Last Update : 25-November-2012, Sunday

 

ભાજપમાં ગડકરી સામે વધતો અસંતોષ
ગડકરીના રાજીનામા અંગે શત્રુઘ્નનો પણ જેઠમલાણી અને સિંહાને ટેકો

પક્ષના વડા પ્રમાણિક હોવાની સાથે-સાથે તેવા ગણાવા પણ જોઈએ ઃ શત્રુઘ્ન સિંહ

(પી.ટી.આઈ.) પટણા, તા. ૨૪
ભાજપના નેતા અને ફિલ્મ કલાકા શત્રુઘ્ન સિંહાએ પણ પક્ષના વડા નિતીન ગડકરી સામે વિરોધનો સૂર છેડયો છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ સૈધ્ધાંતિક રીતે પક્ષના સાથીઓ રામ જેઠમલાણી અને યશવંત સિંહાની સાથે સંમત છે.
શત્રુઘ્ન સિંહા બિહારની પટણા સાહિબ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયેલા છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યશવંત સિંહા અને રામ જેઠમલાણીએ, પક્ષ પ્રમુખ પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોનો મુદ્દો ઘણો ગંભીર છે. અને તેને ગંભીરતાથી લેવો જરૃરી પણ છે.
રામ જેઠમલાણીએ ગડકરીના રાજીનામાની માંગણી કરતા જણાવ્યું હતું કે પક્ષના અન્ય સભ્યો પણ તેમની સાથે છે અને પક્ષ પ્રમુખ ગડકરીને ભ્રષ્ટાચારના આક્ષેપો સંદર્ભે પક્ષના વડાનું પદ છોડી દેવું જોઈએ તેમ માને છે.
શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે તેઓ અને ગડકરી સારા મિત્રો છે. પણ પક્ષમાં જવાબદારીપૂર્ણ પદ ધરાવનાર વ્યકિત પ્રમાણિક હોય તે પૂરતુ નથી (લોકો) તેને પ્રમાણિક માનતા હોય તે પણ જરૃરી છે.
ગડકરીના રાજીનામાની માંગમાં તાજેતરમાં ઉછાળો આવ્યો છે. અગાઉ યશવંત સિંહાએ તેમના રાજીનામાની માંગ કરી હતી. તે પછી રામ જેઠમલાણી અને તેમના પુત્ર મહેશે પણ, ગડકરીએ તત્કાલ પદત્યાગ કરવો જોઈએ તેવી માંગ કરી હતી. પૂર્તિ સ્યુગર એન્ડ પાવર ગૃપ દ્વારા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો છે. આ કંપની સાથે ગડકરી સંકળાયેલા છે. આ સંદર્ભે તપાસ ચાલુ છે.
યશવંત સિંહા અને રામ જેઠમલાણીની પ્રશંસા કરતા શત્રુઘ્નએ જણાવ્યું હતું કે તે બંને જણા ખુબ શિક્ષિત અને સક્ષમ વ્યકિતઓ છે. અને દેશના વડાપ્રધાન બનવા જેટલી લાયકાત ધરાવે છે. પણ ભાજપના વર્તમાન નેતાઓમાં અડવાણી વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય વ્યકિત છે.
સી.બી.આઈ.ના વડા તરીકે રણજીત સિંહાની નિમણુંક મુદ્દે પણ તેઓ યશવંત સિંહા અને જેઠમલાણી સાથે સંમત થયા હતા. શત્રુઘ્નએ ઉમેર્યું હતું કે સીબીઆઈના વડાની નિમણુંક વ્યાજબી રીતે જ થયેલી છે. તેઓ સૌથી વરિષ્ઠ આઇ.પી.એસ. અધિકારી છે અને સીબીઆઈના વડાનું પદ સંભાળવાની ક્ષમતા ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સી.બી.આઈ.ના વડા નિમાયેલા રણજીત સિંહા બિહાર કેડરના આઇ.પી.એસ. અધિકારી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved