Last Update : 25-November-2012, Sunday

 

અણ્ણા સાથે છેડો ફાડનાર
કેજરીવાલે 'આમ આદમી પાર્ટી' નામનો રાજકીય પક્ષ રચ્યો

સત્તાવાર જાહેરાત ૨૬મીએઃ હવે સંસદમાં આમ આદમી બેસશેઃ કેજરીવાલ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનેલાં અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીનું નામ 'આમ આદમી પાર્ટી' રાખીને આ અંગે સેવાતી અટકળોનો અંત લાવી દીધો છે. પોતાના સ્થાપક સભ્યોની બેઠકમાં પક્ષ માટેનું બંધારણ પણ સ્વીકારવામાં આવ્યું હતું.
૩૦૦ જેટલા સ્થાપક સભ્યોની બેઠક અહીં કોન્સ્ટિટયુશન ક્લબ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કેજરીવાલે પાર્ટીના નામની દરખાસ્ત કરી હતી. જેનો અન્ય સભ્યોએ સ્વીકાર કર્યો હતો તેમ સુત્રોએ જણાવ્યું હતું.
બેઠકમાં પાર્ટીના બંધારણને પણ સ્વીકારીને તેને આગળ વધારવાની વાત કરાઇ હતી. મયંક ગાંધીએ તેની દરખાસ્ત કરી હતી. અણ્ણા હઝારે સાથે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળની શરૃઆત કરનાર અરવિંદ કેજરીવાલે હવે રાજકીય પક્ષ રચીને તેમની મહત્વાકાંક્ષા પૂરી કરી લીધી છે. જોકે રાજકીય પક્ષના વિરોધી એવા અણ્ણાએ પાર્ટી છોડી દીધી છે.
ઓગસ્ટના ઉપવાસ દરમિયાન હઝારે અને કેજરીવાલે એમ કહીને ઉપવાસ તોડયો હતો કે તેઓ કોંગ્રેસ અને ભાજપ સામે લડી શકે તેવો રાજકીય વિકલ્પ આપવાની દિશામાં કામ કરશે. પરંતુ એ પછી ૧૯ સપ્ટેમ્બરે હઝારે અને કેજરીવાલે પાર્ટી રચવાની બાબતમાં અલગ થવાની જાહેરાત કરી હતી.
બીજી ઓક્ટોબરે કેજરીવાલે પક્ષ રચવાની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે ૧૯૪૯માં જે દિવસે બંધારણ સ્વીકારવામાં આવ્યું તે દિવસે જ તેની સત્તાવાર જાહેરાત કરી હતી. બેઠક પહેલાં કેજરીવાલે જણાવ્યું હતું કે સામાન્ય, મહિલા, બાળકો તેમની પાર્ટી રચી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે'તેઓ રાજકારણી નથી. તેઓ રાજકારણીઓથી ધરાઇ ગયા છે. ભ્રષ્ટાચાર અને ભાવ વધારા જેવા મુદાથી ધરાઇ ગયા હોય તેવા લોકો તેઓ છે.'એેેટલે જ સામાન્ય માણસે તેમને પડકારવાનો વિકલ્પ લીધો છે. હવે સંસદમાં સામાન્ય માણસ બેસશે. પાર્ટીનું વિઝન સ્વરાજ છે અને તેથી લોકોને રાજ મળવું જોઇએ.
ચારથી પાંચ મહિનામાં તેઓ મુસદો તૈયાર કરશે. દેશભરમાં આ અંગે ચર્ચાઓ થશે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પાર્ટીએ ક્યાં મુદા પહેલાં ધ્યાનમાં લેવાના છે તે દિશામાં તેઓ પહેલાં ચર્ચા કરશે.

કોંગ્રેસે કેજરીવાલના પક્ષનું નામ 'આમ આદમી' સામે વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે તેમના પક્ષનું નામ 'આમ આદમી' રાખતાં ભડકો થયો છે. કોંગ્રેસે કહ્યું છે કે આમ આદમી તેનું સૂત્ર છે અને તેથી તેનો ઉપયોગ થઇ શકે નહિ.
૧૮૮૫થી 'આમ આદમી' શબ્દ કોંગ્રેસ માટે પર્યાય બની ગયો છે. કોઇને પણ કોંગ્રેસ અને 'આમ આદમી' વચ્ચેના અજોડ સંબંધને તોડી શકે નહિ તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું હતું.
જોકે તેનો જવાબ આપતાં કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસનો હાથ ક્યારેય પણ આમ આદમી સાથે રહ્યો નથી. ટ્વિટ્ટર પર તેમણે હિંદીમાં લખ્યું હતું કે 'કોંગ્રેસ કા હાથ કભી ભી આમ આદમી કે સાથ નહી થા. લેકિન અબ કોંગ્રેસ યે ઝૂઠ કહેના ભી બંદ કર દેગી.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved