Last Update : 26-November-2012, Monday

 
 

પાનેસરની બીજી ઇનિંગમાં પણ પાંચ વિકેટ ઃ પીટરસનના ૧૮૬
બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકા બાદ ભારત પર પરાજયનું સંકટ

ભારતના ૩૨૭ સામે ઈંગ્લેન્ડના પ્રથમ ઇનિંગમાં ૪૧૩ ઃ બીજી ઇનિંગમાં ભારતના ૧૧૭/૭
સેહવાગ, તેંડુલકર, પૂજારા, કોહલી, યુવરાજ, ધોની ડબલ ફિગર સુધી ના પહોંચી શક્યા

મુંબઇ,તા.૨૫
પીટરસન અને કૂકની કારકિર્દીની રેકોર્ડ ૨૨મી સદી સાથેની અનુક્રમે ૧૮૬ અને ૧૨૨ રનની મેરેથોન ઇનિંગ સામે ઓઝા-અશ્વિન અને હરભજન જેવા સ્પિનરોની લાચારી બાદ પાનેસરની સતત બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપતી મેજિકલ બોલિંગ સામે સેહવાગ, તેડુંલકર, કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકાને કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત પર પરાજયનું સંકટ સર્જાયું હતુ. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે કુલ ૩૧ રનની સામાન્ય સરસાઇ મેળવતા બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૧૧૭ રન નોંધાવ્યા હતા. ગંભીર ૫૩ અને હરભજન ૧ રને ક્રિઝ પર હતા.
ભારતના પ્રથમ ઇનિંગના ૩૨૭ના સ્કોર સામે ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૪૧૩ રનનો સ્કોર ખડકતાં ૮૬ રનની સરસાઇ મેળવી હતી. જે ટર્નિંગ પીચ પર કૂક અને પીટરસને ધીરજપૂર્વક ડિફેન્સિંવ બેટિંગ કરી હતી. તેવી એપ્લીકેશન સાથે રમવામાં ભારતના સ્ટાર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ગંભીર( નોટઆઉટ ૫૩)ને બાદ કરતાં ભારતના બાકીના છ બેટ્સમેનો તો ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહતા. સેહવાગ ૯, પૂજારા ૬, તેંડુલકર ૮, કોહલી ૭, યુવરાજ ૮ અને ધોની ૬ રને આઉટ થયાં હતા. આજે ત્રીજા દિવસે પડેલી ભારતની સાતેય વિકેટ ઈંગ્લેન્ડના સ્પિનરોને મળી હતી. રમતના અંતે ભારતે કુલ ૩૧ રનની સામાન્ય સરસાઇ સાથે બીજી ઇનિંગમાં ૭ વિકેટે ૧૧૭ રન નોંધાવ્યા હતા.
ટેસ્ટમાં હજુ બે દિવસની રમત બાકી છે ત્યારે ભારતના પુંછડિયા બેટ્સમેનોએ સંઘર્ષ કરતાં ઈંગ્લેન્ડને ૧૦૦ કે ૧૫૦થી વધુનો પડકાર આપવાનો પ્રયાસ કરવો પડશે તો જ ભારત ઈંગ્લેન્ડને દબાણ હેઠળ લાવી શકે તેમ છે.
આજે ત્રીજા દિવસે સવારે કૂક (૮૭) અને પીટરસન (૬૨)ની જોડીએ ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ૨ વિકેટે ૧૭૮ રનના સ્કોરથી આગળ ધપાવી હતી. કૂકે કારકિર્દીની ૨૨મી સદી પુરી કરતાં ૨૭૦ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૨૨ રન ફટકાર્યા હતા. જ્યારે પીટરસને પણ કારકિર્દીની ૨૨મી સદી પુરી કરતાં ૨૩૩ બોલમાં ૨૦ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૮૬ રન નોંધાવ્યા હતા. કૂક અને પીટરસને ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ સદી ફટકારનારા લેજન્ડરી બેટ્સમેનો જેફ્રી બોયકોટ, વોેલી હેમંડ અને કોલીન કાઉન્ડ્રીની હરોળમાં સ્થાન મેળવી લીધું હતુ. પીટરસનને તો ભારતની ધરતી પર ઈંગ્લેન્ડ તરફથી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. કૂક અને પીટરસન વચ્ચે ત્રીજી વિકેટમાં ૨૦૬ રનની ભાગીદારી નોંધાઇ હતી.
જો કે ઈંગ્લેન્ડના લો ઓર્ડરનો ધબડકો થયો હતો અને તેમની આખરી ચાર વિકેટ તો માત્ર ૭ રનમાં પડી હતી. ભારત તરફથી ઓઝાએ ૧૪૩ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન અને હરભજને ૨-૨ વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં ૮૬ રનના દેવા સાથે રમવા ઉતરેલા ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. પાનેસરે સેહવાગ (૯), તેંડુલકર (૮), યુવરાજ (૮), ધોની (૬) અને અશ્વિન (૧૧)ની વિકેટો ઝડપી હતી. જ્યારે સ્વોને પૂજારા (૬), કોહલી (૭)ને શિકાર બનાવ્યા હતા. હવે ભારતીય બેટ્સમેનોએ પીચ પર વધુને વધુ સમય ટકીને ઈંગ્લેન્ડને મુશ્કેલ પડકાર આપવાનો પ્રયાસ કરવો પડશે.
ભારત પ્રથમ ઈનિંગ ઃ 327
ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ

-

રન

બોલ

કૂક કો.ધોની બો.અશ્વિન

૧૨૨

૨૭૦

૧૩

કોમ્પટન કો. સેહવાગ બો. ઓઝા

૨૯

૯૦

ટ્રોટ લેગ બિફોર ઓઝા

પીટરસન કો.ધોની બો.ઓઝા

૧૮૬

૨૩૩

૨૦

બૈર્સ્ટોવ કો.ગંભીર બો.ઓઝા

૦૯

૨૩

એસ.પટેલ કો.કોહલી બો.ઓઝા

૨૬

૪૨

પ્રાયર રનઆઉટ

૨૧

૩૪

બ્રોડ કો.પૂજારા બો.હરભજન

૦૬

૨૦

સ્વોન અણનમ

૦૧

૦૪

એન્ડરસન એલબી બો.હરભજન

૦૨

૦૫

પાનેસર કો.ઝહીર બો.અશ્વિન

૦૪

૦૨

વધારાના (બાય ૪, લેગબાય ૨,

 

 

 

 

વાઇડ ૧)

૦૭

 

 

 

૧૨૧.૩ ઓવરમાં ઓલઆઉટ

૪૧૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૬૬ (કોમ્પટન, ૩૧.૪), ૨/૬૮ (ટ્રોટ, ૩૩.૬), ૩/૨૭૪ (કૂક ૮૬.૬), ૪/૨૯૮ (બૈર્સ્ટોવ ૯૪.૩), ૫/૩૫૭ (પટેલ ૧૦૮.૪), ૬/૩૮૨ (પીટરસન ૧૧૨.૪), ૭/૪૦૬ (પ્રાયર ૧૧૯.૩), ૮/૪૦૬ (બ્રોડ ૧૨૦.૧), ૯/૪૦૮ (એન્ડરસન ૧૨૦.૬), ૧૦/૪૧૩ (પાનેસર ૧૨૧.૩).બોલિંગ ઃ અશ્વીન ૪૨.૩-૬-૧૪૫-૨, ઓઝા ૪૦-૬-૧૪૩-૫, ઝહીર ૧૫-૪-૩૭-૦, હરભજન ૨૧-૧-૩૪-૨, યુવરાજ ૩-૦-૮-૦.

ભારત બીજી ઇનિંગ

-

રન

બોલ

ગંભીર રમતમાં

૫૩

૧૦૯

સેહવાગ કો.સ્વોન બો. પાનેસર

૦૯

૧૪

પૂજારા કો.બૈર્સ્ટોવ બો. સ્વોન

૦૬

૦૫

તેંડુલકર એલબી બો. પાનેસર

૦૮

૧૯

કોહલી કો. સબ બો.સ્વોન

૦૭

૧૩

યુવરાજ કો.બૈર્સ્ટોવ બો.પાનેસર

૦૮

૧૦

ધોની કો.ટ્રોટ બો. પાનેસર

૦૬

૧૭

અશ્વીન કો.પટેલ બો.પાનેસર

૧૧

૧૦

હરભજન રમતમાં

૦૧

૦૧

વધારાના (લેગબાય ૨, બાય ૬)

૦૮

 

 

 

કુલ ૩૩ ઓવરમાં ૭ વિકેટે

૧૧૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૩૦ (સેહવાગ ૭.૫), ૨/૩૭ (પૂજારા ૮.૫), ૩/૫૨ (તેંડુલકર, ૧૫.૩), ૪/૬૫(કોહલી, ૨૦.૨), ૫/૭૮ (યુવરાજ, ૨૩.૧), ૬/૯૨ (ધોની, ૨૭.૩), ૭/૧૧૦ (અશ્વીન, ૩૧.૪).બોલિંગ ઃ એન્ડરસન ૪-૧-૯-૦, પાનેસર ૧૬-૨-૬૧-૫, સ્વોન ૧૩-૪-૩૯-૨.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved