Last Update : 26-November-2012, Monday

 

૨૬/૧૧ના હુમલાની ચોથી વરસીએ મુંબઈમાં જડબેસલાક બંદોબસ્ત

કસાબની ફાંસીનો બદલો લેવા આતંકવાદી જૂથો ભાંગફોડ કરે તેવી શક્યતાને પગલે કડક સુરક્ષા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૫
મુંબઈનાં ૨૬/૧૧નાં હુમલાના પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ કસબને ફાંસી અપાતા તથા આવતીકાલે હુમલાની ચોથી વરસીને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય ન બને તે માટે તથા આતંકવાદી જૂથોની ધમકીઓને પગલે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત રાયોટ કંટ્રોલ પોલીસ રેપીડ એકશન ફોર્સ તથા એસઆરપીએફનાં જવાન પણ સુરક્ષામાં હાજર રહેશે. તમામ રેલવે સ્ટેશનો ઉપર પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કસબને ફાંસી અપાતા બદલો લેવા માટે ભારતનાં કેટલાક લક્ષ્યાંકોને નિશાન બનાવાશે એમ પાકિસ્તાન તાલીબાને કહ્યું હોવાથી પણ સુરક્ષા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે. તહરીક-એ-તાલીબાન પાકિસ્તાન (ટીટીપી)નાં પ્રવકતા એહસાન ઉલ્લાહ એહસાને કહ્યું હતું કે કસબની ફાંસીનો બદલો લેવા આતંકવાદી જૂથ ભારતમાં ગમે ત્યાં હુમલો કરશે.
શહેરભરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી), બન્ને એરપોર્ટ, ઓએનજીસી, જેવા મહત્ત્વનાં સંસ્થાનો ઉપરાંત મહાલક્ષ્મી તથા સિધ્ધિવિનાયક મંદિર તથા અન્ય સ્થળોએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ), રેપિડ એકશન ફોર્સ, રાયોટ કંટ્રોલ પોલીસને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. તે સિવાય બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેકશન સ્કવોડ (બીડીડીએસ)ને પણ તૈયાર રહેવા જણાવાયું છે. જેથી ક્યાંય અજાણી વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પગલાં લઈ શકાય.
તે સિવાય તમામ રેલવે સ્ટેશનો પર પણ ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં પ્રવેશવાના તથા બહાર જવાના તમામ પોઈન્ટ પર વાહનોની સઘન ચકાસણી શરૃ કરી દેવામાં આવી છે. ઉપરાંત શહેરમાં નાકાબંધી શરૃ કરી દેવામાં આવી છે અને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
શહેરમાં કુર્લા, માલવણી, વાંદરા, ડોંગરી, જોગેશ્વરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધુ બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરાંત પોલીસે અગમચેતીનાં ભાગરૃપે કેટલાય અસામાજિક તત્વોને તાબામાં લીધા છે.
૨૬ નવેમ્બર ૨૦૦૮નાં રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો, શહીદ થયેલા પોલીસો તથા અધિકારીઓએ શ્રધ્ધાંજલી આપવા મુંબઈ પોલીસે સ્મૃતિદાનનું આયોજન કર્યું છે.
મરીનલાઈન્સ સ્થિત પોલીસ જીમખાનામાં સવારે ૮ વાગ્યે શહીદ થયેલા પોલીસ અને પોલીસ અધિકારીઓનાં સ્મૃતિ ચિહ્નો પર પુષ્પાંજલી અર્પણ કરીને તેમને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં શહીદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનાં કુટુંબીજનો, ઉપરાંત મહારાષ્ટ્રનાં રાજ્યપાલ કે. શંકરનારાયણ, મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણ, ભારતનાં ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે, રાજ્યનાં ગૃહમંત્રી આર.આર. પાટિલ, ગૃહરાજ્યમંત્રી સતેજ પાટિલ તથા અન્ય મંત્રીઓ હાજર રહેશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved