Last Update : 26-November-2012, Monday

 

નવેમ્બર ૨૦૧૨ સુધીમાં FIIએ શેરબજારમાં ૧૯ અબજ ડૉલર રોક્યા

એક કેલેન્ડર વર્ષમાં FII દ્વારા બીજું સૌથી મોટું રોકાણ આ વર્ષે ૨૦ અબજ ડૉલરનો આંકડો પાર થવા આશા

મુંબઇ, તા. ૨૫
એક કેલેન્ડર વર્ષમાં બીજુ સૌથી મોટું રોકાણ કરતા વિદેશી એકમોએ ભારતીય શેરબજારોમાં ૧૯ અબજ ડૉલર ઠાલવ્યા હતા જે જોતા વિદેશી ભારતીય શેરબજારો માટે વિદેશી રોકાણકારો હજુ પણ આકર્ષણ ધરાવે છે એવી પ્રતીતિ થાય છે.
વિદેશી સંસ્થાગત રોકાણકારો (ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ - એફઆઇઆઇ)એ આ વર્ષે કુલ રૃા. ૫,૮૦,૧૮૩ કરોડના શેર ખરીદ્યા હતા અને સામે રૃા. ૪,૮૦,૭૭૮ કરોડની ઈક્વિટી વેચી હતી, જે જોતા દેશમાં કુલ ૯૦,૪૦૬ કરોડ રૃપિયા (૧૯.૦૮ અબજ ડૉલર)નું રોકાણ કર્યું હતું એવું સેબીના આંકડામાં દર્શાવાયું હતું.
૧૯૯૨માં ભારતીય શેરબજારોમાં એફઆઇઆઇ દાખલ થયા બાદનું આ બીજું સૌથી મોટું કેલેન્ડર વર્ષનું રોકાણ છે. ૨૦૧૦માં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં કુલ ૨૯ અબજ ડૉલર (રૃા. ૧,૩૩,૨૬૬ કરોડ)નું રોકાણ કર્યું હતું. ૨૦૧૧માં એફઆઇઆઇએ ૩૫ કરોડ ૮૦ લાખ ડૉલર (રૃા. ૨,૭૧૪ કરોડ) પાછા ખેંચ્યા હતાં. આર્થિક નિષ્ણાંતોના મત અનુસાર સારા વિકલ્પોના અભાવે વિદેશી સંસ્થાગત રોકાણકારો માટે ભારતીય શેરબજારો આકર્ષક સ્થળ છે. એશિયાીના અન્ય બજારોની સરખામણીમાં ભારત હજુ પણ વધારે સારા બજાર તરીકે જોવાય છે. આ વર્ષે ભારતમાં એફઆઇઆઇનું રોકાણ ૨૦ અબજ ડૉલરના આંકડાીને આસાનીથી પાર કરી જાય એવી ધારણા છે.
શેરબજારોમાં રોકાણ ઉપરાંત વિદેશી રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં દેવા બજારમાં પણ રૃા. ૩૨,૪૮૬ કરોડ (૬.૨ અબજ ડૉલર)નું રોકાણ કર્યું છે. માસ પ્રમાણે જોતા ફેબુ્રઆરીમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટીમાં પાંચ અબજ ડૉલર રોક્યા હતાં.
ઉપરાંત દેશમાં રજિસ્ટર્ડ થયેલી એફઆઇઆઇનો આંક નવેમ્બર, ૨૦૧૧ના અંતે નોંધાયેલ ૧,૭૬૭થી ઘટીને ૧,૭૫૫ થયો છે. પેટા ખાતાઓમાં પણ ગત વર્ષના ૬,૨૭૮નાં આંક સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૬,૨૮૯ નોંધાયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved