Last Update : 23-November-2012, Friday

 

આઝાદી પછી ભારતમાં કેટલાંને દેહાંત દંડ અપાયો એ અંગે કોઈ સત્તાવાર આંકડો ન હોય એ યોગ્ય નથી
મૃત્યુદંડ અને ભારતઃ કસાબનો નંબર કેટલામો હતો?

પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ નામની સંસ્થાએ લો કમિશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટના આધારે જાહેર કર્યા મુજબ ૧૯૪૭થી ૨૦૧૧ સુધીમાં ભારતમાં ૩૮૬૭ ગુનેગારોને દેહાંત દંડ અપાયો હતો. એ હિસાબે આશા રાખીએ અફઝલનો નંબર ૩૮૬૯મો હોય

કસાબને ફાંસી અપાયાના હરખમાં દેશભરમાં ફટાકડા ફૂટી રહ્યા છે ત્યારે હવે સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુનો વારો પણ જલ્દી આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે વાસ્તવિકતા એવી છે કે, દેહાંતદંડના મામલે ઝડપભેર બદલાઈ રહેલો વિશ્વમત અને તેમાં ભારતની ભૂમિકા જોતાં અજમલ કસાબને આખરે ફાંસીની સજા લાગુ કરી શકાઈ એ પણ ગનીમત સમજવું પડે તેમ છે. ૨૦૦૨માં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ જેવી દુનિયાભરની ત્રીસેક જેટલી માનવ અધિકાર સંસ્થાઓના આગ્રહથી સંયુક્ત રાષ્ટ્રસંઘે દેહાંત દંડની સજા નાબૂદ કરવા બિનશરતી અપીલ જાહેર કરી ત્યારથી ફાંસી જેવી સજા બંધ કરવાની આ ઝૂંબેશને ભારે વેગ મળી રહ્યો છે અને ૨૦૦૫માં ભારતે પણ રાષ્ટ્રદ્રોહ સિવાયના ગુનાઓમાં મૃત્યુદંડની સજા લાગુ ન કરવા અંગે વિચારણાની ખાતરી આપી હતી.
આદિમ અવસ્થા પૂરી કરીને માણસ સભ્ય અને સામાજિક અવસ્થામાં જીવતો થયો એ પછી જે કાનૂનો ઘડાયા એ દરેકમાં ગંભીરતમ ગુના માટે દેહાંત દંડની સજાની જોગવાઈ રહી છે. જૂનામાં જૂના લેખિત કાનૂન તરીકે સ્વીકૃત ગણાતા કોડ ઓફ હમ્બુરાબીના ચાર હજાર વર્ષ જૂના કાયદામાં પણ મૃત્યુદંડની જોગવાઈ છે. દરેક સમયે, દરેક દેશમાં આ સજાનો અમલ અલગ અલગ રીતે થતો હતો. શિરચ્છેદથી માંડીને હાથી નીચે કૂચલવા સહિતના અત્યંત ઘાતકી, જંગાલિયતભર્યા અને અમાનુષી પ્રકારો અજમાવ્યા પછી ઝેરી ગેસ અને ગળાફાંસો જેવા પ્રકારો ઓછા ઘાતકી અને છતાં સજાના અમલ પૂરતા અસરકારક હોવાથી વ્યાપક બન્યા હતા.
આમ છતાં, દરેક ગુનેગાર એ સરવાળે તો પોતાની આસપાસના સંજોગોને લીધે ગુનેગાર બન્યો છે અને તેને સુધરવાની તક મળવી જ જોઈએ એ દલીલ પર માનવ અધિકાર સંસ્થાઓ દેહાંત દંડની સજા નાબૂદ કરાવવા દુનિયાભરમાં ઝુંબેશ ચલાવે છે. આ દરેક સંસ્થાઓના વૈશ્વિક છત્ર સમી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા દેહાંત દંડની સજા પામેલા ૬ દેશોના કુલ ૨૩ ગુનેગારોના જીવનમાં સુધારાલક્ષી કાર્યક્રમો વડે પરિવર્તન લાવવાનો પ્રયોગ થયા પછી કેપિટલ પનિશમેન્ટ (મૃત્યુદંડ) નાબૂદીની ચળવળને ભારે વેગ મળ્યો છે.
નેવુના દાયકાથી અસ્તિત્વમાં આવેલી આ ઝૂંબેશના પગલે યુરોપના ૧૮, દ. અમેરિકાના ૧૬ દેશો મૃત્યુદંડની સજા નાબૂદ કરી ચૂક્યા છે. હાલ સ્થિતિ એવી છે કે, જગતના ફક્ત ૫૮ દેશો ફાંસીની સજાની જોગવાઈ ચાલુ રાખવાની તરફેણમાં છે.
એ પૈકી કેટલાંક દેશોએ માનવ અધિકાર ચળવળની દલીલ સ્વીકારીને છેલ્લાં પાંચ-સાત વર્ષથી એકપણ ગુનેગારને ફાંસીની સજા આપી નથી. જોકે અમેરિકા, યુરોપના દેશો મૃત્યુદંડની સજા નાબૂદ કરવાની તરફેણ કરે છે પરંતુ તેમ છતાં માનવ વસ્તીનો બે તૃતિયાંશ હિસ્સો ધરાવતા દેશોમાં એ જોગવાઈ યથાવત હોય તો દેહાંતદંડની સંખ્યામાં ઘટાડો ન થાય તે સ્વાભાવિક છે.
જેમ કે, ગત વર્ષે અમેરિકા અને યુરોપના દેશોમાં દેહાંતદંડની એકપણ સજાનો અમલ થયો નહિ પરંતુ તેની સામે એશિયાના દેશોએ ભેગાં થઈને કુલ ૪૮૯૬ ગુનેગારોનું ઢીમ ઢાળી દીધું. અલબત્ત, આ આંકડો આટલો ગંજાવર હોવાનું કારણ ચીન છે. દેહાંતદંડની સજા અંગે મીંઢું ચીન કદી જ મગનું નામ મરી પાડતું નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે ચીનમાં વ્યાપક પ્રમાણમાં દેહાંતદંડની સજા અપાય છે અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના અહેવાલો અનુસાર ગત વર્ષે ચીને ઓછામાં ઓછા ૪૦૦૦ લોકોને વિવિધ ગુનાઓ સબબ દેહાંત દંડની સજા કરી હતી.
અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા જેવા દેશો ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રદ્રોહ જેવા ગુનાઓમાં ભયના શસ્ત્ર તરીકે દેહાંત દંડની સજા જારી રાખીને અન્ય ગુનાઓમાં એ નાબૂદ કરવા સંમત થઈ ચૂક્યા છે. ભારતે પણ ૨૦૦૫માં આ અંગે મૌખિક સંમતિ આપી છે. પરંતુ આ સંમતિ એટલી બધી લપસણી અને છેતરામણી છે કે ભારતે જો સંયુક્ત રાષ્ટ્રસંઘના એ કરાર પર હસ્તાક્ષર કર્યા હોતો તો અજમલ કસાબને ફાંસી આપવાનું શક્ય જ બન્યું ન હોત અને હજુ પણ ભારત એ કરારથી બંધાય તો અફઝલ ગુરુને જીવતદાન મળી જાય તેમ છે.
કારણ કે, અફઝલ ગુરુ કે કસાબ રાષ્ટ્રદ્રોહની કાનૂની વ્યાખ્યામાં નથી આવતાં. કસાબ ભારતનો નાગરિક હોય તો તેણે મુંબઈ પર હુમલો કરીને, ૧૬૬ નાગરિકોને મારીને દેશનો દ્રોહ કર્યો ગણાય ને? એ પાકિસ્તાની નાગરિક હોય તો પછી તેના માટે એ ક્યાં રાષ્ટ્રદ્રોહ થયો? આ સંજોગોમાં ભારત રાષ્ટ્રસંઘનો કરાર સ્વીકારે તો પણ ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રદ્રોહ ઉપરાંત આતંકવાદી હુમલા સંબંધિત કાનૂની શબ્દોને આવરી લેવા જોઈએ એવી લિગલ એક્સપર્ટ્સની દલીલમાં વજૂદ છે જ.
આ તર્કને લીધે જ ૧૮ નવેમ્બરના જિનિવા ખાતે યોજાયેલા માનવ અધિકાર સંમેલનમાં ભારતે કરારમાં જરૃરી સુધારા લાગુ થયા પછી જ પોતે વિચારણા કરશે અને ત્યાં સુધી દેહાંતદંડની સજા જારી રાખશે એવી જાહેરાત કરી.
યોગાનુયોગે એ જાહેરાતના બે જ દિવસમાં કસાબને ફાંસી આપી દેવામાં આવી.
ચીન, ઈરાન અને સાઉદી અરેબિયા જેવા દેશોની સરખામણીએ જોકે દેહાંત દંડની સજા આપવાના મામલે ભારતનો રેકોર્ડ ખાસ્સો એવો ઉદાર જણાય છે. દેહાંત દંડની સજા લાગુ કરવા માટે ભારતીય કાનૂન 'રેર ઓફ ધ રેરેસ્ટ' શબ્દને બહુ દૃઢતાપૂર્વક વળગી રહે છે.
આરોપીને કુલ ૮થી ૧૧ સ્તરે પોતાની નિર્દોષતા પૂરવાર કરવાની તક અપાય છે અને એ પછી પણ જો ફાંસીની સજા આપવામાં આવે તો પોતાનો કેસ શા માટે 'રેર ઓફ ધ રેરેસ્ટ' નથી એ સાબિત કરવાની ત્રણ વિવિધ અદાલતોમાં અરજી કરવાની તક મળે છે. પરિણામે ભારતમાં દેહાંત દંડની સજા પ્રમાણમાં બહુ ઓછી જાહેર થાય છે.
સત્તાવાર રીતે તો જોકે એવું કહેવાય છે કે, આઝાદી પછી ભારતમાં ફક્ત ૫૨ ગુનેગારોને જ દેહાંતદંડની સજા આપવામાં આવી છે પરંતુ સ્વૈચ્છિક સંસ્થાઓના મતે આ આંકડો ખાસ્સો વધારે છે. પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ નામની સંસ્થાએ ૧૯૯૮થી દેશભરની એક હજારથી વધુ અદાલતોના રેકર્ડનો અભ્યાસ શરૃ કર્યો હતો અને છેવટે રાઈટ ટૂ ઈન્ફોર્મેશન અંતર્ગત લો કમિશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટના એપેન્ડિક્સ ૧૬૭-૩નો હવાલો ટાંકીને જાહેર કર્યું હતું કે ૧૯૪૭થી ૧૯૬૩ સુધીમાં કુલ ૧૪૨૨ ગુનેગારોને દેહાંતદંડની સજા થઈ છે. આ સંસ્થાના અંદાજ મુજબ, વર્ષ ૨૦૧૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮૬૭ ગુનેગારોને દેહાંતદંડ અપાયો છે. જો એ દાવો સાચો માનીએ તો દેહાંત દંડની સજા પામેલા ગુનેગાર તરીકે અજમલ કસાબનો નંબર ૩૮૬૮મો હોવો જોઈએ. આમ છતાં, ભારત જેવા ઉદારવાદી લોકશાહી દેશમાં દેહાંત દંડની સજા અંગે કોઈ સત્તાવાર આંકડો કદી જાહેર ન થતો હોય એ પણ ઈચ્છનીય નથી. ભારતની કાનૂની પ્રક્રિયા સુદૃઢ છે, ભારતમાં ન્યાય તોળતી વખતે ગુનાની ગંભીરતાની સાથોસાથ સુધારાવાદી અભિગમ પણ દાખવવામાં આવે છે અને આરોપીને દરેક તબક્કે પોતાનો કેસ રજૂ કરવાની પૂરતી તકો પણ મળે છે. જેને કારણે અસરગ્રસ્તોને ન્યાય મળવામાં વિલંબ થવાની વ્યાપક ફરિયાદો છતાં 'એક નિર્દોષને સજા ન થવી જોઈએ' એવો ભારતીય કાનૂનનો મુદ્રાલેખ રહ્યો છે. આ સંજોગોમાં ભારતે દેહાંત દંડની સજા અંગે ઢાંકપિછોડો કરવાને બદલે પારદર્શી નીતિ અપનાવી દુનિયાનું મોં બંધ કરવું રહ્યું.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved