Last Update : 25-November-2012, Sunday

 

હરદીપ ચઢ્ઢા પર નામધારીએ ગોળી ચલાવી હોવાનો પોલીસનો દાવો

ઉત્તરાખંડ લઘુમતી પંચના પૂર્વ અધ્યક્ષ નામધારીને પાંચ દિવસની પોલીસ ક્સ્ટડી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
ઉત્તરાખંડ લઘુમતી પંચના બરતરફ કરાયેલા અધ્યક્ષ સુખદેવસિંહ નામધારીને દિલ્હીની એક અદાલતે પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે અદાલતને જણાવ્યું હતું કે હરદીપ ચઢ્ઢા પર નામધારીએ જ ગોળી ચલાવી હતી અને તે આ કેસનો મુખ્ય આરોપી છે.
મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સંદીપ ગર્ગે નામધારીને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે તપાસકર્તા એજન્સીઓને અપરાધમાં વાપરવામાં આવેલા શસ્ત્રો કબજે કરવા માટેની તક આપવામાં આવશે. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે આ વાતને ધ્યાનમાં રાખી આરોપીને ૨૮ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન પોલીસે આરોપ મૂક્યો હતો કે ૧૭ નવેમ્બરે દક્ષિણ દિલ્હીમાં છતરપુર ફાર્મ હાઉસમાં પોન્ટી ચઢ્ઢાના ભાઇ હરદીપ ચઢ્ઢા પર નામધારીએ ગોળી ચલાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે નામધારીએ પણ સ્વીકાર કર્યો છે કે જ્યારે હરદીપે તેની સામે બંદૂક કરી તો તેણે હરદીપ પર ગોળી ચલાવી હતી.
અદાલતની બહાર નામધારીને પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસ અંગે હું વધારે વાત કરવા માંગતો નથી. હું ફક્ત એટલુ જ કહેવા માંગુ છું કે આ એક અકસ્માત હતો. આ કેસમાં મે જ એફઆઇઆર દાખલ કરી છે. મે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. તેણે વધુમાં જણાવ્યુ હતું કે એ વાત ખોટી છે કે મે હરદીપ પર ગોળી ચલાવી હતી. આ એક તપાસની બાબત છે.
નામધારી વિરુદ્ધ ઉત્તરાખંડમાં ૧૪ કેસો નોંધાયેલા છે. આઇજી રમણસિંહ મીનાએ જણાવ્યું હતું કે માઇનિંગ બિઝનેસમાં પોતાનો ઇજારો કાયમ રાખવા માટે હત્યાથી લઇને પોતાના પ્રતિસ્પર્ધીને ધમકી આપવાના કેસો નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે ૧૭ નવેમ્બરે બંને ભાઇઓની હત્યા થયા પછી નામધારીએ એફઆઇઆર નોંધાવી હતી. જો કે એફઆઇઆર નોંધાવ્યા પછી નામધારી અઠવાડિયા સુધી ગાયબ થઇ ગયો હતો. અંતે પોલીસે શુક્રવારે ઉત્તરાખંડમાંથી નામધારીની ઘરપકડ કરી હતી. દિલ્હી પોલીસે અત્યાર સુધી આ કેસમાં સાત લોેકોની ધરપકડ કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved