Last Update : 26-November-2012, Monday

 

પૂર્તિ જૂથની કંપનીઓમાં ગડકરીના પત્ની, પુત્રોનો હિસ્સો હતો

વર્ષ ૨૦૦૦થી ૨૦૧૧ દરમ્યાન ગડકરી 'પૂર્તિ' જૂથના ચેરમેન હતા

નાગપુર, તા. ૨૫
પૂર્તિ પાવર એન્ડ સ્યુગર અને તેની સબંધીત ૧૮ કંપનીઓએ રજીસ્ટ્રાર સમક્ષ રજુ કરેલી વાર્ષિક વિગતો અનુસાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ગુરૃમુર્ર્તિએ નિતીન ગડકરીને ડબલ ક્લીન ચીટ આપવામાં ઉતાવળ કરી છે. અલબત્ત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હજી એ બાબતે મક્કમ છે કે તેમણે કશું ખોટું કર્યું જ નથી.
મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમ.સી.એ.) સમક્ષ રજૂ થયેલા વાર્ષિક અહેવાલના દસ્તાવેજો અનુસાર એ બાબત સ્પષ્ટ થઈ ચુકી છે કે ઓછામાં ઓછા છ બનાવો એવા છે, જે ગડકરીને તેમના પરિવારના સભ્યો દ્વારા કે સહાયકો દ્વારા કંપની સાથે જોડે છે. જેમાં તેમના પત્ની કંચન, પુત્રો સારંગ અને નિખીલ તેમજ ભાણેજ સંદિપ ભૂરચંડી, 'પૂર્તિ'ના નાયબ વડા જયકુમાર વર્મા અને ડ્રાયવર મનોહર પણસેના માર્ગે ગડકરી 'પૂર્તિ' પાવર-સ્યુગર સાથે જોડાયેલા છે.
દસ્તાવેજોને આધારે એ બાબત સ્પષ્ટ છે કે તેઓ આ કંપનીમાં હિસ્સો ધરાવે છે અને કંપનીમાં અવાર નવાર ડાયરેક્ટર પદે રહી ચૂક્યા હતા. તેના આધારે એ બાબત સ્પષ્ટ થાય છે કે ગડકરીના સંબંધીઓની માલીકીની કંપનીઓએ પૂર્તિ એન્ડ મહાત્મા સ્યુગર એન્ડ પાવર લી.માં રોકાણ કર્યું હતું.
ગુરુમૂર્તિ સંઘના મહત્વના વિચારક ગણાય છે. તેમણે ભાજપના હોદ્દેદારોને એવી માહિતી આપી હતી કે આ બધું કાર્ય નાગપુરના એક વ્યવસાયકાર મનીષ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. હાલ મનીષ મહેતા મુંબઈમાં રહે છે. તેઓ ૭ જુલાઈ ૨૦૦૦થી ૩ ડિસેમ્બર ૨૦૦૨ અને ૨૯ ડિસેમ્બર ૨૦૧૦થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧ દરમ્યાન પૂર્તિ જૂથના ડાયરેક્ટર હતા. હાલ તેમનું નામ ડાયરેક્ટરોની યાદીમાં નથી. હાલ આ કંપનીના વડા સુધીર દીવે છે. ભૂર્ચંડી ગડકરીના મોટા બહેનનો દીકરો, ભાણેજ છે. કંચન, નિખીલ અને સારંગ તેમજ ભૂર્ચંડી ત્રણ સાથી કંપનીઓ જેસીકા મર્કન્ટાઈલ, જૈનમ મર્કન્ટાઈલ અને નિલય મર્કન્ટાઈલમાં હિસ્સો ધરાવતા હતા ત્યારે વર્ષ ૨૦૦૦-૧૧ દરમ્યાન ગડકરી પૂર્તિ જુથના ચેરમેન અને ડાયરેક્ટર હતા.
જોકે હવે તેમની પાસે કંપનીના માત્ર ૩૧૦ શેર જ છે. આમ જે કંપનીઓ ગડકરીના પરિવારજનોની હતી તેમણે પૂર્તિ જૂથમાં રોકાણ કર્યું તેના ડાયરેક્ટરો પણ બન્યા અને હવે હિસ્સેદાર નથી. પણ વિવિધ અહેવાલો અને દસ્તાવેજો એ બાબત સ્પષ્ટ કરે છે કે ગડકરી આ કંપનીમાં હિત ધરાવતા હતા અને ધરાવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved