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved