Last Update : 26-November-2012, Monday

 

નવા વરસના સ્ટાન્ડર્ડ મહેમાનો!

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- સાલમુબારક કરવા માટે તમારે ત્યાં કેટલી ટાઇપના મહેમાનો આવે છે?

 

વરસની શરૃઆત એટલે મહેમાનોની વણઝાર... કોઇ કેવા, તો કોઇ 'એવા'!
જરા નજર નાખો એમની લાક્ષણિક ખાસિયતો ઉપર...
* * *
અમુક મહેમાનો છેક બહારથી મોટા મોટા અવાજે બૂમ પાડીને ''સાલ મુબાર..ક! સા..લ મુબારક!'' કરતા આવશે. તમને ભેટી પડશે. તમારા માતાપિતાને પગે પડી જશે. વારંવાર કહેશે ''તમને તો અમે રોજ યાદ કરીએ છીએ! બસ, મળવાનું થતું નથી.''
- પછી તમારાં પત્ની તરફ જોઇને ધીમેથી પૂછશે ''આ કોણ? ઓળખાણ ના પડી!''
* * *
અમુક મહેમાનો એકદમ ચૂપચાપ બેસી રહેશે. આખા ઘરમાં ચારેબાજુ ટગર ટગર નજરો ફેરવીને જોયા કરશે. તમે નાસ્તાની ડીશ ધરશો તો હાથ વડે જ ના પાડી દેશે.
તમે ચૂપચાપ બેઠા છો... એ કંઇ બોલતા નથી... આમ ને આમ પાંચ મિનીટ વીતે છે... છેવટે તમે કંટાળીને એમને વિદાય આપવા માટે અમસ્તું પૂછો છો ઃ
''કંઇ ચા-કોફી લેશો?''
....
....
- તો તરત 'હા' પાડી દેશે!
* * *
* * *
અમુક મહેમાનો દરેક ચીજ વિશે સવાલો કરશે ઃ
''બારીના પડદા નવા કરાવ્યા? કેટલામાં થયા? આ ચાદર ક્યાંથી લાવ્યા? કાજુકતરી શું ભાવ પડી? દાળમૂઠ ઘરે બનાવી? મઠીયાં બાઇ પાસે બનાવડાવ્યાં કે તૈયાર લાવ્યાં? આ ટીવી નવું ના લીધું? હજી એ જ છે? હમણાં એલસીડી નીકળ્યાં છે એવું નથી લેવાના? આ ફ્લાવરવાઝ નવું છે કે એ જ છે? એમાં મુકવાનાં ફૂલો પ્લાસ્ટીકનાં આવે છે? આ વખતે બોનસ કેટલું મળ્યું? તમે બહાર ફરવા ના ગયા? ઓહો, આ સાડી નવી લાગે છે, સેલમાં લીધી? કેટલામાં લીધી? બેબીનાં સેન્ડલ કેટલામાં પડયાં? બાઇક હજી એ જ છે, એમ ને?...''
છેલ્લે ઊભા થતાં થતાં કહેશે ''જવા દો ને... આ મોંઘવારીને કારણે ભલભલા લોકોએ દિવાળી સસ્તામાં જ પતાઈ છે...''
* * *
અમુક મહેમાનો બહુ પર્ટીક્યુલર હોય છે. સવારના સમયે તમે ક્યાંક નીકળીને જતા ના રહો એની પાકી તકેદારી રાખીને વહેલા વહેલા ઘરમાં આવી પધારે છે. લળી લળીને તમને સાલમુબારક કરે છે. વડીલોને ખૂબ ખૂબ વાંકા વળીને પગે લાગે છે. પલાંઠી જમાવીને નાસ્તો ફટાફટ દબાવી જાય છે. અને છેલ્લે ઊભા થતાં વિવેકપૂર્વક કહે છે ઃ
''સાહેબ... બોણી?''
* * *
અમુક મહેમાનો (ખાસ કરીને પુરુષો) ઘરમાં આવીને બે-પાંચ વાક્યની ઔપચારીક વાતો પછી તરત જ શરૃ થઇ જાય છે ઃ
''શું લાગે છે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં?''
પછી 'તમને' શું લાગે છે એની પરવા કર્યા વિના પોતાની લોંગ-પ્લે સીડી ચાલુ કરી દે છે ઃ ''મોદીનું શું છે, બહારથી મોટો દેખાડો કરે છે, પણ અંદરથી પોલમપોલ છે.. કોંગ્રેસનું શું છે કે સોનિયા વિના એમનાથી જાતે કંઇ થતું નથી.. બળવાખોરોનું શું છે કે સાલાઓ છેલ્લી ઘડીએ બાજી બગાડશે... કેશુભાઇનું શું છે કે ટોળાં તો બહુ ભેગાં થાય છે પણ વૉટ કેટલા મળે એ જોવાનું છે... કેજરીવાલનું શું છે કે મારો બેટો મોદી વિશે હજી એક શબ્દ બોલ્યો નથી... બધાને એવું લાગે છે કે મોદી જ આવવાનો છે પણ મારે કાલે જ એક ભાજપના ધારાસભ્ય જોડે વાત થઇ...''
એમ કરતાં કરતાં મહિલામંડળની કુથલીઓ પતી જાય, બાળકોની મોબાઇલ ગેઇમ્સ અને ડાઉનલોડ પતી જાય, ડીશોમાં નાસ્તો પતી જાય, ચા પછી મુખવાસની તાસક પતી જાય છતાં એમની વાત જાણે પતતી જ નથી...
છેલ્લે બધા એકબીજાને 'આવજો આવજો' કરતા હોય ત્યારે દરવાજા પાસે ઊભા ઊભા પગમાં ચંપલ પહેરતા એ તમને કહેશે ઃ
''યાર, તમે તો બોલ્યા જ નહિ, 'તમને' શું લાગે છે?''
* * *
અમુક મહેમાનો દર વરસે ઘોડે ચડીને આવશે ઃ
''યાર, જરાય ટાઇમ નથી. હજી બીજા છ ઘરે જવાનું છે. ચા-નાસ્તાની માથાકૂટ કરશો જ નહિ.. શું છે દોસ્ત? તું તો યાર, મળતો જ નથી? તારો મોબાઇલ નંબર એ જ છે? મને આપને? ચલ, હું તને મિસ-કોલ મારું છું, તું સેવ કરી લે. યાર, ક્યારેક ફોન તો કર? તારો એક એસએમએસ મળેલો. બીજું શું ચાલે છે? ક્યારેક નિરાંતે બેસીએ યાર, પીવા-બીવાનો પ્રોગ્રામ રાખીએ. નેક્સ્ટ વેકેશનમાં ગોવા-મહાબળેશ્વર જઇએ. તું ફેસબુક પર છે? યાર, ફેસબુકનો ટાઇમ જ ક્યાં છે? એની વે, આપણે ત્યાં ક્યારેક જમવા આવો. બોલો, ક્યારે આવો છો? ગોઠવો ક્યારેક... બેસીએે નિરાંતે... ચલ, અત્યારે તો ઉતાવળ છે. પછી શાંતિથી મલીએ... બાય હેપ્પી ન્યુ યર.. હું તને ફોન કરું છું. કંઇક ગોઠવીએ...''
બસ. પછી એ ફરીવાર ચોક્કસ આવશે? આ જ રીતે! ઘોડે ચડીને! પણ.. ક્યારે?
...આવતા વરસે!
* * *
અને અમુક મહેમાનો સરસ મઝાનાં કપડાં પહેરીને ખિલખિલ હસતાં આવે છે. અલકમલકની વાતો કરે છે. આપણે આગ્રહ કરીએ એટલે નાસ્તો કરે છે. ચા, કોફી કે શરબતના ઑપ્શનમાંથી પાંચેક મિનીટની મીઠી રકઝક પછી બાળકો માટે શરબત, વડીલ માટે ઉકાળો, પોતાના માટે ચા અને મિસિસ માટે ઓછી ખાંડવાળી ચા એમ નક્કી કરીને તમને સંપૂર્ણ મહેમાનગતિ કરવાની તક આપે છે.
એટલું જ નહિ, ''બીજું શું ચાલે છે? બીજું શું ચાલે છે?'' એમ કરીને વાતચીતના નવા નવા ટોપિક કાઢે છે.
છેવટે કલાકેક બેઠા પછી ઊભા થતાં મહેમાનજી કહે છે ''તમારે ત્યાં પેલા નવા દિવાળી અંક આવ્યા છે એ આપોને, વાંચીને બાબા જોડે પાછા મોકલી આપીશ.'' એમનાં શ્રીમતીજી તમારાં વાઇફને કહે છે ''બોલો, અમે ઘેરે બનાવેલાં રસગુલ્લાં તમે ચાખ્યાં જ નથી? હમણાં બેબી જોડે મોકલાવું છું...''
- કારણકે એ લોકો તમારા ઘરમાં દિવસની દસવાર અવરજવર કરનારા તમારા પાડોશી છે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved