Last Update : 24-November-2012, Saturday

 

સ્વરાજ, જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો
રણજિત સિંહાની સીબીઆઇ ડિરેક્ટર તરીકે નિમણૂક ઃ ભાજપનો વિરોધ

રાજ્યસભામાં રજૂ લોકપાલ ખરડાની જોગવાઇ મુજબ ડિરેક્ટરની નિમણૂક સર્વાનુમતે કરવા અનુરોધ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
વરિષ્ઠ આઇપીએસ અધિકારી રણજીત સિંહાની બે વર્ષ માટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બિહાર કેડરના ૧૯૭૪ બેચના અધિકારી સિંહા હાલમાં ઇન્ડો- તિબેટીયન બોર્ડર પોલીસ(આઇટીબીપી)ના ડાયરેક્ટર જનરલ છે. તેઓ આ અગાઉ રેલવે પ્રોટેક્શન ફોર્સનાં અધ્યક્ષ તથા પટણા અને દિલ્હીમાં સીબીઆઇનાં વરિષ્ઠ પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇના હાલના ડિરેક્ટર એ. પી. સિંહ ૩૦ નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. રણજીત સિંહા ૧ ડિસેમ્બરથી પોતાનો હોદ્દો સ્વીકારશે. પોતાની ૩૭ વર્ષની કારકિર્દીમાં રણજીત સિંહા પટણામાં સીબીઆઇનાં ડીઆઇજી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સિંહા સીબીઆઇનાં હેડ કર્વાટરમાં જોઇન્ટ ડિરેક્ટર(એન્ટી કરપ્શન) તથા જોઇન્ટ ડિરેક્ટર(એડમિનિસ્ટ્રેશન)ના પદો પર સેવા આપી ચૂક્યા છે.
ભાજપે આ નિમણૂક અંગે સરકારનાં નિર્ણયને અયોગ્ય ગણાવી વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં નિમણૂક સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. ભાજપે જણાવ્યું હતું કે લોકપાલ પર પ્રવર સમિતિએ આવી નિમણૂક કોલેજિયમ દ્વારા કરવાનાં નિર્દેશ આપ્યા હોવાથી સરકારે આ નિર્ણય પરત લેવો જોઇએ.
લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ અને રાજયસભામાં વિપક્ષના નેતા જેટલીએ સિંહાને સીબીઆઇના આગામી ડિરેક્ટર બનાવવાના નિર્ણયને પરત લેવા માટે સંયુક્ત રીતે વડાપ્રધાનને પત્ર લખી આ નિમણૂકને સ્થગિત કરવાની માંગ કરી. આ પત્રમાં રાજ્યસભામાં રજૂ લોકપાલ ખરડાની જોગવાઇ મુજબ ડિરેક્ટરની નિમણૂક સર્વાનુમતે કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાજપના આ વિરોધ પછી સરકારે જણાવ્યું હતું કે ૧૯૭૪ની બેચના આઇપીએસ અધિકારની પસંદગી જરૃરી પ્રક્રિયાના અંતે યોગ્ય રીતે કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાનને એક નામ પસંદ કરવાની સત્તા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved