Last Update : 24-November-2012, Saturday

 

૨૦૦૬ના વારાણસી વિસ્ફોટોમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા
શકમંદો સામાને કેસ પડતા મુકવા બદલ અખિલેશ સરકારની ઝાટકણી

સરકાર હવે આ શકમંદોને પદ્મભુષણ આપશે ? ઃ હાઇકોર્ટની માર્મિક ટકોર

અલ્હાબાદ, તા. ૨૨
વારાણસીમાં ૨૦૦૬ના માર્ચ મહિનામાં થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોમાં બે શકમંદો સામેના કેસ પાછા ખેંચવા બદલ અલ્હાબાદ વડી અદાલતે ઉ. પ્રદેશ સરકારની અખિલેશ યાદવ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું હતું કે સરકારના આવા પગલાથી આતંકવાદને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટોમાં ૨૫ લોકો માર્યા ગયા હતાં.
ન્યાયાધીશો આર. કે. અગ્રવાલ અને આરએસઆર મોર્યની બેંચે જણાવ્યું હતું કે સરકાર આજે બંને શકમંદો સામેના કેસ પડતા મુકી રહી છે. આવતીકાલે શું સરકાર તેમને પદ્મભૂષણ એનાયત કરવાની છે ? વલિઉલ્લાહ અને શમીમ સામેના આરોપોની સમીક્ષા કરવાની માગણીના અખિલેશ યાદવ સરકારના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજીની સુનાવણી વખતે બેંચે આવું તારણ રજુ કર્યું હતું.
રાજય સરકારે ૩૧મી ઓકટોબરના રોજ વિસ્ફોટના આરોપીઓ સામેના કેસો પડતા મુકવાની માગણી કરતું જાહેરનામુ બહાર પાડયું હતું. જો કે સરકારે હજુ તેના આ પગલા અંગે ખુલાસો આપવાનો બાકી છે. અખિલેશ યાદવે લખનઉ, ફૈઝાબાદ, ગોરખપુર, વારાણસી અને રામપુરના જીલ્લા ન્યાયાધીશોને ૨૦૦૬ના વિસ્ફોટોના શકમંદો સામે કાર્યવાહી માટે પૂરતા પુરાવા છે કે કેમ તે અંગે લેખિતમાં પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નિર્દોષોની સતામણી અટકાવવા સપાએ ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદી શકમંદો પરના આરોપોની સમીક્ષાનું વચન આપ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved