Last Update : 25-November-2012, Sunday

 

લો કરો વાત, એક ટાબરિયો મેન્ડેટ લઈ ગયો !
કેશુભાઈ પટેલ સામે કોંગ્રેસ ઉમેદવાર ન મૂકી શકી

વિસાવદરની બેઠકના કોંગ્રેસી ઉમેદવાર રતિલાલ માંગરોલિયાનો મેન્ડેટની ચીલઝડપ કે ગોઠવણી ઃ આગોતરી ગોઠવણ કે ખરેખરી ચીલઝડપ

અમદાવાદ, તા.૨૪
વિસાવદરની બેઠક ઉપરથી ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક-પ્રમુખ કેશુભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખવો કે નહીં તે અંગે અસમંજસની સ્થિતિ હતી.આખરે નક્કી થયું કે ઉમેદવાર નહીં મુકાય તો જી.પી.પી. કોંગ્રેસનું ગઠબંધન જાહેર થશે. જેથી છેલ્લી ઘડીએ મુકાયેલાઉમેદવાર ફોર્મ ભરવા ગયા અને જિલ્લા પ્રમુખ મેન્ડેટ લઈને આવ્યા. દરમિયાન એક નાના ટાબરીયાએ ઓચિંતી સમડીની માફક ઝડપ મારીને મેન્ડેટ લઈને ભાગી ગયું. આ ઘટના જૂનાગઢ જિલ્લામાં જ નહીં, સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક ટાબરિયું ગુજરાતના સમીકરણો બદલવા માટે કાફી છે. મોટા માથા ન કરી શકે એ એક નાનુ છોકરૃં કરી શકે છે.
ડૉ. કનુભાઈ કલસરીયા અને કેશુભાઈ પટેલ સામે ઉમેદવાર ઊભા રાખવા કે કેમ તે અંગે કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ અને દિલ્હી કક્ષાએ વ્યાપક ચર્ચા-મંથન થયા હતા. કેશુભાઈ જીતવા જોઈએ એ વાત સાથે સંમત કોંગ્રેસના નેતાઓ કેશુભાઈ અને તેમના પક્ષ સાથે જરૃરી દૂરી પણ રાખવા માંગે છે.
આખરે નિર્ણય થયો કે કોંગ્રેસે કેશુભાઈ અને કનુભાઈ બંને સામે ઉમેદવારો ઊભા રાખવા.
કોંગ્રેસ પ્રમુખ યાદીમાં ગત ચૂંટણીમાં જે ઉમેદવાર હતા એ હર્ષદ રીબડીયાનું નામ નક્કી થયું હતું. તેમણે ફોર્મ ભરવાની તૈયારી પણ કરી હતી પરંતુ રીબડીયા જરા સ્ટ્રોંગ ઉમેદવાર છે. આ અંગે જી.પી.પી. દ્વારા પણ મોં બગાડવામાં આવ્યં હોવાનું કહેવાય છે. જેથી નબળા ઉમેદવાર તરીકે છેલ્લી ઘડીએ આજે બપોરે ૧૨ વાગે રતીલાલ માંગરોળીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. બધી જ પ્રોસીઝર કરીને માંગરોળીયાએ બપોરે ૨ વાગે ફોર્મ ભરી દીધું. પક્ષનો મેન્ડેટ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લીલાભાઈ ખુંટી લઈને બપોરે ૨-૪૫ વાગે પ્રાંત અધિકારીની કચેરીએ રજૂ થાય તે પહેલા ટોળામાંથી એક નાનો છોકરો ઘૂસી જઈ ખૂટીના હાથમાં રહેલું મેન્ડેટનું કવર ઝૂંટવી ભાગી ગયો. તેમની પાછળ કાર્યકરો ગયા પણ છોકરો છૂમંતર થઈ ગયો.
નાના છોકરાને કઈ વ્યક્તિ પાસેથી ક્યું કવર લઈને ક્યાં જવું તેની પુરતી તાલીમ મળી હોવી જોઈએ.
આખરે કોંગ્રેસે પ્રદેશ કાર્યાલયમાંથી ફેક્સ દ્વારા બીજુ મેન્ડેટ મંગાવ્યું જે સમય પુરો થયા પછી બપોરે ૩-૧૦ કલાકે પહોંચ્યો. કાયદા મુજબ ૩ વાગ્યા પછી એક મિનિટે રજૂ થયેલું મેન્ડેટ પણ માન્ય નથી હોતું. ઉપરાંત મેન્ડેટનો ફેક્સ ચાલે નહીં.
આમ કોંગ્રેસ પક્ષને કેશુભાઈ સામે ઉમેદવાર ન મૂકવા પાછળનું સરસ મજાનું કારણ મળી ગયું છે. ભલે થોડું ખરાબ દેખાશે પરંતુ ઘીના ઠામમાં ઘી પડયું કહેવાય.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved