Last Update : 26-November-2012, Monday

 

ગડકરી સામે ખુલ્લો વિરોધ કરતાં જેઠમલાણી ભાજપમાંથી સસ્પેન્ડ

તાકાત હોય તો ભાજપ પગલાં લે તેવા જેઠમલાણીના પ્રત્યાઘાત સામે ભાજપનો નિર્ણય ઃ યશવંતસિંહા, શત્રુઘ્ન નિશાન પર

નવી દિલ્હી, તા. ૨૫
સીબીઆઈના વડાની નિમણૂકનો વિરોધ કરનારા ભાજપની સામે પડેલા તેના જ સાંસદ રામ જેઠમલાણીને અંતે આજે પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે જણાવ્યું હતું કે તેના સાંસદ જેઠમલાણીનું નિવેદન કોંગ્રેસની તરફેણમાં હતું અને સીબીઆઈના નવા વડાની નિમણૂક અંગે જેઠમલાણીએ લખેલા પત્રને પણ ભાજપે શિસ્તભંગ રૃપે ગણાવ્યો છે. જેઠમલાણીએ ભાજપના પ્રમુખ નીતીન ગડકરીના રાજીનામાની માગણી કરીને શરૃ કરેલો બળવો આજે ભાજપે તેમને પક્ષમાંથી બરતરફ કરીને ડામવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉ જેઠમલાણીએ સીબીઆઈના વડાની નિમણૂકને મુદ્દે પોતાના નિવેદન બદલ પોતાની સામે પગલાં ભરવાનો પક્ષને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે સીબીઆઈના વડાની નિમણૂક મુદ્દે ભાજપે કરેલી ટીકા અંગે પોતે વ્યક્ત કરેલા મંતવ્ય બદલ પક્ષમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરી બતાવે. ગઈકાલે ભાજપે જેઠમલાણી સામે શિસ્તભંગના પગલાના સંકેતો આપ્યા હતાં.
ભાજપના પ્રવકતા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે પક્ષના ૮૬ વર્ષીય સાંસદ જેઠમલાણીની ટિપ્પણીને ગંભીરતાથી લઈને પક્ષ પ્રમુખ નિતિન ગડકરીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. જેઠમલાણીના નિવેદનને ભાજપ કોંગ્રેસ તરફી ગણે છે. ભાજપે આ મુદ્દે ચર્ચા માટે આવતીકાલે ૪-૩૦ વાગે સંસદીય પક્ષની બેઠક બોલાવી છે. જેમાં જેઠમલાણી ઉપરાંત યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહા સહિતના બળવાખોરો સામેના પગલા અંગે નિર્ણય લેવાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે હાથવેંતમાં છે ત્યારે ભાજપમાં ઉભા થયેલા મતભેદો અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આજે વિવાદને આગળ ધપાવતા જેઠમલાણીએ પોતાના પક્ષ સામે જ ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં જેઠમલાણીએ જણાવ્યું હતું કે ''મારી સામે કોઈ પણ પગલું ભરાશે તો હું તેનું સ્વાગત કરીશ. પરંતુ મારી સામે પગલાં ભરવાની પક્ષમાં કોઈ પાસે સૂઝ હોય તેવું મને ઔલાગતું નથી.''
રાજ્યસભાના સાંસદ જેઠમલાણીએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં ઘણી નાની વ્યક્તિ છે અને તેઓ પક્ષ માટે બોલી શકે નહીં. પક્ષ શું પગલાં ભરશે તેની ધારણા કરી શકાય નહીં પણ પક્ષ તેમને સત્ય બોલતા અટકાવી શકશે નહીં.
જેઠમલાણીએ ઉમેર્યું હતું કે, ''મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે અને ત્રણથી ચાર વ્યક્તિએ મને ટેકો આપ્યો તેનો મને આનંદ છે. આવા જ મંતવ્યો ધરાવતા લોકોની સંખ્યા પક્ષમાં વધારે હોવાની મને ખાતરી છે પણ આ લોકો પાસે સત્ય જાહેરમાં બોલવાની તાકાત નથી.''
ઉલ્લેખનીય છે કે ગડકરીનું રાજીનામું માગીને ભાજપને ક્ષોભમાં મુકનારા જેઠમલાણીએ સીબીઆઈના વડાની નિમણૂકનો વિરોધ કરી રહેલા અરુણ જેટલી અને સુષમા સ્વરાજની સામે પડીને ફરીથી હોબાળો મચાવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved