Last Update : 26-November-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૧૧-૨૦૧૨, સોમવાર
કારતક સુદ તેરસ-વૈકુંઠ ચર્તુદશી
મોરબી-સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
બજારોમાં વધઘટ ?


દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.


અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૦ મિ. (સૂ) ૭ ક. ૪૫ મિ. (મું) ૭ ક. ૪૧ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અશ્વિની સવારના ૮ ક. ૦૮ મિ. સુધી પગ ભરણી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય - વૃશ્ચિક મંગળ - ધન, બુધ - તુલા, ગુરૂ - વૃષભ
શુક્ર - તુલા શનિ - તુલા રાહુ - વૃશ્ચિક કેતુ - વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન - કુંભ પ્લુટો - ધન
ચંદ્ર - મેષ
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સ. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણયાન હેમંત ૠતુ ...... રા.દિ. મા / ૫
માસ-તિથિ-વાર ઃ- કારતક સુદ તેરસને સોમવાર.
- આજે વૈકુંઠ ચર્તુદર્શી વ્રત, ઉપવાસ, પૂજા.
- બુધ માર્ગી રાત્રે ૨૮-૧૮ થી બજારોમાં વધઘટ !
- મોરબી, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ.
- ૧૩ દિવસમાં ઘાસ, લાકડાના ભાવ વધે ?
- કપૂર, ચંદન, રેશળ, મીઠામાં મંદી ?
- ઘી, સાકર, અળસી, ઔષધ-દવાઓના ભાવ વધે ?
- ઠંડી, માવઠું, કોઈ સ્થળે વરસાદ ? પશુ, પક્ષીઓને પીડા ?
- ચોખા, તેલ, ઘી, અડદની ભાવ વધે?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની વધઘટમાં, વેપાર ધંધો સાવચેતીપૂર્વક કરવો પડે. શેરોની લે-વેચમાં જોખમ કરવું નહીં. નોકરીમાં ગુસ્સો કરવો નહીં.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે ચંિતા રહે. સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની કાર્યવાહી, પોલીસ કાર્યવાહીમાં ચંિતા-ખર્ચ-ઉચાટ રહે.

 

મિથુન ઃ બજારોની વધઘટમાં આપે અન્યની દેખાદેખીમાં જોખમ કરવું નહીં. રોજીંદા કામમાં સાનુકુળતા રહે. ધંધો-આવક થાય.

 

કર્ક ઃ જવાબદારીવાળી કામમાં ઉપરી અધિકારી, સરકારી અધિકારીને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. ધંધામાં કામ ઉકેલાય.

 

સિઁહ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય, કોઈને મળવાનું થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. અન્યનો સહકાર મળી રહે.

 

કન્યા ઃ માનસિક વ્યગ્રતા, અશાંતિ, અનિદ્રા વિચારોના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી તબિયત સાચવવી.

 

તુલા ઃ આપના રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. વધારાનું કામ ઉકેલાય. ધંધાના સંબંધો તાજા થાય.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, કરારી ધંધામાં આપને સાનુકુળતા રહે. વધારાનો ધંધો આવક થાય.

 

ધન ઃ બજારોની વધઘટમાં, શેરોની કામગીરીમાં આપે વિચારપૂર્વક નિર્ણય કરવો. પુત્ર-પૌત્રાદિકને સીઝનલ બિમારીની ચંિતા રહે.

 

મકર ઃ નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચંિતા રહે, ખર્ચ થાય. મકાન-જમીન-ટ્રાવેલ્સના ધંધામાં જોખમ કરવું નહીં.

 

કુંભ ઃ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામ અંગે આપે ઘ્યાન આપવું પડે. યાત્રા-પ્રવાસના કામકાજમાં માણસોથી ચંિતા રૂકાવટ રહે.

 

મીન ઃ કુટુંબ-પરિવારના, નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો-આવક થાય. પરદેશના-બહારગામના કામની ચંિતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૧૧-૨૦૧૨, સોમવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ ભાગ્યોદય પ્રગતિનું રહે. છેલ્લા કેટલાક સમયથી તમે જે રૂકાવટ સંઘર્ષ તકલીફો અનુભવતા હોવ તેમાં ધીમે ધીમે મુક્ત થતા જાવ. શારિરીક-માનસિક સ્વસ્થતામાં સુધારો થાય. તમારી આવક-સુખ સંપત્તિમાં વધારો થાય.

 

- જન્મવર્ષના પ્રારંભે ત્રીસ દિવસ આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવા પડે. સીઝનલ બિમારી, આકસ્મિક બિમારી બંધન પીડા-ખર્ચ રખાવે.

 

- કૌટુંબિક વિવાદ, બિમારી, નાણાંની-મીલ્કતની ચંિતા- વિખવાદના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં પરંતુ ઉતાવળ-ઉશ્કેરાટ ગુસ્સો કર્યા વગર કરેલ કામ-નિર્ણય તમને લાભ-ફાયદો કરી જાય.

 

- નોકરી-ધંધામાં નવીન કાર્યરચના-ફેરફારી થાય. તમારા કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવાર-પિયરપક્ષથી સાનુકુળતા રહે. અવિવાહિતને વિવાહ લગ્ન નક્કી થાય.

 

- વિદ્યાર્થીઓને ભણવામાં પ્રગતિ-સફળતાથી આનંદ રહે.

 

સુપ્રભાતમ્

- જે શાસકના મંત્રીઓ ઘુતારા, બીકણ અથવા બાળકબુદ્ધિ હોય તે તેનાં કાર્યોના મહાસાગરમાં જાણે અનીતિના પવનોમાં સપડાઈને વિનાશ પામે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગને પોતાના મિત્ર મગન પાસે એક દિવસ માંગણી કરી, ‘મને પાંચસો રૂપિયા ઉધાર આપજે તો!’
‘હું કદી કોઈને ઉધાર નથી આપતો.’ મગને કહ્યું.
‘ભલે, કંઈ વાંધો નહીં.’ છગન બોલ્યો, ‘તો ઉધાર નહીં, એમને એમ આપ... ભેટ આપી છે એમ ગણજે.’

[Top]
 

આજ ની રેસીપી

મીઠી-નમકીન વરાયટી

બ્રાઉન રાઈસ

 

સામગ્રી ઃ એક કપ બાસમતી ચોખા, બે ચમચા ચોખ્ખુ ઘી, ૨૦-૨૫ બદામના દાણા, બે ચમચા સોયા સોસ, એક ચમચી મીઠું, બે એલચા અને પાંચ-છ લવંિગ.

 

સજાવવા માટે ઃ બદામના દાણાને પાણીમાં પલાળી રાખો. કડાઈમાં ચોખ્ખુ ઘી ગરમ મૂકો. હવે એમાં એલચા, મીઠું, લવંિગ વગેરે નાખી ઉપર ચોખા પણ નાખો. થોડી વાર શેકીને હવે એમાં સોસ નાખો. બરાબર મિક્સ કરીને બે વાટકી પાણી નાખી તેજ આંચ કરીને ઢાંકી રાખો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો અને બીજી ૧૦ મિનિટ પછી ગેસ તદ્દન બંધ કરી દો. બદામના દાણાથી સજાવીને ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved