Last Update : 23-November-2012, Friday

 

સેલિબ્રીટીઓ સ્ફૂર્તિ મેળવવા રી-ચાર્જ થાય છે
કેમીલા, દિપીકા, રજનીકાંત ફીટનેસ-આરોગ્યના આગ્રહી

 

- કેરળ-કર્ણાટકમાં રજાઓ દરમ્યાન ધસારો ઃ વેલનેસ પ્રોગ્રામની બોલબાલા

 

દિવાળી રજાઓનો માહોલ પુરો થયો છે. હવે ક્રિસમસની રજાઓ આવશે. રજાઓ દરમ્યાન હવા ખાવાના સ્થળો અને ટ્રેકિંગ માટેના સ્થળોએ જવાના ટ્રેન્ડમાં ફેરફાર થઇ રહ્યો છે. લોકો હેલ્થ- સેન્ટરો અને સ્પા-સેન્ટરો સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાતે વધુ જતા થયા છે.
રજાઓના દિવસોમાં ધાર્મિક સ્થળોએ જતો એક વર્ગ છે એમ ચુસ્તી-સ્ફૂર્તી મેળવવા સ્પા-સેન્ટરો અને હેલ્થ સેન્ટરોની મુલાકાત લે છે. આયુર્વેદ અને પંચકર્મ સાથે સંકળાયેલી થનગનાટ મેળવવાની સિસ્ટમ વિશ્વભરમાં આવકાર્ય બની છે. કેરળ અને કર્ણાટકમાં તો આવા ચુસ્તી-સ્ફુર્તી મેળવવાના કેન્દ્રો વિદેશીઓ માટે ટુરીસ્ટ સ્પોટ બની ગયા છે. આવા કેન્દ્રો કુદરતી સૌંદર્યથી છલકાતા હોવાની સાથે તે સમગ્ર શરીરમાં નવી સ્ફૂર્તીનો સંચાર કરે છે. ડીજીટલ લેન્ગેવેજમાં તેને શરીરનું ચાર્જીંગ કરતી થેરાપી કહી શકાય.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના પત્નિ કેમીલા, અભિનેત્રી દિપીકા, અભિનેતા રજનીકાંત, બિશપ ડેસમન્ટ ટુટુ જોધપુરના મહારાજ ગજસિંહ બીજા, તેમની પત્નિ જેવા સેલિબ્રીટીઓ દિવાળી અગાઉની રજાઓમાં સ્ફૂર્તી મેળવવા ઉમટી પડયા હતાં.
પ્રિન્સ ચાર્લ્સના પત્નિ કેમીલા બીજીવાર ભારત સ્ફૂર્તી મેળવવા આવ્યા છે. પ્રથમ તે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ વખતે આવ્યા હતા. જ્યારે તેમના પતિ કોમનવેલ્થ ગેમનું ઉદ્ઘાટન કરવાના હતા. સોઉકયાની મુલાકાતે બ્રિટનના રાજવી પરિવારના સભ્ય ૧૯૯૭માં આવ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સના પત્નિ કેમીલા તાજેતરમાં આવ્યા ત્યારે તેમની સાથે ૧૦ જણાનો પર્સનલ સ્ટાફ પણ હતો.
બિઝનેસ વગેરેમાં સતત વ્યસ્ત રહેતા માણસને આવા સેન્ટરોમાં મોબાઈલ પર પ્રતિબંધ હોય છે, ઈન્ટરનેટનો વપરાશ પણ બંધ કરી દેવો પડે છે. કેટલાક સેન્ટરોમાં દિવસમાં એક કલાક માટે સર્ફીંગ કરવાની છૂટ આપવામાં આવે છે.
અહીં મુખ્ય આશય બિઝનેસના કામકાજથી વ્યક્તિને દુર રાખવાનો હોય છે.
થનગનાટ મેળવી આવતા અને શરીરમાં સ્ફૂર્તી મેળવી આપતા સેન્ટરોને 'વેલનેસ' સેન્ટર કહે છે. પ્રિન્સ ચાર્લ્સના પત્નિ કેમીલા, દિપીકા, રજનીકાંત વગેરે જે સેન્ટરોમાં આવે છે તે બેંગલોરથી ૨૨ કિ.મી. દૂર છે.
ત્યાં સારવાર માટે જનારાઓ માટે કેટલીક પ્રવૃત્તિઓ ફરજીયાત છે. જેમકે સવારે પક્ષીઓના કલકલાટ વચ્ચે સૂર્યોદય જોતાં જોતાં હર્બલ-ટી પીવી, દરેકે સાથે સૂર્યનમસ્કાર અને યોગા કરવા, પછી જ્યુસ સાથે તાજો ઇન્ડિયન બ્રેકફાસ્ટ કરવો, ત્યારબાદ માલિશ વગેરે થાય, હુંફાળા પાણીમાં પગ બોળવા જેવી સિસ્ટમ હોય, સમગ્ર સારવાર દરમ્યાન તેમાં ચોક્કસ સમયે બ્રેક મળતો રહે બપોરે ઓછી ચરબીવાળું, ઓછા મીઠાવાળું લંચ લેવાય પછી સેન્ટરની લાયબ્રેરીમાંથી વાંચવાનું પુસ્તક મળે ત્યારબાદ ફરી સારવાર શરૃ થાય. સાંજે બ્રિથીંગ એક્સેરસાઇઝ, મેડીટેશન અને રીલેકસેશન માટેની કસરતો વગેરે કરાવવામાં આવે છે.
વેલનેસના પ્રોગ્રામમાં સ્વીમીંગ, સાઇકલ સવારી, આરામ મળી શકે એવા ટ્રેક પર ચાલવું, વગેરેનો સમાવેશ થાય છે.
સ્ફૂર્તિ માટેના આવા કેન્દ્રો પર જતા પહેલાં સરળતાથી વપરાશમાં લઈ શકાય એવા કપડાં ધૂમ્રપાન અને આલ્કોહોલની બનાવટવાળા પીણા પર પ્રતિબંધ હોય છે. આવા સેન્ટરોમાં ટીવી નથી રખાતા. આવા કેન્દ્રો રોજના રૃા. ૬ થી ૧૨ હજાર રૃપિયા લેતા હોય છે સારવારના દિવસો ૭ થી ૨૮ હોય છે. આ ઉપરાતં રોયલ સ્યૂટનો ભાવ રૃા. ૩૭,૯૦૦ હોય છે.
થનગનાટ મેળવવાનો અર્થ શરીરમાં રહેલી આળસને ખંખેરી નાખવાનો પણ થાય છે. કેરળ અને કર્ણાટકના સેન્ટરો સ્પા અને યોગા સેન્ટરો બની ગયા છે. સમયસર ઉઠવાનું, નિયમિત નાસ્તો, ભોજન કરવાનું, સમયસર સુઇ જવાનું વગેરે મુદ્દા પર ભાર મુકવામાં આવે છે.
કેરળ-કર્ણાટકના વેલનેસ સેન્ટરમાં જઈને સ્ફૂર્તિલા બનવાનો ક્રેઝ પૈસાદાર અને સેલિબ્રીટી વર્ગમાં જોવા મળે છે. કુદરતના સાનિધ્યમાં રહેવાનું, ડિજીટલ ઉપકરણોને દૂર રાખવા અને મેડીટેશન તેમજ યોગ જેવી પ્રવૃત્તિ કર્યા કરવાની આ સિસ્ટમ ઘણાં માટે ફ્રેશ-ફીલ કરાવનાર બની ગઈ છે.
આપણે ત્યાં સેલિબ્રીટી જે સ્થળોની મુલાકાત લે છે તે વધુ પ્રખ્યાત થાય છે. કેરળના વેલનેસ સેન્ટરો તો તેમને ત્યાં આવતા સેલિબ્રીટીના ફોટાઓ મુકીને અન્ય લોકોને આકર્ષે છે. તેમના પ્રચાર સાહિત્યમાં પણ નામાંકિત સેલિબ્રીટીના ફોટા અને ઓપિનીયન સમાવાયા હોય છે. અહીં મહત્વનું એ છે કે બોલીવુડ અને કોર્પોરેટ જગતની સેલિબ્રીટી પોતાની ફીટનેસ અને આરોગ્ય તરફ વધુ ધ્યાન આપે છે. આપણે તેમની સ્ટાઇલ અને છટાનું અનુકરણ કરીએ છીએ પરંતુ તેમની આરોગ્ય-ફીટનેસ સાચવવાની સ્ટાઇલનું અનુકરણ કરતા નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved