Last Update : 24-November-2012, Saturday

 

ભારતે ચીન સામે નારાજગી વ્યકત કરી
ચીને અરુણાચલ અને અકસાઇ ચીનને પોતાના ભાગો ગણાવતા હોબાળો

પ્રતિક્રિયા રૃપે ભારતે બન્ને વિસ્તારોનો પોતાના તાબામાં દર્શાવતો નકશો રજૂ કર્યો

(પીટીઆઈ) નવી દિલ્હી/બેઈજિંગ, તા. ૨૩
ભારતના અભિન્ન ભાગો અરૃણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને પોતાના તાબા હેઠળના વિસ્તારો તરીકે દર્શાવતા નકશા બહાર પાડયાના ચીનના પગલા સામે ભારતે નારાજગી વ્યક્ત કરી છે. અને તેના ઈ-પાસપોર્ટમાં આ નકશા રજૂ કર્યા છે. દરમિયાન બેઈજીંગ ખાતેના ભારતીય દૂતાવાસે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા અરૃણાચલ અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવતા નકશાવાળા વિઝા ચીની નાગરિકો આપ્યા છે.
વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે ચીનનું આ પગલું ભારતને માન્ય નથી. બીજી બાજુ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મુદ્દાનું નિરાકરણ યોગ્ય સ્તરે અને યોગ્ય રીતે થવું જોઈએ. બિનજરૃરી અડચણો ટાળવા માટે આમ કરવું જરૃરી છે.
ભારત અને ચીન વચ્ચેનું સરહદના વિવાદનું વર્ષો જુનુ ભુત ફરીથી ધુણ્યું છે. બૈઇજીંગ હવે તેના નાગરિકોને અરુણાચલ પ્રદેશ અને અકસાઇ ચીનને પોતાના ભાગો તરીકે રજૂ કરતા નકશાવાળા પાસપોર્ટ આપવા માંડયું હોવાનું સપાટી પર આવ્યું છે. ભારતે આ મુદ્દે હજુ ચીન સાથે રાજદ્વારી સ્તરે ઉઠાવ્યો નથી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનના આ વિવાદાસ્પદ નકશામાં દક્ષિણ ચીન અને સમુદ્ર પણે તેની સરહદમાં દર્શાવાયો છે. આ મુદ્દે પણ દિલ્હી અને બૈઇજીંગ વચ્ચે કડવાશ ઉભી થઇ છે.
રાષ્ટ્રીય સલામતી સલાહકાર શિવશંકર મેનન સરહદને લગતી વાટાઘાટો માટે ચીનની મુલાકાતે જવાના છે તેના એક સપ્તાહ પહેલા બંને દેશ વચ્ચે સરહદને લગતો વિવાદ ફરીથી ઊભો થયો છે.
સરહદના વિવાદે ભારત અને ચીનના સંબંધોમાં અત્યાર સુધી ઘણી કડવાશ પ્રસરાવી છે અને બંને વચ્ચે આ મુદ્દો વર્ષોથી સળગી રહ્યો છે. ચીને અગાઉ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના નાગરિકોને વિઝા આપવાનું નકાર્યું હતું. આ બંને વિસ્તારોને ચીને તેના તાબા હેઠળના ગણાવ્યા હતા. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ચીને અલગ વિઝા આપવાનું શરૃ કર્યું હતું. ચીનનો દાવો છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નથી.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીન સમુદ્રના મુદ્દે ફિલિપાઇન્સ અને વિયેતનામે પહેલેથી જ વિરોધ નોંધાવેલો છે ત્યારે ભારત માટે પણ આ મુદ્દો માથાનો દુઃકાવો બની રહેશે. કારણ કે દરિયાના પેટાળમાં રહેલા તેલ અને ગેસ ના સંદર્ભે ભારતને વિયેતનામ સાથે સંધિ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved