Last Update : 24-November-2012, Saturday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય

 

*અમેરિકામાં નાની અમથી વાતમાં ગોળીબાર કરવાની ઘટનાઓની નવાઈ નથી પરંતુ ભારતમાં પણ આવો જ એક આઘાતજનક બનાવ દિલ્હીમાં બન્યો છે. ઘર સામે પેશાબ કરવાની બાબતે એક યુવાનને ઠપકો આપતા તેણે પિસ્તોલ કાઢીને એક મહિલા અને તેની પુત્રીને ગોળી મારી દેતાં ૧૭ વર્ષની પુત્રીનું મોત થયું છે.
*પરીક્ષાઓ શરુ થતા પહેલાં બેઠક વ્યવસ્થા જોવા માટે નોટિસ બોર્ડની પાસે થતી ઘક્કામુક્કી હવે ભૂતકાળ બની જાય તો નવાઈ નહિ. દિલ્હીની દયાલસિંહ ઇવિનંગ કોલેજે બેઠક વ્યવસ્થા ઓનલાઇન રજૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી બધી કોલેજોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
*બિહારના ઘોરઘાટ નામના એક નાનકડા ગામમાં 'લાઠી મહોત્સવ' નામનો એક અનોખો ઉત્સવ ઉજવાય છે. ૧૯૩૪માં બિહારમાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ મહાત્મા ગાંધીએ મુંગેર જિલ્લાની મુલાકાત લીધી ત્યારે ગ્રામજનોએ તેમને લાઠી ભેટમાં આપી હતી. એ પ્રસંગની યાદમાં દર વર્ષે આ ત્રણ દિવસીય ઉત્સવ ઉજવાય છે.
*ઇન્કમટેક્સ ખાતાએ વર્તમાન નાણાંકીય વર્ષના એપ્રિલ- સપ્ટેમ્બર ગાળામાં રૃા. ૨૯૦ કરોડનું બેહિસાબી નાણું ઝડપી પાડયું છે. કાળા નાણાંનું દૂષણ નાથવા સરકાર ટેક્સ રિટર્ન્સની ઝીણવટભરી તપાસ તેમજ કરચોરી માટે દંડ સહિતના પગલા લઈ રહી છે.
*ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત તેજ કરવા રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પોતાના પક્ષનું નામ 'આમ આદમી પાર્ટી' રાખે તેવી સંભાવના છે. કોર કમિટીના એક સભ્યના દાવા અનુસાર કેજરીવાલના પક્ષમાં કોંગ્રેસ અને ભાજપની જેમ 'અધ્યક્ષ'નું પદ નહીં હોય અને તેના સ્થાને એક રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

 

*ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ સારકોઝીને ચૂંટણી ફંડ કૌભાંડની તપાસમાં રાહત મળી છે. સારકોઝી ઉપર ૨૦૦૭માં ફ્રાન્સની સૌથી શ્રીમંત મહિલા પાસેથી ગેરકાયદેસર પ્રચાર ભંડોળ મેળવવાનો આરોપ હતો. સારકોઝીને આ આરોપમાંથી મુક્તિ મળી છે એટલું જ નહીં પરંતુ તેમને આ તપાસના સાક્ષી પણ બનાવાયા છે.
*વિદેશ યાત્રાનો ચસકો માત્ર ભારતના રાજકારણીઓને જ છે એવું નથી. બ્રિટનના સાંસદો ઉપર વારંવાર વિદેશયાત્રાઓએ ઉપડી જવા બદલ પસ્તાળ પડી રહી છે. છેલ્લા બે વર્ષમાં સાંસદોએ વિદેશયાત્રાઓ પાછળ પંદર લાખ પાઉન્ડ (તેર કરોડ રૃપિયાથી વધારે) ફૂંકી માર્યા છે.
*ન્યૂયોર્કના વોલસ્ટ્રીટમાં કામ કરતા યુવાવર્ગ માટે દુઃખદ સમાચાર છે કે મોટા ભાગની કંપનીઓએ ફેસબુક, ટ્વિટર અને જીમેઈલ જેવી સોશિયલ સાઈટ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત સંગીત અને વિડિયો દર્શાવતી સાઈટ્સ પણ બ્લોક કરી દેવાઈ છે. સોશિયલ મિડિયાના તાંતણે લટકી રહેલા યુવાનોના 'સામાજિક સંબંધો' પડી ન ભાંગે તો સારું!
*ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીના એક અધિકારીનો સેક્સ-વિડિયો ઈન્ટરનેટ ઉપર ફરતો થતા તેની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. લેઈ ઝેંગ્ફૂ નામના આ અધિકારીએ આ વિડિયો બનાવટી હોવાનો દાવો કર્યો છે પરંતુ પક્ષની શિસ્ત સમિતિને વિડિયોની સત્યાર્થતા બાબતે ખાતરી થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
*ઓસ્ટ્રેલિયાના બેસ્ટ સેલર લેખક આર્થર બ્રીસ કોર્ટનીનું ૭૯ વર્ષની વયે પેટના કેન્સરથી અવસાન થયું છે. કોર્ટનીની ૨૧મી અને અંતિમ નવલકથા 'જેક ઓફ ડાયમન્ડ્ઝ' તાજેતરમાં જ પ્રકાશિત થઈ છે. ઉલ્લેખનીય છે કે તેમની પ્રથમ અને અંતિમ નવલકથાઓમાં આફ્રિકા ખાતેના તેમના સંઘર્ષમય દિવસોનું નિરુપણ કરવામાં આવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved