Last Update : 24-November-2012, Saturday

 

બઢતીમાં એસસી, એસટીને અનામત મુદ્દે સપા-બસપાની ધાંધલ ઃ સંસદ ઠપ

વડાપ્રધાનની ડિનર ડિપ્લોમસી એળે ગઈ ભાજપ એફડીઆઈ પર મતદાન માટે મક્કમ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૩
રિટેલમાં એફડીઆઈના વિરોધના મુદ્દે વિરોધ પક્ષોની ભારે ધાંધલ ઉપરાંત બઢતીમાં એસસી અને એસટીની અનામતના મુદ્દે સપા અને બસપાએ સામસામે સૂત્રોચ્ચાર કરતા સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ પણ ધોવાઈ ગયો હતો. સંસદની કામગીરી ખોરવાઈ જવા અંગે ભાજપે આક્ષેપ કર્યો હતો કે સરકારના સહયોગી પક્ષો જ ગણતરીપૂર્વક કામગીરી ચાલવા દેતા નથી. દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહનો ભાજપના નેતાઓને ડિનર પર બોલાવીને એફડીઆઈના મુદ્દે સમજૂતી સાધવાનો પ્રયાસ પણ નિષ્ફળ નીવડયો હતો.
લોકસભામાં આજે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઈનો વિરોધ કરતા તૃણમૂલ કોંગ્રેસના સભ્યો ગૃહના મધ્યભાગમાં ધસી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસની સાથે ડાબેરીઓ સહિતના વિરોધ પક્ષો પણ જોડાયા હતાં. જોકે સપા અને બસપાએ બઢતીમાં એસસી અને એસટી ઉમેદવારોને અનામત આપવાના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પક્ષોના એફડીઆઈના વિરોધને બાજુએ હડસેલી દીધો હતો.
રાજ્યસભામાં પણ એવા જ ધાંધલ ધમાલના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ગૃહની શરૃઆત થતા જ બસપાના વડા માયાવતીએ સરકારી નોકરીઓમાં એસસી અને એસટી ઉમેદવારોને બઢતી આપવા અંગેનું બિલ પસાર કરવાની માંગણી કરી હતી. માયાવતી સાથે બસપાના અન્ય સભ્યો પણ જોડાયા હતાં. આ મુદ્દે સપાએ બસપાની માંગણીનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા જેના પરિણામે અંધાધૂંધી સર્જાતા ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી.
ભાજપ સહિતના વિરોધ પક્ષો રિટેલમાં એફડીઆઈના મુદ્દે સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે યૂપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલ સપા અને બસપા અનામતના મુદ્દે પરસ્પર બાખડીને સંસદની કાર્યવાહી ખોરવી રહ્યા છે અને એ રીતે સરકારને આડકતરી મદદ કરી રહ્યા છે એવું નિષ્ણાંતોનું માનવું છે.
અગાઉ ગુરુવારે રાતે વડાપ્રધાન મનમોહનસિંહે ભાજપના નેતાઓને પોતાના નિવાસસ્થાને ડિનર માટે આમંત્ર્યા હતાં. ડિનરમાં સંસદની કામગીરી ચાલવા દેવા અંગેની ચર્ચા પણ નિષ્ફળ રહી હતી. ભાજપે એવી માગણી કરી હતી કે એફડીઆઈના મુદ્દે સંસદમાં ચર્ચા બાદ મતદાન કરવામાં આવે પરંતુ કોંગ્રેસે ચર્ચાની તૈયારી બતાવી અને મતદાન યોજવાનો એમ કહીને ઈન્કાર કર્યો કે આ વહીવટી નિર્ણય હોવાથી સંસદની મંજૂરીની આવશ્યકતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved