Last Update : 23-November-2012, Friday

 
દિલ્હીની વાત
 

સંસદનું સત્ર ઉહાપોહથી ભરેલું
નવી દિલ્હી, તા. ૨૨
ધાર્યા પ્રમાણે તોફાની વાતાવરણમાં સંસદનું શિયાળુ સત્ર આજે શરૃ થયું હતું. રીટેલ એફડીઆઈના મુદ્દે ઉહાપોહ થયો હતો. ક્વૉટા બીલનો મુદ્દો બીએસપીએ ઉઠાવતા થયેલા ઉહાપોહના પગલે રાજ્યસભા આખા દિવસ માટે મુલતવી રહી હતી. જ્યારે લોકસભામાં વિપક્ષે મતદાન સમાવતી ૧૮૪મી કલમ હેઠળ એફડીઆઈના મુદ્દે ચર્ચા માગતા લોકસભા કેટલીકવાર મૂલતવી રહી હતી. બીજી તરફ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા માગતી તૃણમૂલ કોંગ્રેસ પાસે જોઈતા ૫૦ સાંસદો (બીજેડીના ૨-૩ સાંસદોનો ટેકો મળતા) પણ ના હોવાથી હો-હા થઈ હતી. ડાબેરી પક્ષો અને ભાજપ એફડીઆઈના મુદ્દે કડક હતા ત્યારે બીએસપીએ સરકારને ટેકો આપ્યો હતો. સમાજવાદી પક્ષ એફડીઆઈ અંગે ચર્ચા માટે તૈયાર હતો પણ મતદાનના મુદ્દે મૌન રહ્યો હતો. ભાજપ-ડાબેરીઓએ કોમર્સ પ્રધાન સામે પ્રિવીલેજ નોટીસ પણ આપી હતી. સરકાર સામે એકતરફ ખાઈ છે તો બીજી તરફ રાક્ષસ છે. જો તે વોટીંગવાળી વાત માન્ય નહીં રાખે તો સેશન ચાલી નહીં શકે અને જો તે સ્વીકારશે તો બહુમતી મેળવવાના આંકડા ભેગા કરવા મુસીબત ભર્યું બની જશે. તે કેવી રીતે આ સમસ્યામાંથી બહાર નીકળે છે તે જોવાનું રહ્યું. બીજી તરફ ગુરુવારની રાત્રે વડાપ્રધાને ભાજપના નેતાઓ સાથે યોજેલા ડિનર પર સૌની નજર છે...
અફઝલ ગુરુ ફરતે ગાળીયો
આશ્ચર્યની વાત એ છે કે ગુરુની ફાઈલ રાષ્ટ્રપતિ અને સરકાર વચ્ચે ફર્યા કરે છે. ટોચના સૂત્રો કહે છે કે અફઝલ ગુરુ સહિત સાત જણની અરજી રાષ્ટ્રપતિએ ગૃહમંત્રાલયને પાછી મોકલી હતી. કસાબને ફાંસી અપાયા બાદ ગૃહપ્રધાન શીંદેએ કહ્યું હતું કે મને અફઝલની ફાઈલ મળશે એટલે ૪૮ કલાકમાં હું તે પાછી મોકલી આપીશ. ૨૬/૧૧ના હુમલાના બે વર્ષ અગાઉ અફઝલ ગુરુએ દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. પરંતુ ઠેઠ-૨૦૧૧માં ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને જણાવ્યું કે તેની દયાની અરજી રદ્દ કરજો. જ્યારે કસાબના કેસમાં તો ફાઈલ ક્લીયર કરતાં એકજ મહિનો લાગ્યો હતો.
ગુરુને ફાંસીની અસર પડશે
કસાબ પાકિસ્તાનનો હતો એમ અફઝલ ગુરૃનું નથી. તે જમ્મુ-કાશ્મીરનો છે. સરકાર માટે તેનો કેસ માથાના દુઃખાવા સમાન બની ગયો છે. ડર એ છે કે ગુરુને ફાંસીથી કાશ્મીરના ભાગલાવાદીઓ ઉશ્કેરાશે. આ અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમાર અને કેન્દ્રના મધ્યસ્થી એવા પત્રકાર દિલીપ પડગાંવકર ડર વ્યક્ત કરી ચૂક્યા છે. જ્યારે જેકેએલએફના નેતા મકબુલ બટ્ટને ૧૯૮૦માં ફાંસી અપાઈ ત્યારે પડેલા પ્રત્યાઘાતને ગુરુની ફાંસી સાથે સરખાવવામાં આવે છે. સરકાર શું કરશે તે મોટો પ્રશ્ન છે. સૂત્રો જણાવે છે કે બીજા પેન્ડીંગ કેસો અવગણીને રાષ્ટ્રપતિએ કસાબનો કેસ હાથમાં લીધો હતો એ રીતે કદાચ વિચારી શકે. ડીપ્લોમેટીક સર્કલ પણ માને છે કે કસાબને ફાંસીના કેસની અસર સરબજીતસિંહના કેસ પર પણ પડી શકે છે. ૧૯૯૦માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં ૧૪ લોકો મર્યા હતા જેમાં સરબજીતસિંહ સંડોવાયો હતો.
અત્યાર સુધીમાં ૫૫ જણાને અપાયેલી ફાંસીમાં કસાબ એ પ્રથમ વિદેશી છે અને સૌથી ઝડપી ફાંસી અપાયાનો આ બીજો કેસ છે. ૧૯૯૬માં 'રાઉજી'ને ફાંસી અપાઈ હતી. તેના કુટુંબને રહેંસી નાખવાના ત્રણ વર્ષ બાદ તેને ફાંસી અપાઈ હતી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved