Last Update : 26-November-2012, Monday

 

વડાપ્રધાન પદ માટે અડવાણી ભાજપના યોગ્ય નેતા
સીબીઆઇના વડાની નિમણૂક અંગે જેઠમલાણી સાથે સહમત ઃ શત્રુઘ્ન

લોકપાલ બિલ પસાર ન થાય ત્યાં સુધી સીબીઆઇના વડાનું પદ ખાલી રખાય નહીં

(પીટીઆઇ) પટણા, તા. ૨૫
ભાજપા પ્રમુખ નિતિન ગડકરીના રાજીનામાની પક્ષના વરિષ્ઠ નેતાઓ યશવંત સિંહા અને રામ જેઠમલાણીની માગણીને ટેકો આપ્યા બાદ શત્રુઘ્ન સિંહાએ આજે સીબીઆઇના વડાની નિમણૂકના મુદ્દે પણ જેઠમલાણીને ટેકો આપ્યો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા સિંહાએ જણાવ્યું હતું કે વકિલમાંથી રાજકારણી બનેલા જેઠમલાણી સામે શિસ્તભંગના પગલા ભરવાનું કોઇ કારણ નથી. આ આખો ઘટના ક્રમ ભાજપમાં ક્યાંકને ક્યાંક ગડકરી સામે વધતો અસંતોષ રજૂ કરે છે. જેઠમલાણી, સિંહા અને શત્રુઘ્નની ત્રિપુટીએ રીતસરનો ગડકરી, જેટલી અને સુષમા સામે ખુલ્લેઆમ મોરચો માંડી દીધો છે.
પટણા સાહિબથી લોકસભાના સાંસદ બનેલા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે સીબીઆઇના વડા તરીકે રણજિત સિંહાની નિમણૂક તદ્દન યોગ્ય અને પારદર્શી રીતે થઇ છે. આ મુદ્દે ઊભો કરાયેલો વિવાદ પાયાવિહોણો છે. સિંહાએ કહ્યું હતું કે સીબીઆઇના નવા વડાની નિમણૂક સર્વોચ્ચ અદાલતે નિમેલી સમિતિની ભલામણોના આધારે થઇ છે અને સીવીસીએ તેના પર મંજૂરીની મહોર પણ મારી છે.
લોકપાલ બિલ પસાર થવાનું બાકી હોવાથી સીબીઆઇના વડાની નિમણૂકનો સંસદમાં વિરોધ પક્ષના નેતાઓ સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ ભારે વિરોધ કર્યો છે. આ વિરોધના સંદર્ભે શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે લોકપાલ બિલનું ભાવિ અધ્ધરતાલ છે ત્યારે સીબીઆઇ જેવી મહત્વની સંસ્થાના વડાનું પદ આ બિલ પસાર ન થાય ત્યાં સુધી ખાલી રાખી શકાય નહીં. દેશની પ્રજાએ રાજ્યસભામાં લોકપાલ બિલનું ભાવી જોયું છે. આ બિલને પસાર થતું અટકાવવા રાજદના સભ્યોએ તેને સંસદમાં જ ફાડી નાખ્યું હતું.
બીજી બાજુ પક્ષની નેતાગીરી સામે બળવો કરવા બદલ જેઠમલાણી સામે તોળાતા પગલાની તલવાર અંગે શત્રુઘ્ને જણાવ્યું હતું કે જેઠમલાણી સામે આવા પગલાનું કોઇ કારણ નથી છતાં અંતે તો પક્ષનો વિશેષાધિકાર છે. ગડકરી અને સિંહા અંગેના મંતવ્યોથી પક્ષ નારાજ થઇ શકે છે તેવું યાદ કરાવતા શત્રુઘ્નએ જણાવ્યું હતું કે ''હું પુખ્ત છું અને પક્ષમાં ઘણો વરિષ્ઠ થઇ ગયો છું. મેં ક્યારેય પક્ષની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. હંમેશા પક્ષ અને દેશના હિતમાં હું સત્ય જ બોલ્યો છું.'' વડાપ્રધાન પદ માટે ઉમેદવારની ભાજપની પસંદગી અંગે પૂછાતા તેમણે જણાવ્યું હતું કે એલ કે અડવાણી, યશવંત સિંહા, રામ જેઠમલાણી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ છે. પરંતુ આ પદ માટે સૌથી વધુ યોગ્યતા અડવાણી પાસે છે. વડાપ્રધાન પદ માટે નીતિશ કુમાર બંધ બેસતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved