Last Update : 24-November-2012, Saturday

 

બે હજાર કરોડના આંકને વધારીને ૧.૭૬ લાખ કરોડ કરી દેવાયો
૨-જી કૌભાંડના ભ્રામક આંકડા આપવા દબાણ હતું

મને હસ્તાક્ષર કરવા દબાણ કરાયું હતું ઃ જોશીએ ઓડિટના અધિકારીઓને ઘરે બોલાવ્યા હતા ઃ કેગના પૂર્વ ડીજી આર.પી. સિંહનો આક્ષેપ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૩
૨-જી સ્પેક્ટ્રમ ફાળવણી અંગેનો અહેવાલ જેમના સીધા ચાર્જ હેઠળ તૈયાર થયો તે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)માં પૂર્વ ડિરેક્ટર જનરલે કહ્યું છે કે મેં તૈયાર કરલાં ઓડિટ રિપોર્ટમાં ખોટના કોઇ આંકડાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. રૃ. ૧.૭૬ લાખ કરોડની અંદાજિત ખોટ દર્શાવતાં ૨૦૧૦ના ઓડિટ રિપોર્ટ પર હસ્તાક્ષર કરવાની ેમને ફરજ પાડવામાં આવી હતી. મેં ખોટનો અંદાજ માત્ર રૃ. ૨,૬૪૫ કરોડ જ મુક્યો હતો. તેમણે આ કૌભાંડમાં તપાસ કરતી સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)ના વડા ભાજપના નેતા મુરલી મનોહર જોષી ૨-જી અંગેનો અહેવાલ રજૂ થયો તેના એક દિવસ પહેલા કેગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેવો દાવો કરીને આ અહેવાલ ભાજપના પ્રભાવ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હોવાનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદને આ મામલે ફરી એકવખત રાજકીય માહોલ ગરમ કરી દીધો છે અને શાસક પક્ષ કોંગ્રેસ જોમમાં આવી ગઇ છે અને તેણે ભાજપની આકરી ટીકા કરી છે જ્યારે ભાજપે કેગના પૂર્વ ડીજી આર.પી. સિંહના દાવાને ફગાવી દીધો છે. સરકારે હવે કેગની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવી દીધો છે.
સિંહે વધુ ખુલાસો કરતાં કહ્યું હતું કે સરકારને આવરી લેતા ૨-જી કૌભાંડ અંગે પીએસીનો રિપોર્ટ તૈયાર કરવા માટે તેમણે ઓડિટના અધિકારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા. ટેલિકોમ મંત્રાલયની ઓડિટ કામગીરી પૂર્ણ કર્યા બાદ મેં દરેક પાસાને આવરી લેતો ઓડિટના અહેવાલનો મુસદો તૈયાર કર્યો હતો. જોકે મારા અહેવાલમાં નુકસાનનો કોઇ આંકડો સામેલ ન હતો. તેમાં બે પ્રકારના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં પાન-ઇન્ડિયાના સ્પેક્ટ્રમ સાથે લાઇસન્સપેટે વસૂલવામાં આવેલાં રૃ. ૧,૬૫૮ કરોડના આધારે ઓછી રિકવરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 'મેં જેનો ઉલ્લેખ કર્યો છે તે અન્ય આંકડો ખોટ તરીકે નહતો. પરંતુ તે વસૂલ કરી શકાય તેવી રકમ હતી કેમ કે મને એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ કોન્ટ્રાક્ચ્યુઅલ એગ્રીમેન્ટ હેઠળ જે મળ્યું છે તેના કરતા વધુ સ્પેક્ટ્રમ ધરાવે છે.'
તેમણે જણાવ્યું હતું કે જેમની પાસે વધારાની સ્પેક્ટ્રમ છે તેમની પાસેથી રૃ. ૩૭,૦૦૦ કરોડ વસૂલ કરી શકાય છે. તેમણે આક્ષેપ મુક્યો છે કે જબરદસ્તીથી મારા હસ્તાક્ષર મેળવવા દબાણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર ૨૦૧૧માં લોકસભામાં રજૂ કરવામાં આવેલાં કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૦૮માં ૨-જી સ્પેક્ટ્રમની ફાળવણીને પગલે સરકારી તિજોરીને રૃ. ૧.૭૬ લાખ કરોડની ખોટ પહોંચી છે. જેના કારણે એકતબક્કે રાજકીય ખળભળાટ વ્યાપી ગયો હતો.
હવે સિંહના આ ખુલાસા પછી શાસક પક્ષ કોંગ્રેસને સાથી પક્ષ ભાજપ પર પ્રહાર કરવા માટે વધુ એક મુદો મળ્યો છે. આજે કોર ગૂ્રપની બેઠક પછી કોંગ્રેસના વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ભાજપ હવે 'ખુલ્લો' પડી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કેગના અંદાજિત ખોટના આંકડાનો સતત બચાવ કર્યો છે. આને કારણે ત્યારના ટેલિકોમ પ્રધાન એ.રાજાની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તમના સહિત અનેક પર ભ્રષ્ટાચારના આરોપો મુકાયા છે. હવે સિંહના દાવાને કારણે કોગ્રેસ અને ડાબેરી પક્ષોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. તેમણે ભાજપ અને કેગ પાસેથી જવાબ માગ્યો છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પત્રકારે સવાલ પૂછ્યો કે શું તેનાથી ભાજપ ખુલ્લો પડી ગયો છે તો તેનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો.

 

સિંહ સરકારનું રમકડું બની ગયા છેઃ જોશી
પોતાની સામેના આરોપોનો બચાવ કરતાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે આ માણસે પોતે જ તેનો અહેવાલ પીએસીને રજૂ કર્યો છે. તેમણે ત્યારે એમ કેમ ન કહ્યું કે તેઓ તે અહેવાલ સાથે સંમત નથી. હવે કેગની છબિ ખરડવાનો સરકાર પ્રયાસ કરી રહી છે અને આર.પી. સિંહ તેનું રમકડું બની રહ્યા છે. જો મારી સામેના આક્ષેપો સાચા પુરવાર થઈ શકે તો રાજીનામું આપવા તૈયાર છું.
જોશીએ વધુમાં કહ્યું હતું કે 'આ માણસે પોતે જ પબ્લિક એકાઉન્ટ કમિટી (પીએસી)ને તેનો અહેવાલ સુપરત કર્યો હતો. સરકાર પોતાનો ગેરવહીવટ અને કૌભાંડને છુપાવવા માટે આ પ્રયાસ કરી રહી છે.'
કોંગ્રેસ અને ભાજપનું વાકયુદ્ધ
કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને ગિરિજા વ્યાસ જોડાયાં હતાં અને તેમણે આ મામલે ખુલાસાની માગ કરી હતી. તિવારીએ કહ્યું હતું કે કેગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલે ગંભીર આક્ષેપ મુક્યો છે અને જોશીએ તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. ગિરિજા વ્યાસે કહ્યું કે સરકારની કામગીરીઓ પર દેખરેખ રાખતી સંસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો થયો છે.
આમાં ડાબેરીઓ પણ જોડાયા હતા. જોકે સામે ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે જોશીના આરોપો પાયાવિહોણા છે. તેઓ એક વર્ષ સુધી કેમ બોલ્યા ન હતા? કેગને નબળું કરવાનું આ એક કાવતરુંં છે.
કાયદા પ્રધાને સરકારી ઓડિટરની વિશ્વસનીયતા પર સવાલ ઊઠાવ્યો
કેગના પૂર્વ અધિકારીના આક્ષેપો બાદ હવે કેન્દ્રીય કાયદા પ્રધાન અશ્વિની કુમારે આજે ઓડિટરની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે અને માગણી કરી છે કે કેગના રૃ. ૧.૭૬ લાખ કરોડની જાહેરાત પાછળની હકીકત જાહેર થવી જોઇએ.
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું કે 'કેગના પૂર્વ ડિરેક્ટરે ઉઠાવેલો સવાલ ખરેખર ધ્યાનમાં લેવા જેવો છે. મેં ૨૦૧૦માં જ્યારે અહેવાલનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે ખોટનો આંકડો રૃ. ૨,૬૪૫ કરોડ હતો. પરંતુ નવેમ્બર ૨૦૧૦માં તે સંસદમાં રજૂ કરાયો ત્યારે તે આંકડો વધીને કેવીરીતે રૃ. ૧.૭૬ લાખ કરોડે પહોંચી ગયો.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ફુલ છે ભેટ આપવાની મૂંઝવણનું સોલ્યુશન
ભરાવદાર હિપ્સને સ્લીમ-ટ્રીમ દેખાડતા જીન્સ
મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોંસા
પ્રસંગોપાત નખ શણગારીને હાથને બનાવો આકર્ષક
બેક્ટેરિયાથી ભરાય છે બસો અને ટ્રેનો
 

Gujarat Samachar glamour

એકોન પ્રિયંકા ચોપરા માટે ભારત આવશે
કલ્પના લાજમી પ્રિયા રાજવંશના જીવન પર ફિલ્મ બનાવશે
ક્રિટીક્સના કારણે બોલિવૂડમાં ટકી છુંઃ સોનમ
અત્યારે તો લગ્નની તૈયારી કરી રહ્યા છીએ- વિદ્યા બાલન
બોલીવૂડને ટોચની અભિનેત્રીઓની અછત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved