Last Update : 26-November-2012, Monday

 

સરકારે દૂધના ઉત્પાદનો પરનો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લીધો

પશુપાલન ખર્ચાળ બનવાથી ખેડૂતોને વધારે ભાવ મળે તે માટે લેવાયેલો નિર્ણય

અમદાવાદ, શનિવાર
કેન્દ્ર સરકારે દૂધની બનાવટો અને કેટલીક ડેરી પ્રોડક્ટની નિકાસ પર મૂકેલો પ્રતિબંધ ઉઠાવી દીધો છે. ડેરીઓમાંથયેલો માલ ભરાવો ઘટાડવા અને ખેડૂતોને સારૃ વળતર મળી રહે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દૂધ, ક્રીમ, ખાંડ મિશ્રિત દૂધના ઉત્પાદનો ઉપરાંત જેમાં આખા દૂધનો ઉપયોગ થતો હોય તેવી આઇટમોની નિકાસ પરનો પ્રતિબંદ ઉઠાવી લેતું નોટિફિકેસન ડીજીએફટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સ્કીમ્ડ મિલ્ક અને દૂધના પાવડરની નીતિ યથાવત રહેશે. ફુગાવાના જથ્થાબંધ ભાવાંક દૂધ ૩.૨૪ ટકા ભારાંક ધરાવે છે. સાત મહીનાની અંદર દૂધના ભાવમાં દસ ટકાનો વધાો થયો છે. ઓક્ટોબર સુધીના ત્રણ માસ દરમિયાન ફુધમાં છ ટકા મોંધવારી વધી છે. તેમ છતાં સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
ગયા મહીને સરકારે ફેબુ્રઆરી મહીનામાં દૂધની બનાવટો પર પ્રતિબંધ લાદી દીધો હતો.ધરઆંગણે દૂધના ભાવ વધતા અટકાવવા માટે નિકાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા ૧૫ વર્ષમાં દૂધી માગમાં ૩૨ લાખ ટનનો વધારો થયો છે તે સંજોગોમાં ભારતે દર વર્ષે પાંચ મિલિયન ટન દૂધનું ઉત્પાદન વધારવાની જરૃર છે. જોકે સ્કીમ મિલ્ક પ્રોડક્ટ પરનો નિકાસ પ્રતિબંધ એપ્રિલમાં ઉઠાવી લેવામાં આવ્યો હતો.
હાલ દેશમાં ૧,૧૨,૦૦૦ ટન દૂધના પાવડરનો સ્ટોક છે. સપ્ટેમ્બરમાં સરેરાશ રોજની ૩૦,૦૦૦ લીટર દૂધની આવક થઇ છ અને સામે વપરાશ ૨૬,૦૦૦ લીટરનો છે. આના કારણે ડેરીઓમાં દૂધની બનાવટોનો માલ ભરાવો થયો છે. આથી સરકારે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ૨૦૧૧-૧૨માં દેશમાં ૧૨૭૦ લાખ ટન દૂધનું ઉત્પાદન થયું હતું. ૨૦૦૯-૧૦માં દેશમાંથી રૃ. ૫૦૦ કરોડના દૂધના પાવડર અન ઉત્પાદનોની નિકાસ થઇ હતી. જાપાન અને યુરોપ ભારતના મહત્ત્વના બજારો છે.
દેશનો ડેરી ઉદ્યોગ ૧૦ ટકાના દરે વધે છે, ૨૦૧૫ સુધીમાં આ ઉદ્યોગનું કદ રૃ. ૫,૦૦૦ કરોડે આંબવાની ધારણા છે. દૂધનું ૪૦ ટકા ઉત્પાદન માખણ, ઘી, ચીઝ, દહીં, પનીર, આઇસક્રીમ જેવી બનાવટોમાં જાય છે. આ ઉદ્યોગ પર લગભગ આઠ કરોડ ગ્રામીણ કુટુંબો નભે છે. ઉદોયગના આગેવાનોનું કહેવું છે કે, ગૌચરો ઘટી જવાને કારણે અને પશુદાણ મોંઘા થવાને કારણે ખર્ચાઓ વધી રહ્યાં છે અને પશુપાલન મોંઘુ બની ગયું છે, ઉપરાંત કોલ્ડ સ્ટોરેજની પણ પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવે આ ઉદ્યોગ તકલીફોનો સામનો કરી રહ્યો છે. સ્કીમ મિલ્ક પાવડરની નિકાસબંધીના કારણે પણ ભાવવધારાનો ઉકેલ આવી શકે એમ નથી. કારણ કે ખર્ચા જ ખુબ વધી ગયા હોઇ ભાવ વધે છે. આથી નિકાસબંધીથી આ પ્રશ્નોનો ઉકેલ આવી શકે એમ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved