Last Update : 26-November-2012, Monday

 

ડીએમકેને મનાવવાના આઝાદના પ્રયાસો વિફળ
એફડીઆઈ અંગે મડાગાંઠનો ઉકેલ લાવવા આજે સર્વપક્ષીય બેઠક

નિયમ ૧૮૪ હેઠળ ચર્ચા અને મતદાન અંગે વિપક્ષનું મક્કમ વલણ જોતાં બેઠક અનિર્ણાયક રહેવા વકી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૫
રિટેલ સેક્ટરમાં એફ.ડી.આઈ.ને મંજુરી સબંધે અત્યારે સંસદ ઠપ થઈ ગઈ છે. વિપક્ષ કોઈ કામ આગળ ચાલવા દેવા તૈયાર નથી ત્યારે આ મડાગાંઠનો ઉકેલ લાવવા માટે આવતી કાલે સર્વપક્ષીય બેઠક યોજાવાની છે. કેમકે ડાબેરી પક્ષો તેમજ ભાજપ એફ.ડી.આઈ. મુદ્દે ચર્ચા કરવા ઉપરાંત મતદાનની માંગણી પર મકક્મ છે.
સંસદનું શિયાળુ સત્ર ચાલુ થયા બાદ બે દિવસ સતત વિપક્ષોએ સંસદ ખોરવી નાંખતા સંસદીય બાબતોના મંત્રી કમલનાથે સર્વદલીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. ૨૨મી નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર ચાલુ થયું છે અને ત્યારથી વિપક્ષોએ સંસદને ખોરવી દીધી છે. કેમકે સરકાર વિપક્ષની માંગને માનવાના મૂડમાં હોય તેવું જણાતું નથી.
અત્યાર પર્યન્ત સરકાર તરફથી વિપક્ષની માંગ સ્વિકારવા સબંધે એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. તેમ છતાં સંસદમાં મતદાન કરવાનું થાય તો પૂરતી સંખ્યામાં મત પ્રાપ્ત થઈ રહે તે માટે સરકારના ફ્લોર પરની કામગીરી સંભાળનારા સદસ્યો કામે લાગી ગયા છે.
લોકસભાના વિપક્ષી વડા સુષ્મા સ્વરાજ સતત મતદાનનો આગ્રહ સેવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે સંસદને આપેલી ખાતરીનું પાલન કર્યું નથી. સરકારે સંસદમાં ખાતરી આપી હતી કે રિટેલ સેક્ટરમાં એફ.ડી.આઈ.ને મંજુરી આપતા પૂર્વે તમામ લાગતા-વળગતા પક્ષકારોની સંમતિ મેળવ્યા બાદ જ આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે પણ સરકારે એક પક્ષીય નિર્ણય લઈ લેતાં ભાજપ હવે મતદાન થયા પૂર્વે આ મુદ્દે આગળ વધવા તૈયાર નથી તેમ સંસદ ચાલવા દેવા પણ તૈયાર નથી.
સુષ્મા સ્વરાજનું કહેવું છે કે આ મુદ્દે નિયમ ૧૮૪ હેઠળ ચર્ચા કરીને મતદાન પછી જ સરકારે નિર્ણય પર અમલ કરવો જોઈએ. નિયમ ૧૮૪ એવો છે જેના હેઠળ મતદાન ફરજીયાત ગણાય છે. સરકાર પણ અત્યારે તો ભીંસમાં છે જ કેમકે તૃણમૂલ કોંગ્રેસે સરકારનો સાથ છોડી દીધો છે. જ્યારે તાજેતરમાં સરકારના સાથી પક્ષ ડી.એમ.કે.ના વડા કરૃણાનીધિએ પણ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય મંત્રી આઝાદ સાથેની એક ચર્ચામાં એવો સૂર વ્યક્ત કર્યો હતો કે તેઓ એફ.ડી.આઈ. મુદ્દે સરકાર સાથે સંમત નથી. તૃણમુલ કોંગ્રેસે ગત સપ્તાહે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયેલો. જ્યારે ડાબેરી તેમજ જમણેરીએ હવે એકજ બાબત પર મક્કમતા ધારણ કરી છે કે રીટેલ સેક્ટરમાં ૨૧ ટકા એફ.ડી.આઈ.ના મુદ્દે સંસદમાં સરકાર પોતાની બહુમતિ સિધ્ધ કરે તે પછી જ આગળ કાર્યવાહી ચલાવવી. તે સંજોગોમાં સર્વદલીય બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે.
સરકાર હાલ ૨૬૫ સાંસદોનો ટેકો ધરાવે છે જેમાં ૧૮ ડી.એમ.કે. સ.પા. ૨૨ બસપા ૨૧ જેનું ટોટલ ૩૦૦ સુધી જતું હોવાનું મનાય છે જ્યારે ૨૭૩ સદસ્યોનો ટેકો હોવો જરૃરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved