Last Update : 26-November-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય

 

* ગૃહખાતાની એક સમિતિએ સૂચન કર્યું છે કે ૨૫મી ડિસેમ્બરથી શરૃ થતી ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી જોવા માટે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને તેઓ રિટર્ન ટિકીટ રજૂ કરે તો જ વિઝા આપવા. વોન્ટેડ ત્રાસવાદી સાજિદ મીર ૨૦૦૭ની સિરીઝ વખતે ક્રિકેટ પ્રેમીના સ્વાંગમાં ભારત આવ્યો હતો તેથી લશ્કર-એ-તોઈબાના આતંકવાદી ડેવિડ હેડલીએ આપેલી જુબાનીના આધારે સાવચેતીના પગલે આ નિર્ણય લેવાય એવી શક્યતા છે.
* કસ્તુરબા ગાંધીની મૃત્યુતિથિ ઉજવવા પાછળ છેલ્લાં બે વર્ષમાં ૮૩ લાખ રૃપિયાનો ખર્ચ થયો છે જે મહાત્મા ગાંધીના જન્મ અને નિર્વાણદિન પાછળ થતા કુલ ખર્ચ કરતા ૬૦ ટકા જેટલો વધારે છે. એક આરટીઆઈના જવાબમાં ગાંધી સ્મૃતિ એન્ડ દર્શન સમિતિએ જાહેર કરેલા આંકડા મુજબ ગાંધી જયંતિ અને ગાંધી નિર્વાણ દિનની ઉજવણી પાછળ છેલ્લા બે વર્ષમાં ૫૧.૮૬ લાખ રૃપિયાનો ખર્ચ થયો છે.
* દુનિયાનું સૌથી સસ્તુ ટેબ્લેટ 'આકાશ' બનાવનારી કંપની ડેટાવિન્ડનું કહેવું છે કે કમ્પ્યૂટરનું પ્રોગ્રામિંગ અને એસેમ્બિલીંગ ભારતમાં જ કરવામાં આવ્યું છે. જોકે ટેબ્લેટના મધરબોર્ડ તેમજ બીજા અમુક પાર્ટસ ચીનથી મંગાવાયા હોવાનો કંપનીએ ખુલાસો કર્યો છે.
* મુંબઈ હુમલાના કાવતરા ખોર ડેવિડ હેડલીએ તાજેતરમાં જ અવસાન પામેલા શિવસેના અધ્યક્ષ બાલ ઠાકરેને 'સિટીંગ ડક' તરીકે વર્ણવતા કહ્યું હતું કે તેમના નિવાસ સ્થાન 'માતોશ્રી' ખાતેની સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે કે હિંસક લોકોનું એક નાનકડું ટોળુ પણ ેને આસાનીથી ભેદીને બાલ ઠાકરે ઉપર હુમલો કરી શકે. ૨૬/૧૧ના મુંબઈ હુમલા અગાઉ મુંબઈના અનેક સ્થળોની રેકી કરનાર હેડલી એક ચાહક તરીકે 'માતોશ્રી'માં પણ ગયેલો!
* તાજેતરમાં થયેલ એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાચીન 'યોગનિદ્રા' શ્રેષ્ઠ છે. 'યોગનિદ્રા' એ બીજું કશું નહીં પરંતુ પ્રચલિત 'શવાસન' જ છે. આ આસનમાં શવાસનની મુદ્રામાં જમીન ઉપર સૂઈને અમુક શ્લોકોના ઉચ્ચારણ કરવાના હોય છે.

આંતરરાષ્ટ્રીય

 

* ભારતની જેમ થાઈલેન્ડ સરકારના માથે પણ ભ્રષ્ટાચારના મામલે પસ્તાળ પડી રહી છે. થાઈલેન્ડના વિરોધપક્ષો વડાપ્રધાન યિંગલુક શિનાવાત્રાની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે અને એ મુદ્દે ત્રણ દિવસ ચર્ચા થયા બાદ બુધવારે મતદાન કરશે. યિંગલુક ઉપર આક્ષેપ છે કે તેઓ તેમના ભાગેડુ ભાઈ અને ભૂતપૂર્વ પ્રિમિયર થાકસિન શિનાવાત્રાના ઈશારે સરકાર ચલાવે છે.
* ઈજિપ્તના પ્રમુખ મોહમ્મદ મોરસીએ પોતાને સર્વસત્તાધીશ જાહેર કરતા બહાર પાડેલા ફરમાન સામે દેશમાં વિરોધ પ્રબળ બની રહ્યો છે. ઈજિપ્તના ખ્યાતનામ લોકશાહીના સમર્થક મોહમ્મદ અલબરદાઈએ ચેતવણી ઉચ્ચારી છે કે મોરસી તેમનું ફરમાન પાછું નહીં લે તો આ દેશમાં અંધાધૂંધી વ્યાપી જશે.
* બ્રિટનના શાહી પરિવારના નબીરા પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટનની ટોપલેસ તસવીરો પ્રસિદ્ધ કરવા બદલ દૈનિક આઈરિશ ડેઈલી સ્ટારના તંત્રી માઈકલ ઓ'કેનએ રાજીનામું આપવું પડયું છે. કેટની આ ટોપલેસ તસવીરો સૌપ્રથમ વખત પ્રગટ કરનાર ફ્રેન્ચ મેગેઝિન ક્લોઝર સામે શાહી પરિવારે કેસ માંડયો છે.
* ગાઝા પટ્ટી ખાતે ઈઝરાયેલ અને શાસક હમાસ જૂથ વચ્ચે ચાલેલા આઠ દિવસના સંઘર્ષ બાદ યુદ્ધવિરામ જાહેર થતા ગાઝા શહેરનાં હજારો બાળકોએ ફરીથી શાળાએ જવાનું શરૃ કર્યું છે. ગાઝા ખાતે યુ.એન. દ્વારા ચલાવાતી ૨૪૫ શાળાઓમાં પહેલા દિવસે બાળકો યુદ્ધની વાતો કરતા જોવા મળ્યા હતાં.
* વૂ યજૂન નામની મહિલાએ ચીનની સૌથી શ્રીમંત મહિલાનો ખિતાબ છૂટાછેડા લીધા બાદ ગુમાવી દીધો છે. લોંગફોર પ્રોપર્ટીઝની ચેરમેન વૂએ છૂટાછેડા બાદ કંપનીના ૩૦ ટકા શેર તેના ભૂતપૂર્વ પતિના નામે કરી દેવા પડયા છે. આ સાથે વૂની સંપત્તિ ૭.૩ અબજ ડોલરથી ઘટીને ૪.૨ અબજ ડોલર થઈ ગઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved