Last Update : 26-November-2012, Monday

 

માલિકી છે તે દાવો કરતા નથી, દાવો કરે છે તે માલિક નથી!
૨૪ કિલો વિવાદી સોનુ પોલીસે 'બેન્ક લોકર'માં મૂકવું પડયું

સોનુ મગાવનારે વિમો ઉતરાવ્યો છે અને ટ્રાન્સપોર્ટરને વકીલનો ખર્ચ કરવો નથીઃ છેવટે, ૭.૬૮ કરોડના સોનાની પોલીસ હરાજી કરી શકે

અમદાવાદ, રવિવાર
એવી જૂનવાણી કહેવત છે કે, 'રસ્તા ઉપરથી મળેલું સોનુ જેને સદે તેને જ સદે, નહીં તો પરેશાન થઈ જવાય.' આવો અહેસાસ પચ્ચીસ કિલો સોનુ મળ્યાં પછી ૨૪ કિલો સોનુ પરત કરનાર ૯ આરોપીઓ કરી ચૂક્યા છે. પણ, ખરી પરેશાન તો પોલીસ થઈ ગઈ છે. વિવાદી બની ગયેલું ૨૪ કિલો સોનુ પરત મેળવવા માટે જેની માલિકી છે તે મુળ બ્રિટનની બેન્કની મુંબઈ સ્થિત બ્રાંચ દાવો કરતી નથી અને જે દાવો કરે છે તે માલિક નથી! આ સંજોગોમાં ૭.૬૮ કરોડનું ૨૪ કિલો કોનું તેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સોનુ ખરેખર કોને સોંપી શકાય તે મુદ્દો અદાલતી કાર્યવાહીમાં લાંબો સમય ચાલે તેવી સંભાવના જોતાં પોલીસે છેવટે 'કિંમતી મુદ્દામાલ' બેન્કના લોકરમાં મુકી દીધો છે.
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગત તા. ૩ ઓક્ટોબરની રાતે ૨૫ કિલો સોનાના બિસ્કીટો ભરેલું એક પાર્સલ સિક્યુરીટ્રાન્સ નામની પેઢીની ટ્રાન્સપોર્ટવાનમાંથી પડી ગયું. આ સોનુ ગેરેજ સંચાલક અને તેના માણસોને મળ્યું. વાત પ્રસરી ચૂકી હતી અને અખબારોમાં અહેવાલ આવતાં સામેથી પોલીસને જાણ કરી સોનુ પરત કરાયું હતું. સ્થિતિ એ સર્જાઈ કે, પોલીસને પાર્સલ અપાયું ત્યારે તેમાંથી પચ્ચીસને બદલે ૨૪ બિસ્કીટ નીકળ્યાં. મતલબ, એક કિલો સોનુ ઓછું હતું.
૭.૬૮ કરોડનું સોનુ પાછું મળ્યું પણ ૩૨ લાખની કિંમતના એક કિલો સોનાનો હજુ સુધી પતો લાગ્યો નથી. પોલીસે એક કિલો સોનુ ચોરાયાની આશંકાથી નવ આરોપીની ધરપકડ કરી તમામના રિમાન્ડ મેળવ્યાં પણ સોનું પાછું મળ્યું નથી.
ચર્ચાસ્પદ અને અભૂતપુર્વ કિસ્સામાં સૌથી કફોડી સ્થિતિ પોલીસની થઈ છે. એક કિલો સોનુ પરત મળ્યું નથી અને પાછું મળ્યું તે ૨૪ કિલો સોનુ કોને પરત કરવું તે નક્કી થઈ શકતું નથી. સ્થિતિ એવી છે કે, પ્રતિકિલોમીટર ૧૭ રૃપિયાના દરે અમદાવાદથી મુંબઈ સોનુ પહોંચાડનાર સિક્યુરીટ્રાન્સ કંપની સોનુ પરત મેળવવા વકીલની મોંઘાદાટ ફી ખર્ચવાના મૂડમાં નથી. સોનુ જેની માલિકીનું છે તે મુળ બ્રિટનની અને મુંબઈમાં ઓફીસ ધરાવતી નોવા સ્કોટીયા બેન્કના સૂત્રો પોલીસને કહી ચૂક્યા છે કે, અમારે તો વીમો છે. જે લોજીસ્ટીક કંપની પાસેથી સોનુ મગાવ્યું તેણે સોનુ મેળવીને અમને પરત કરવું પડે. ત્રીજી તરફ, એક કિલો સોનુ ન મળવાથી આરોપી બનેલા યુવકોના તરફથી સોનુ રસ્તા ઉપરથી મળ્યું હોવાથી ૨૪ કિલો સોનુ પરત સોંપવા નો-ઓબ્જેક્શન સર્ટીફિકેટ આપવાનો માર્ગ સરળ બનાવાતો નથી.
અવઢવભરી સ્થિતિમાં ૭.૬૮ કરોડનું સોનુ પોલીસ સ્ટેશનમાં સાચવવું શક્ય ન હોવાથી અંતે આ સોનુ બેન્ક ઓફ ઈન્ડીયાની ભદ્ર કચેરીમાં નારણપુરા પોલીસના સેઈફ લોકરમાં શનિવારે મુકાયું છે. લોકરને પોલીસે વધારાનું સીલ પણ લગાવ્યું હોવાનું નારણપુરાના પી.આઈ. એન.ડી. સોલંકીએ જણાવ્યું હતું. જ્યારે, ઝોન-૧ ડીસીપી નિરજ બડગૂજરે કહ્યું કે, 'સોનાના ૨૪ બિસ્કીટ ઉપર નોવા સ્કોટીયા બેન્કના માર્ક છે અને પૂરાવા જોતાં તેની માલિકી જણાય છે.
પણ. સોનુ જેની માલિકીનું છે તે દાવો કરતાં નથી અને જે દાવો કરે છે તેમનું સોનુ નથી. કાયદાનુસાર, રસ્તા ઉપરથી મળેલી વસ્તુ પરત કરવી જોઈએ. પણ, કાયદાકીય આંટીઘૂંટીના અભૂતપુર્વ કિસ્સામાં સોનુ કોને સોંપવું તેનો આદેશ અદાલત કરે તે અગાઉ ૭.૬૮ કરોડનો કિંમતી મુદ્દામાલ બેન્કના લોકરમાં મુકાયો છે.' ઉલ્લેખનિય છે કે, ૨૪ કિલો સોનુ કોને સોંપવું તે અંગેની વિશેષ સુનાવણી સોમવાર, તા. ૨૬ના રોજ થનાર છે.

પોલીસના બેન્ક ખાતામાં મુદ્દામાલના રૃા. ૧૪ લાખ!
* નારણપુરા પોલીસના બેન્ક ખાતામાં રૃા. ૧૪ લાખની રકમ જમા છે. વાત માન્યામાં ન આવે પણ સત્ય છે. વર્ષ ૨૦૦૫-૦૬થી બેન્ક ઓફ ઈન્ડિયામાં ખોલાયેલા ખાતામાં પોલીસે ચોરી, જુગાર કે અન્ય ગૂનાની અદાલતમાં જમા નહીં થયેલી રોકડ રકમનો મુદ્દામાલ જમા કરાવ્યો છે. આ બેન્ક ખાતાનું સંચાલન નારણપુરાના પોલીસ ઈન્સ્પેક્ટર અને રાઈટર હેડ દ્વારા કરવામાં આવે છે. અધિકારી કે કર્મચારીની બદલી થાય પણ આ હોદ્દા ઉપર રહેલા વ્યક્તિની જવાબદારી ખાતામાં રહેલા મુદ્દામાલની સલામતીની જવાબદારી રહેશે.

કિંમતી મુદ્દામાલ સાચવવા પોલીસે લોકર ખોલાવવું પડયું
* અમદાવાદ કે ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનની કિંમતી મુદ્દામાલ સાચવવા બેન્ક ખાતા કે બેન્કમાં લોકરની માગણી સંતોષવા પોલીસ અને બેન્ક વચ્ચે સમજુતિ થઈ હતી.
આ સમજુતિ અનુસાર બેન્ક ખાતામાં રહેલી રોકડ ઉપર બેન્ક વ્યાજ ન આપે અને બદલામાં લોકર ફાળવાય તેનું ભાડું બેન્ક પોલીસ પાસેથી ન વસૂલે. વર્ષ ૨૦૦૫થી ગુજરાત પોલીસમાં આ પધ્ધતિ અમલી છે પણ ભાગ્યે જ કોઈ પોલીસ સ્ટેશન આ સુવિધાનો ઉપયોગ કરે છે. અમદાવાદના ઝોન-૧ વિસ્તારના ૧૦ પોલીસ સ્ટેશનો પૈકી એકમાત્ર નારણપુરા પોલીસને હાલમાં બેન્ક ખાતા, લોકરની જરૃરીયાત જણાઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved