Last Update : 24-November-2012, Saturday

 

પોન્ટીની હત્યાના વખતે હાજર રહેલાં
યુએમસીના પૂર્વ ચેરમેન નામધારીની તેમના નિવાસસ્થળેથી ધરપકડ

ફાર્મ હાઉસમાં બિનઅધિકૃતરીતે પ્રવેશ્યાનો આરોપઃ હું સહકાર આપવા તત્પરઃ નામધારી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
બહુચર્ચિત પોન્ટી ચઢ્ઢા હત્યા કેસ સાથે સંકળાયેલાં ઉત્તરાખંડ માઇનોરિટીઝ કમીશનના હાંકી કાઢવામાં આવેલાં ચેરમેન સુખદેવ સિંહ નામધારીની દિલ્હી પોલીસે પૂછપરછ માટે ઉત્તરાખંડમાં તેમના ઘરેથી ધરપકડ કરી છે. નવી દિલ્હીના છતરપુર ફાર્મ હાઉસ ખાતે ચઢ્ઢાની હત્યા થઇ તે દિવસે નામધારી તેમની સાથે જ હતા.
આ અંગેની માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમીશનર છાયા શર્માએ જણાવ્યું હતું કે ઉધમસિંહનગર જિલ્લામાં બાજપુરના તેમના નિવાસસ્થળેથી નામધારીને ઉઠાવીને દિલ્હીમાં લાવવામાં આવી રહ્યા છે. એક બાતમીના આધારે અમે પોલીસને મોકલીને તેની ધરપકડ કરી છે. ફાર્મહાઉસમાં વગર પરવાનગીએ ઘુસવાનો આરોપ તેમના પર મુકવામાં આવ્યો છે.પોલીસથી સંપર્કવિહોણાં થઇ જતાં આ પગલું ભરવામાં આવ્યું છે.
મિલ્કતોના વિવાદમાં ગત સપ્તાહે સામસામે ગોળીબાર થતાં પોન્ટી અને તેના ભાઇ માર્યા ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે નામધારી સ્થળ પર હાજર હતા. આ ગોળીબારીની ઘટનામાં નામધારી પણ એક શકમંદ છે કે કેમ તેવા સવાલના જવાબમાં એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 'હાલના તબક્કે બધા શકમંદ છે. અમે કોઇને કોઇ પ્રકારની ક્લીન ચિટ આપવા જઇ રહ્યા નથી.'
પોલીસને પ્રાથમિક નિવેદન આપ્યા બાદ નામધારી અચાનક ગુમ થઇ ગયા હતા અને પોલીસથી સંપર્ક તોડી નાખ્યો હતો. જોકે ઘટના પછી પોતે અચાનક ગુમ થઇ જવાનો નામધારીએ ઇન્કાર કર્યો હતો. 'મેં જ ઘટના અંગેની એફઆઇઆર નોંધાવી હતી અને પોલીસને તપાસમાં કાયમ સહકાર આપવાની મારી તૈયારી છે' તેમ તેમણે કહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved