Last Update : 25-November-2012, Sunday

 

CBIના વડાની નિમણૂક મદ્દે ભાજપનો વિરોધ ખોટો છે ઃ જેઠમલાણી

પક્ષ દ્વારા નિમણૂકની ટીકા તથ્યોને અવગણીને થતી હોવાનો દાવો ઃ રામ જેઠમલાણી વિરુદ્ધ પગલાંની ભાજપની વિચારણા

(પી.ટી.આઈ) નવી દિલ્હી, તા. ૨૪
ભાજપે સી.બી.આઈ.ના વડાની નિમણુંકનો વિરોધ કર્યો છે. જ્યારે ભાજપના જ રાજ્ય સભાના સાંસદ રામ જેઠમલાણીએ ભાજપના આ વિરોધ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા તેનો વિરોધ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પગલું તેમના સૌથી 'અણગમતા' વિરોધી દ્વારા ભરવામાં આવ્યું લાગે છે. તેમણે સરકારના નિર્ણયની પણ પ્રસંશા કરી હતી અને આ નિર્ણયથી સી.બી.આઈ. અંગેના રાષ્ટ્રીય પરીપેક્ષ્યમાં પરીવર્તન આવ્યું છે. તેમ ઉમેર્યું હતું. જેઠમલાણીના આ વિરોધથી ભાજપ ફરી ક્ષોભમાં મુકાયો છે. જેના પગલે ભાજપે રામ જેઠમલાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતાં.
જેઠમલાણીએ જણાવ્યું હતું કે મને એ જાણીને આંચકો લાગ્યો છે કે સી.બી.આઈ.ના વડા તરીકે રણજીત સિંહાની નિમણુંક થઈ તેનો ભાજપ વિરોધ કરે છે. તેમણે આ પ્રકારનો પત્ર પક્ષના વડા નિતીન ગડકરીને લખ્યો છે. તેની નકલ વડાપ્રધાનની અને મીડિયાને આપ્યાનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મને એ બાબતનું દુઃખ છે કે આ મામલા સંદર્ભે સંકળાયેલી બાબતોનો પુરતો અભ્યાસ કર્યા વિના આ વિરોધ કરવામાં આવે છે. આ પ્રકારનું પ્રોત્સાહન કદાચ એ વ્યક્તિએ આપ્યું લાગે છે જેમણે ગઈકાલે કેટ સમક્ષ પોતે રજુ કરેલી અરજી પાછી ખેંચી લીધી. આ નિમણુંકના અનુસંધાને તેમણે અરજી પાછી ખેંચી જણાય છે.
અરૃણ જેટલી તેમજ સુષ્મા સ્વરાજ બન્ને ગૃહોમાં વિપક્ષી વડા છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે જ્યારે રાજ્ય સભાની 'પસંદગી સમિતીએ' આવી નિમણૂંક સર્વાનુમતે કરવાની ભલામણ કરી હોય ત્યારે સી.બી.આઈ.ના વડાની નિમણુંક કરવી ન જોઈએ. જોકે સરકારે આ બાબતનો વિરોધ કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે સમિતીએ આ પ્રકારની ભલામણ લોકપાલ સંદર્ભે કરેલી છે. જ્યારે જેઠમલાણીએ ઉમેર્યું હતું કે મારી જાણકારી અનુસારની વિગતો મેં પક્ષને મોકલી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી પુરી વિગત ન જાણે ત્યાં સુધી સિંહા વિરોધી ટીપ્પણી કરવાથી અળગા રહે.
દરમિયાન સીબીઆઇના નવા ડિરેક્ટરની નિમણૂક અંગે ભાજપનાં વલણની વિરુદ્ધ જનારા અને પક્ષ પ્રમુખ નિતિન ગડકરીનાં રાજીનામાની માંગ કરનારા રામ જેઠમલાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાના ભાજપે આજે સંકેત આપ્યા હતાં. ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને જણાવ્યું હતું કે જેઠમલાણી ભાજપ પ્રમુખની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે અને હવે તેમણે સીબીઆઇના નવા ડિરેક્ટરની નિમણૂકનો વિરોધ કરનારા સુષ્મા સ્વરાજ અને અરૃણ જેટલીની ટીકા કરી છે. અમે જેઠમલાણીના નિવેદનોને સંપૂર્ણપણે ફગાવીએ છીએ. તેમના નિવેદનોની પક્ષે ગંભીર નોંધ લીધી છે અને યોગ્ય સમયે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved