Last Update : 24-November-2012, Saturday

 

લોકપાલ ખરડાનો અહેવાલ રાજ્યસભામાં ફરી રજૂ
વડાપ્રધાનને લોકપાલના દાયરામાં સમાવી લેવાયા

સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂક વડાપ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની સમિતિ કરશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
લોકપાલ બિલ અંગેની પસંદગી સમિતિનો અહેવાલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં લોકપાલ કાયદો અમલમાં આવે તેના એક વર્ષની અંદર રાજ્યોએ ફરજિયાત લોકાયુક્તની રચના કરવાનો સમાવેશ થાય છે. જોકે તેમને તેમના સ્તરેથી કાયદો ઘડીને ઓમ્બુડ્સમેનની સ્થાપના કરવાની છૂટ રહેશે.
પસંદગી સમિતિએ તેના દ્વારા સુધારવામાં આવેલાં લોકપાલ બિલને પણ આજે રજૂ કર્યો હતો અને આ અંગે સમિતિના વડા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું હતું કે રાજ્યસભામાં આ કાયદાની ચર્ચા કરવામાં આવશે. સમિતિએ સૂચવેલાં સુધારાને સરકારે ધ્યાનમાં લેવાના રહેશે નહિ. સમિતિએ સુધારેલું બિલ જ ચર્ચામાં આવશે.
ચતુર્વેદીએ ઉમેર્યું હતું કે સંસદે પસાર કરેલો ખરડો રાજ્યો માટે અનુસરવા માટે એક 'આદર્શ ઠરાવ'બની રહેશે. હવે એ રાજ્યોને જોવાનું કે તેના મુખ્યપ્રધાનને તેઓ ઓમ્બુડ્સમેન હેઠળ આવરે છે કે કેમ?
કમિટીના સભ્ય શાંતારામ નાઇકે આ રિપોર્ટ રજૂ કર્યો હતો. ગત વર્ષે લોકસભામાં પસાર કરવામાં આવેલા આ ખરડો તેની કેટલીક જોગવાઇઓ પર વિપક્ષોના વિરોધને કારણે રાજ્યસભામાં પસાર થઇ શક્યો ન હતો. જેમાં રાજ્યોમાં ફરજિયાત લોકાયુક્તની રચનાનો પણ સમાવેશ થતો હતો. પછી મતભેદ થતાં આ બિલ પસંદગી સમિતિને મોકલવામાં આવી હતી. આમાં વડાપ્રધાનને કેટલીક શરતો સાથે બાકાત રાખવાનો સમાવેશ થાય છે. તેમાં અનામત અંગેની કોઇ જોગવાઇમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
સમિતિએ ભલામણ કરી છે કે લોકપાલ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવાની ભલામણ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદ મળતાની સાથે જ ઓમ્બુડ્સમેન જો પ્રથમદર્શી પૂરાવો હોય તો તપાસનો સીધો આદેશ આપી શકે છે.
તેમાં સીબીઆઇના વડાની એક કોલેજિયમ દ્વારા નિમણૂકની ભલામણ કરાઇ છે. સીવીસી દ્વારા જ તેમની ટ્રાંસફર કરી શકાય છે તેવી ભલામણ પણ થઇ છે.

પસંદગી સમિતિની જોગવાઇઓ
* રાજ્યોએ લોકપાલ કાયદો અમલમાં આવ્યાના વર્ષની અંદર જ લોકાયુક્તની નિમણૂક કરવાની રહેશે. તેમને પોતાની રીતે કાયદો ઘડીને ઓમ્બુડ્સમેનની નિમણૂકની છૂટ રહેશે. (અગાઉ આ જોગવાઇ સામેલ ન હતી.)
* વડાપ્રધાનને લોકપાલ હેઠળ સમાવવા. પરંતુ બાહ્ય અને આંતરિક સલામતી, પરમાણુ ઊર્જા, આંતરરાષ્ટ્રીય સંબંધો અને જાહેર આદેશ જેવા મામલામાં આમાંથી મુક્તિ રહેશે. (અગાઉ આ જોગવાઇ સામેલ ન હતી.)
* બિલ રાજ્ય સભામાં પસાર થાય પછી તે સુધારેલા સ્વરૃપની મંજૂરી માટે લોકસભામાં ફરી મોકલવામાં આવશે.
* 'અનામત' સંબંધિત જોગવાઇમાં કોઇ ફેરફાર નથી. વાસ્તવિક જોગવાઇમાં લોકપાલના ૫૦ ટકાથી ઓછા સભ્યો એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીઝ અને મહિલા નહિ રાખવાની ભલામણ હતી.
* અગાઉ સિલેક્શન કમિટીમાં રાષ્ટ્રપતિ દ્વારા નીમેલી ટોચની વ્યક્તિ રાખવાની વાત હતી. પરંતુ પેનલે વડાપ્રધાન, લોકસભાના સ્પીકર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એમ કમિટીના ચાર સભ્યોની ભલામણોના આધારે નિમણૂક કરવાની ભલામણ કરી છે.
* વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની બનેલી કોલેજિયમ દ્વારા ભલામણ કરેલી વ્યક્તિની સીબીઆઇના વડા તરીકે નીમવી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved