Last Update : 26-November-2012, Monday

 

ભાજપ ૧૧૦ સીટના ૪૯-કોંગ્રેસ ૫૦ સીટના ૩૩ પૈસા

 

- 'સટ્ટાબજારમાં ગરમી'

 

 

- આ ચૂંટણીમાં 'વર્ષ ૨૦૦૭' જેવું પરિણામ આવવાની ધારણા

 

 

અમદાવાદ, રવિવાર
આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને દાવા-પ્રતિવાદા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીત મેળવશે કે કોંગ્રેસ વળતો પ્રહાર કરશે? આ સવાલ લોકચર્ચાનું કેન્દ્ર છે. મતદારોનું મન કળી શકાતું નથી ત્યારે બૂકીબજારમાં ભાજપની ૧૧૦ સીટના ૪૯ પૈસા અને કોંગ્રેસની ૫૦ સીટના ૩૩ પૈસાનો ભાવ જાહેર કરી સટ્ટાબૂકીંગ ચાલી રહ્યું છે. બૂકીઓ કહે છે કે- બીજા તબક્કાના મતદાન માટેની ઉમેદવારી પછી સટ્ટાબૂકીંગમાં ગરમી આવશે અને ભાવ કે સીટો મળવાની ગણતરીમાં ફેરબદલની સંભાવના છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતપોતાનો પ્રચાર કરી રહ્યાં છે અને મતદારોનું મન કળી શકાતું નથી. બૂકીબજારમાં હાલમાં સેસનના ભાવ કાઢયા છે. જે મુજબ, બૂકીઓએ ભાજપને ૧૧૫થી ૧૧૭ બેઠકો અને કોંગ્રેસને ૫૬થી ૫૮ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરી ભાવ કાઢયા છે. જ્યારે, ત્રીજા પરિબળ તરીકે ઉપસેલી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને છ બેઠકો મળી શકે છે પણ આઠ બેઠકો નહીં જ મળે તેવી ધારણા બૂકીબજાર વ્યક્ત કરે છે. ભાજપને ૧૦૦ બેઠકના માત્ર ૧૫ પૈસા અને કોંગ્રેસને ૫૦ બેઠકના માત્ર ૩૩ પૈસા ભાવ જાહેર થયા છે. પણ, ભાજપને ૧૨૦ બેઠકના ૧.૨૦ રૃપિયા અને કોંગ્રેસને ૬૦ બેઠકના ૧.૩૦ પૈસા ભાવ જાહેર કરાયા છે.
હાલમાં ચૂંટણીનો સટ્ટો રમાવાનું પ્રમાણ ખૂબ ઓછું છે. બૂકી બજારમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, હાલ ક્રિકેટ વિશ્વની ૧૨માંથી ૮ ક્રિકેટ ટીમોની મેચો ચાલતી હોવાથી બૂકીઓ, પંટરો અને ખેલીઓ તેના સટ્ટામાં વ્યસ્ત છે. પણ, બીજા તબક્કાના ડીસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ક્રિકેટના બદલે ચૂંટણી સટ્ટો ગરમી પકડશે. ગુજરાત ચૂંટણી ઉપર ૧૫૦૦થી ૨૦૦૦ કરોડનો સટ્ટો રમાવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.

મહેસાણા, ભાવનગર-ગ્રામ્ય બેઠક ઉપર ભારે રસાકસી
* આવનારાં દિવસોમાં રસાકસીવાળી સીટો અને નિશ્ચિત ઉમેદવારો ઉપર મોટો સટ્ટો રમાવાની સંભાવના બૂકીબજારના સૂત્રો વ્યક્ત કરે છે. પ્રથમ તબક્કાની ભાવનગર ગ્રામ્યની શક્તિસિંહ ગોહીલ વિરૃધ્ધ પરસોત્તમ સોલંકી વચ્ચે કસોકસનો જંગ ગણી ૯૫-૯૫ પૈસા ભાવ જાહેર કરાયો છે. જ્યારે, બીજા તબક્કાની મહેસાણા બેઠક માટે પણ આ જ ભાવ જાહેર કરાયો છે. આ બેઠક ઉપર કોંગ્રેસના નટુ પિતાંબર અને ભાજપના નીતિન પટેલ ચૂંટણી લડે તેવી સંભાવના છે.

અપેક્ષિત ઉમેદવારો જાહેર થતાં યથાવત સ્થિતિ રહી
* હાલમાં બૂકીબજારે કોંગ્રેસ, ભાજપ માટે ખોલેલા ભાવ આ મુજબ છે. એક રૃપિયાના સટ્ટા સામે ચૂકવાતી રકમ લખેલી છે.
ભાજપઃ
૧૦૦ બેઠક ૧૫થી૧૮ પૈસા
૧૧૦ બેઠક ૪૯-૫૪ પૈસા
૧૨૦ બેઠક ૧૮૦-૨૩૦ પૈસા
૧૨૫ બેઠક ૩૨૫-૪૨૫ પૈસા
કોંગ્રેસઃ
૫૦ બેઠક ૩૩-૩૮ પૈસા
૬૦ બેઠક ૧૩૦-૧૭૦ પૈસા
૬૫ બેઠક ૩૨૫-૩૭૫ પૈસા
પરિવર્તન પાર્ટીઃ છ બેઠક જીતે, આઠ નહીં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved