Last Update : 23-November-2012, Friday

 

સેહવાગ કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ મેચ રમશે
આજથી મુંબઇમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો પ્રારંભ

સવારે ૯.૩૦થી મેચ શરૃ થશે

ગાંગુલીની કોલમ

બીજી ટેસ્ટમાં બધાનું ધ્યાન એક એવા ક્રિકેટર પર કેન્દ્રિત રહેશે કે જેના માટે મને એક ખેલાડી તરીકે પણ ખુબ જ આદર છે અને તે છે વિરેન્દ્ર સેહવાગ. તેને આ સિધ્ધિ મેળવતા જોવો એ મારા માટે સંતોષજનક છે. ખાસ કરીને તેણે ટેસ્ટ ઓપનર તરીકે પોતાની રમતને અનુકૂળ કરી છે તે જોતાં મારે કહેવું જોઇએ કે આ સિધ્ધિ વિશિષ્ટ છે. એક મીડલ ઓર્ડરના બેટ્સમેન કે જેણે ક્યારે ઓપનીંગ ના કરી હોય તે અચાનક જ ઓપનર બની જાય અને સફળતા મેળવે તેના માટે વિશિષ્ટ પ્રતિભા અને મક્કમ મનોબળ જોઇએ.
દ્રવિડ, તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણ જેવા ખેલાડીઓના પ્રભુત્વના સમયમાં તેની પસંદગી મીડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે થઇ હતી. તેની ટેસ્ટ ટીમમાં પસંદગી પણ મુશ્કેલ હતી. મારે કહેવું જોઇએ કે આ સમયગાળામાં ઘણા ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ ભારતીય ટીમ તરફથી રમી ના શક્યા કારણ કે તેઓ ટીમમાં જ પ્રવેશી શકે તેમ નહતા. સેહવાગે સાઉથ આફ્રિકામાં છઠ્ઠા ક્રમના બેટ્સમેન તરીકે પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. વિદેશમાં સ્કોર કરી શકે તેવા બેટ્સમેનો મારા ધ્યાનમાં રહેતા કારણ કે આમ કરવામાટે તમારામાં વિશિષ્ટ ક્ષમતા અને દ્રઢ માન્યતા હોય તે જરૃરી છે.
ઓપનરોને શીખવવામાં આવતું કે ઓફ સ્ટમ્પથી બહાર જતાં બોલને છોડી દેવા ત્યારે સેહવાગ તે બોલ પર સ્કોર કરવાનો પ્રયાસ કરતો. તેણે ખેલાડીઓ તેમજ ક્રિકેટ વિવેચકોને બતાવ્યું કે આવી રીતે પણ રન કરી શકાય છે. તેણે ત્રેવડી સદીઓ ફટકારી.ક્રિકેટના બંને ફોર્મેટમાં તેણે બેવડી સદી પણ નોંધાવી. તે સદી કરે કે શૂન્ય પર આઉટ થયાં તેની રમત એક સરખી રહે છે. મારા માટે તો તે ઓલ ટાઇમ ગ્રેટ છે એટલા માટે કારણ કે તેણે રમતની પ્રકૃતિ જ બદલી નાંખી અને હજુ તે મેદાન પર જ છે.
ભારતીય ટીમ આજથી મુંબઇમાં બીજી ટેસ્ટ મેચ રમશે. અત્યારથી મેચ અગાઉનો હાઇપ સર્જાઇ ચુક્યો છે. ભારતમાં ક્રિકેટનું સૌથી મોટુ કેન્દ્ર મુંબઇ રહ્યું છે. આ એક ઐતિહાસિક સ્થળ છે અને પરિસ્થિતી તેમજ આભાને કારણે પણ આ ટેસ્ટ મેચ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો માટે મહત્વની બની રહેશે. ભારતીય ટીમ હાલમાં ૧-૦થી આગળ છે. ઈંગ્લેન્ડે શ્રેણી જીવંત રાખવા માટે અંહી પોતાનો દેખાવ સુધારતાં વિજય મેળવવો પડશે. તેઓએ અમદાવાદમાં બીજી ઇનિંગમાં જોરદાર લડત આપી હતી. ભારત પ્રવાસમાં વિદેશી ટીમો ઉત્તરોત્તર તેમનો દેખાવ સુધારતી હોય છે, જો કે ઈંગ્લેન્ડે સાતત્યભર્યો દેખાવ કરવો પડશે.
માત્ર આ જ ટેસ્ટ નહીં પણ ત્યાર બાદ તેમણે સારો દેખાવ કરવો પડશે. અંહી કેપ્ટન કૂકની કુશળતાની પણ કસોટી થશે કે તે અંહીની પરિસ્થિતિને અનુકૂળ થઇને તેની ટીમમાં સારો દેખાવ કરવા માટે પરિવર્તન કરી શકે છે કે નહીં. તે ઈંગ્લેન્ડનો જોરદાર ખેલાડી છે અને તેને કેપ્ટન્સી સોંપવામાં આવી છે ત્યારે તેની સામે મોટો પડકાર છે. આમ પણ ભારત પ્રવાસમાં કેપ્ટન્સી કરવી એ ઈંગ્લેન્ડના કેપ્ટનો માટે કપરૃ કામ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયના ઇતિહાસમાં જોઇએ તો ઈંગ્લેન્ડનો ભારતની ધરતી પરનો દેખાવ કંગાળ રહ્યો છે અને તેના કારણે ખેલાડીઓમાં પોતાની ક્ષમતા અંગે જ અવિશ્વાસ હશે અને આ પ્રકારની પરિસ્થિતી ખેલાડી તેમજ ટીમ માટે ઇચ્છનીય તો ના જ કહેવાય.
કૂકે અંહીથી જ ઉભા થવાનું છે અને ટીમને આગળ લઇ જવાની છે. અમદાવાદમાં સદી ફટકારીને તેણે તેના ડ્રેસિંગ રૃમમાં એક મજબુત સંદેશો મોકલ્યો છે. હવે તેણે તેના વાક્કૌશલ્યને સહારે ટીમના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાવવો છે. આ મામલામાં સૌથી હકારાત્મ પાસું છે કે સારો દેખાવ કરનારો કેપ્ટન ગર્વ સાથે તેના ખેલાડીઓ સાથે વાત કરી શકે છે. આ કારણથી પણ બીજી ટેસ્ટમાં કૂકના દેખાવ પર બધાની નજર રહેશે. ઈંગ્લેન્ડ માટે સૌપ્રથમ મહત્વની બાબત ટોસ જીતવાની છે અને તે તેમના હાથમાં નથી.
( ૩૬૦ કોર્પોરેટ રિલેશન્સ)

ભારત (સંભવિત)
સેહવાગ, ગંભીર, પૂજારા, તેંડુલકર, કોહલી, યુવરાજ, ધોની (કેપ્ટન), અશ્વિન, ઝહીર, ઓઝા, ઇશાંત.
ઈંગ્લેન્ડ (સંભવિત)
કૂક (કેપ્ટન), કોમ્પ્ટોન, ટ્રોટ, પીટરસન, મોર્ગન, સમિત પટેલ, પ્રાયર, બ્રોડ, સ્વોન, એન્ડરસન, પાનેસર.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved