Last Update : 26-November-2012, Monday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર તા. ૨૧ નવેમ્બરથી મંગળવાર તા. ૨૭ નવેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ ફળકથન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ Five of wands - ફાઇવ ઓફ વોન્ડસ પાંચ વ્યક્તિઓને એક હાથમાં તલવાર પકડીને દર્શાવવામાં આવેલા છે તે ચિત્ર વર્તમાન સમય દરમ્યાન તમે કોઈ મુશ્કેલીમાં થઈ પસાર થઈ રહ્યા હોવાનું સૂચવી જાય છે. પરંતુ ટૂંક સમયમાં તેનો યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. જીવનસાથીનો સહકાર કૌટુંબિક કાર્યોમાં મેળવી શકશો. તા. ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Ten of coins - ટેન ઓફ કોઇન્સ રમણીય પર્વતીય ટેકરીઓ પાસે પસાર થઈ રહેલા ઘેટાઓની પાછળની ભૂમિકામાં દસ સિક્કાઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા સ્વપ્રયત્નો દ્વારા થઈ રહેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. વડીલ વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. નાણાંકીય બાબતો અંગે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ Four of coins - ફોર ઓફ કોઇન્સ વ્યક્તિનુ બે હાથ અને પગ પાસે મૂકવામાં આવેલા સિક્કાઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી સુખ-શાંતિમાં વધારો થઈ શકવાનું અને આકસ્મિક ધનલાભ થવાનું સૂચવી જાય છે. તમારા મિત્રોનો સહકાર મેળવી શકશો. સંતાનોનો સહકાર પ્રાપ્ત થઈ શકશે તા. ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ Death - ડેથ હાડપિંજરવાળી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમને આરોગ્ય અંગે કાળજી રાખવા સૂચવી જાય છે. તમારા વ્યક્તિત્વમાં નવા ફેરફારો જોવા મળશે. નવા કાર્યોની શરુઆત થશે ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. તા. ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Two of cups - ટુ ઓફ કપ્સ કલાત્મક ગોળાકાર ટેબલ પર મૂકવામાં આવેલી બે પ્યાલીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા ભાગીદારી સંબંધિત પ્રશ્નો નોંધપાત્ર બનવાનું સૂચવી જાય છે. અવિવાહિત હોય તેઓને યોગ્ય જીવનસાથી અંગેની પસંદગની તક પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં કોઈ તકલીફ ઉદ્ભવી હોય તેમાં સમાધાન થઈ શકશે. તા. ૨૧, ૨૨ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Queen of wands - ક્વીન ઓફ વોન્ડસ શાહી પોષાકમાં સિંહાસન પર બેઠેલી જાજરમાન પ્રભાવશાળી રાણીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કુટુંબની વડીલ વ્યક્તિઓ સાથે મહત્ત્વની ચર્ચા વિચારણા થઈ શકશે સમય અને સંજોગોને અનુરૃપ લાભદાયક પરિસ્થિતિ ઉભી થવાના સંજોગો સર્જાશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

તુલા (ર. ત.) ઃ Princes of wands - પ્રિન્સેસ ઓફ વોન્ડસ શાહી પોષાકમાં સજ્જ રાજકુમારીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. આરોગ્ય સુખાકારી સારી જળવાઈ રહેશે. ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે તા. ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ Six of coins - સિક્સ ઓફ કોઇન્સ ઝાડ પર બેઠેલા એક સુંદર પક્ષીની પશ્ચાદભૂમિકામાં છ સિક્કાઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાનુ સૂચવી જાય છે. તમારા માટે હાલ પ્રગતિકારક સમય ચાલી રહ્યો હોઈ વર્તમાન સમય દરમ્યાન મળતી તકનો લાભ લેવાનું ચૂકશો નહિ. તા. ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ King of swords - કિંગ ઓફ સ્વોર્ડ્સ સિંહાસન પર હાથમાં તલવાર સાથે રાજાશાહી પોશાકમાં બેઠેલા રાજાનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માટે કોર્ટ- કચેરી સંબંધિત કાર્યોમા સાવચેતી રાખવા સૂચવી જાય છે. કોઈ અન્યાયની માગણી સામે લડી રહ્યા હશો તેમાં યોગ્ય ન્યાય મેળવી શકશો. મિત્રો, સહાયક નીકળશે તા. ૨૧, ૨૨ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Seven of swords - સેવન ઓફ સ્વોર્ડસ પર્વતીય હારમાળાઓ વચ્ચે દર્શાવવામાં આવેલા તંબુની પાસે ચરી રહેલા પશુનું ચિત્ર તમને રક્ષણાત્મક પરિસ્થિતિમાં રહેવા સૂચવી જાય છે કોઈ તકલીફમાં ન મૂકાઈ જાવ તે અંગે તકેદારી રાખવી ન ગમતા સમાચાર સાંભળવા મળશે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મેળવી શકશો તા. ૨૩, ૨૪ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Megician - ધ મેજીસીયન કોફી રંગનો લાંબો કોટ પહેરી હાથમાં જાદુઈ છડી સાથે દર્શાવવામાં આવેલા જાદુગરનું ચિત્ર તમારી બૌદ્ધિક પ્રતિભાનો પરિચય આપી શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. ભવિષ્યના આયોજન અંગે તમારા જ્ઞાાન અને અનુભવોનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનશે તા. ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૭ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Moon - ધ મૂન દૂર આકાશમાં ઉગેલા ચંદ્રનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમે હાલમાં કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાનું વિચારી રહ્યા હોવાનું સૂચવી જાય છે. નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. નવા કાર્યોની શરુઆત કરી શકશો ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે તા. ૨૩, ૨૪ શુભ.
- ઇન્દ્રમંત્રી

 

વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ઃ ગ્રહોની દ્રષ્ટિએ શેરબજાર વિશે

 

તાજેતરમાં અનેક વિવાદો વચ્ચે રીપબ્લિકન પક્ષના મિટ રોમ્નીને પરાજય આપી બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ તરીકે બીજીવાર ચૂંટાઈ આવ્યા છે. બરાક ઓબામાના જન્મકુંડળીનું અવલોકન કરતા ૧૨ સપ્ટેમ્બરના આ જ કોલમમાં જણાવ્યું હતું કે, તેઓ પુનઃ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવવા ઉપરાંત આગામી સમય તેઓને યશ અપાવનાર પુરવાર થશે. રીપબ્લિકન પાર્ટીના રોમની કુંડળીમાં ગ્રહોનું ભ્રમણ તેઓના માટે પ્રતિકૂળ/ અશુભ ફળદાયક પુરવાર થશે.
વિક્રમ સંવત ૨૦૬૯ દરમ્યાન ગોચર ગ્રહોની પરિસ્થિતિનું અવલોકન કરતા જ્યોતિષની દ્રષ્ટિએ શેરબજાર વિશે સામાન્ય ફળાદેશ જોતા જણાવી શકાય કે ડિસેમ્બર ૨૦૧૨ દરમ્યાન બેતરફી વધઘટે સામાન્ય સુધારો જોવા મળશે. જાન્યુઆરી ૨૦૧૩ તોફાની બનશે. ઉછાળાની પરિસ્થિતિ નિર્માણ થશે અને આ માસ દરમિયાન આવતા સુધારાનો લાભ લઈ લેવો હિતાવહ જણાવી શકાય. ફેબુ્રઆરી તથા માર્ચ માસ દરમિયાન શેરબજારમાં સ્થિરતા રહેશે અને સુધારા દરમિયાન નરમાઈની પરિસ્થિતિ ઉદ્ભવશે જેથી ખૂબ જ સાવચેતીપૂર્વક કામકાજ કરવું લાભદાયક બનશે. એપ્રિલ માસ ખૂબ જ નોંધપાત્ર બનશે. જેમાં સુધારાને અવકાશ રહેલો છે. મે માસ દરમ્યાન બેતરફી વધઘટ જોવા મળશે. જુન- જુલાઈ માસ દરમિયાન સુધારાની પરિસ્થિતિ નિર્માણ થશે તેમજ શેરબજારમાં નવા ફેરફારો જોવા મળે. સુધારો આવશે પરંતુ ટકી શકશે નહિ જેથી તેનો લાભ લઈ લેવો લાભકર્તા બનશે. ઓગસ્ટ માસ તોફાની પુરવાર થશે જેમાં ઉછાળાની પરિસ્થિતિ નિર્માણ થશે. સપ્ટેમ્બર માસ દરમિયાન બે તરફી વધઘટે સાધારણ સુધારો જોવા મળશે. ઓક્ટોબર નવેમ્બર માસ ખૂબ જ તોફાની બનશે. સુધારો આવશે પરંતુ ખૂબ જ સાવચેતી રાખવી હિતાવહ જણાવી શકાય. ઉછાળાની પરિસ્થિતિ દરમિયાન સુધારાની પરિસ્થિતિનો લાભ લઈ લેવો ફાયદાકારક રહેશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved