Last Update : 26-November-2012, Monday

 

મુંબઇના પોલીસ અધિકારીઓ સામે
યુવતીઓની ધરપકડ માટે પગલાં લેવામાં મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન વચ્ચે મતભેદ

ચવ્હાણ ત્રણમાંથી બે અધિકારીને સસ્પેન્ડ કરવા માગે છે, પણ પાટિલ આ અહેવાલને પગલાં લેવા જેટલો મજબૂત નથી ગણતા

મુંબઈ, તા. ૨૫
પાલઘરની ૨૧ વર્ષીય બે યુવતીઓની બેજવાબદારી પૂર્વક ધરપકડ કરનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાનું રાજ્ય સરકારે સતત જાળવી રાખ્યું હતું અને ખાતરી પણ આપી હતી. બાળ ઠાકરેના અવસાન બાદ અંતિમ યાત્રા વખતે જાળવવામાં આવેલા બંધના વિરોધમાં યુવતીએ કરેલી પોસ્ટ માટે તેમની ધરપકડ થઈ હતી. સ્પેશ્યલ ઇન્સ્પેક્ટ જનરલ (કોંકણ) સુખવિન્દર સિંહે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે ત્રણ પોલીસ અધિકારીઓએ આ ધરપકડ રોકવા માટે યોગ્ય સમયે કોઈ પગલાં લીધા નહોતા. આ અહેવાલમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યુવતીઓ સામેનો કેસ રદ થવો જોઈએ.
સુખવિન્દર સિંહે પાલઘરના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગ્ળે, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિન્દ્ર સેનગાંવકર અને એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંગ્રામ નિશાનદારે ધરપકડ રોકવા સમયસર પગલાં ન લીધા એમ અહેવાલમાં જણાવ્યું છે. સુખવિન્દર સિંહનો રિપોર્ટ ઘણો નબળો ગણવામાં આવી રહ્યો છે અને એને કારણે પગલાં લઈ ન શકાય. જોકે કહેવામાં આવે છે કે મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ ત્રણમાંથી બે અધિકારીઓના સસ્પેન્શનની તરફેણમાં છે, પણ ગૃહ પ્રધાન આર.આર.પાટિલ સહમત નથી થતા. બન્ને પ્રધાનોએ જાહેર કર્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ તરત જ અધિકારીઓ પર યોગ્ય પગલાં લેવામાં આવશે. જોકે શુક્રવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ બાદ પણ કોઈ હિલચાલ નથી થઈ.
કહેવામાં આવે છે કે ગૃહ ખાતા પાસે હજી આ રિપોર્ટ પહોંચ્યો નથી અને એ કારણે પગલાં લેવા માટેની પ્રક્રિયામાં ઘણી અડચણો છે. ગૃહ પ્રધાનનો મત આ અધિકારીઓને નોન-એક્ઝિક્યુટિવ પદ આપી તેમની તપાસ અને પૂછપરછ કરવામાં આવે. બીજું એક કારણ એ પણ છે કે ગૃહ ખાતાને આ અહેવાલ ઘણો નબળો લાગી રહ્યો છે. હકીકતોના આધારે આ રિપોર્ટ બનાવાયો છે. જોકે સુખવિન્દર સિંહે આ અધિકારીઓ સામે અનુશાસનને લગતા કોઈ પગલાં લેવાની ભલામણ નથી કરી. તેમણે આ નિર્ણય સરકાર પર મૂક્યો છે.
જો અધિકારીઓ પર વિભાગીય તપાસ કે પૂછપરછ કરવામાં આવે તો આ કેસની ગંભીરતા ઘણી નબળી થઈ જાય એવું માનવામાં આવી રહ્યું છે. ઘણી વખત આ પ્રકારના કિસ્સાઓમાં કોઈ પગલાં લેવાતા નથી હોતા. પાટિલે જણાવ્યું હતું કે તેમની પાસે હજી આ રિપોર્ટ નથી પહોંચ્યો અને જ્યારે તેમને આ અહેવાલ મળશે ત્યારે તેઓ તરત એ મુખ્ય પ્રધાનને પણ પહોંચાડશે. ગૃહ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે તેમણે આ સમગ્ર કિસ્સો ઘણો ગંભીરતાથી લીધો છે અને તમામ ગૂનેગારો સામે પગલાં લેવાશે. પોલીસ સાથે સંકળાયેલા અમુક લોકોનું માનવું છે કે ચવ્હાણ અને પાટિલ આ કેસમાં પગલાં લેવા માટે એટલા ગંભીર નથી. તેમના કહેવા પ્રમાણે તાબડતોબ અધિકારીઓના સસ્પેન્શનનો નિર્ણય લેવા કરતા રિપોર્ટની રાહ જોવામાં આવી હતી અને હજી પણ પગલાં લેવા માટેની કોઈ તત્પરતા જોવા નથી મળતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved