Last Update : 23-November-2012, Friday

 

કસાબની ફાંસીમાં કોને લૉસ?

- મન્નુ શેખચલ્લી


કસાબને રાતોરાત મુંબઈની આર્થર રોડ જેલમાંથી પૂના લઈ જઈને ચૂપચાપ યરવડા જેલમાં ફાંસી આપી દીધી? યાર, આગળથી કોઈને કશું કહ્યું પણ નહિ?
આમાં ને આમાં, કેટલાં બધાં ગણિતો ફરી ગયાં...
* * *
ટીવી ચેનલોને ટીઆરપીમાં મોટો લૉસ થયો! નહિંતર ત્રણ દહાડા લગી આ જ ચાલતું હોત ઃ દેખિયે, યહી વો જગા હૈ જહાં કસાબ કો ફાંસી લગેગી... યહી હૈ વો જલ્લાદ જો ફાંસી દેંગે... કૈસા લગ રહા હૈ જલ્લાદજી...''
* * *
છાપાંઓનો ત્રણ દહાડાનો મસાલો વેડફાઈ ગયો! નહિતર પાને પાનાં ભરીને ચાલતું હોય ''કસાબને ફાંસી આપનાર જલ્લાદ ફલાણો ફલાણો કોણ છે... યરવડા જેલનો ઈતિહાસ... જ્યાં આઝાદીનો જન્મ થયો અને કસાબનું મૃત્યુ થશે... કસાબે છેલ્લે શું ખાધું... શું પીધું... એના મા-બાપ સાથે શું વાત થઈ.. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ ફલાણા ફલાણાએ આજ સુધીમાં કેટલી ફાંસીઓ જોઈ છે.. વિશેષ 'કસાબ-પૂર્તિ'!!
* * *
આર્થર રોડ જેલના કર્મચારીઓને પણ હવે લૉસ થવાનો! બાકી અત્યાર લગી તો કસાબની એક બિરીયાની લેવા છ જણા જતા હતા, છત્રીસ જણાને ઓવરટાઈમ મળતો હતો, છપ્પન જણાનું સ્પેશીયલ ડયૂટી એલાવન્સ ચાલુ હતું અને આખા આર્થર રોડ જેલના સ્ટાફને વીઆઈપી ઝેડ સુરક્ષાનો ઠાઠ હતો!
* * *
આર્થર રોડ જેલના ઉપરી અધિકારીઓની પણ મલાઈ ગઈ! કારણકે 'કસાબ પાછળ રોજ સવા લાખનો ખર્ચ થાય છે' એવું કહેતા આ ઓફીસરો ખરેખર કેટલો ઓછો ખર્ચ કરતા હતા એ કોણ જોવા ગયું હતું?
* * *
ભાજપનું એક હુકમનું પત્તું ગયું! હવે 'કસાબને ફાંસી ક્યારે આપશો?' એવું પૂછવાનું જ બંધ થઈ ગયું... (હા, 'અફઝલ ગુરુને ફાંસી કેમ નહિ' એવું જરૃર પૂછે છે. પણ ધારો કે એને ય એકાદ મહિનામાં ફાંસી આપી દે, તો?)
* * *
એ તો બધું ઠીક પણ યાર, આર્થર રોડ જેલનો આખો ઠાઠ જ ખતમ થઈ ગયો ને!
જ્યાં કસાબને રાખ્યો હતો ત્યાં હવે વણજારા, પાંડિયન અને ચૂડાસમા જેવાનો રાખવા લઈ ગયા છે...
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved