Last Update : 23-November-2012, Friday

 
 

ક્લાર્કનો એક વર્ષમાં ચાર બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ
ક્લાર્કના ૨૨૪* ઃ સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાના ૫ વિકેટે ૪૮૨

વોર્નરના૧૧૯ અને હસીના ૧૦૩ રન ઃ ઓસ્ટ્રેલિયા ૧૯૧૦ પછી એક દિવસમાં સૌથી વધુ રન ફટકાર્યા
ટી બ્રેક બાદની ૩૫ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ ૨૦૨ રન ઝૂડયા ઃ ઇજાગ્રસ્ત કાલીસ બોલિંગ નહીં કરી શકે

 

બ્રિસબેન,તા.૨૨
કેપ્ટન માઇકલ ક્લાર્કે ચાલુ વર્ષે ચોથી બેવડી સદી ફટકારવાનો વિશ્વવિક્રમ નોંધાવતા ફટકારેલા નોટઆઉટ ૨૨૪ તેમજ વોર્નરના ૧૧૯ અને માઇકલ હસીની સતત બીજી મેચમાં સદી સાથેના ૧૦૩ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પાંચ વિકેટે રેકોર્ડ બ્રેકિંગ ૪૮૫ રન ખડક્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો ૧૯૧૦ પછી એક દિવસમાં નોંધાવેલો સૌથી મોટો સ્કોર હતો. ઓસ્ટ્રેલિયાએ ટી બ્રેક બાદ વન ડે સ્ટાઇલમાં બેટિંગ કરતા માત્ર ૩૫ ઓવરમાં ૨૦૨ રન ઝૂડયા હતા.
શરૃઆતમાં સફળતાથી ઉત્સાહિત સાઉથ આફ્રિકાના કેપ્ટન સ્મિથ માટે ક્લાર્ક-વોર્નર અને માઇકલ હસીની બેટિંગ આંચકાજનક રહી હતી. તેમાંય પોન્ટીંગની વિકેટ ઝડપનારા કાલીસને ઇજા થતાં તે હવે આ ટેસ્ટમાં બોલિંગ નહીં કરી શકે. લીક થયેલા ગેમ પ્લાન મુજબ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાના સ્પિનર તાહિરને ટાર્ગેટ બનાવ્યો હતો અને તેની૨૧ ઓવરમાં વન ડે સ્ટાઇલમાં રમતા ૭.૫૭ની ઇકોમોનીથી ૧૫૯ રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જો કે તેમનો ટોપ ઓર્ડર કમાલ કરી શક્યો નહતો. કાલીસે કોવનને ૧૦ રને અને પોન્ટીંગને ૪ રને આઉટ કર્યા હતા. જ્યારે ક્યુની ૦ રને મોર્ની મોર્કેલનો શિકાર બન્યો હતો. જો કે વોર્નરે પીચ પર ટકીને રમતાં કારકિર્દીની ત્રીજી સદી ફટકારતાં ૧૧૨ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૧૯ રન ફટકાર્યા હતા. વોર્નર અને ક્લાર્કની જોડીએ ઇનિંગને સંભાળતા ૧૫૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ક્લાર્કે સતત બીજી ટેસ્ટમાં બેવડી સદી અને ૨૦૧૨માં ચોથી બેવડી સદી ફટકારવાનો નવો કિતિમાન રચતાં ૨૪૩ બોલમાં ૩૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે નોટઆઉટ ૨૨૪ રન ઝૂડયા હતા. એક વર્ષમાં ચાર બેવડી સદી ફટકારનારો ક્લાર્ક વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. અગાઉ ૧૯૩૦માં બ્રેડમેન અને ૨૦૦૩માં પોન્ટીંગે ૩-૩ બેવડી સદીઓ નોંધાવી હતી પણ ક્લાર્કે બંનેને ઓવરટેક કરી લીધા હતા.
ક્લાર્ક અને માઇકલ હસીની જોડીએ ૨૭૨ રનની મેરેથોન ભાગીદારી કરી હતી. માઇકલ હસીએ સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારતાં કારકિર્દીની ૧૮મી ટેસ્ટ સદી પુરી કરી હતી. તેણે ૯ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૧૩૭ બોલમાં ૧૦૩ રન ફટકાર્યા હતા. રન ગતિ વધારવાના પ્રયાસમાં તે આઉટ થયો હતો અને આ સાથે સાઉથ આફ્રિકા માટે થકવી નાંખનારા પ્રથમ દિવસનો અંત આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

 

વોર્નર કો.સ્મિથ બો.મોર્કેલ

૧૧૯

૧૧૨

૧૬

 

કોવન કો.એન્ડ બો.કાલીસ

૧૦

૨૯

 

ક્યુની કો.સ્મિથ બો.મોર્કેલ

૦૦

૦૮

 

પોન્ટીંગ બો.કાલીસ

૦૪

૦૩

 

ક્લાર્ક રમતમાં

૨૨૪

૨૪૩

૩૯

 

એમ.હસી બો.સ્ટેન

૧૦૩

૧૩૭

 

વધારાના (વાઇડ ૧,

 

 

 

 

 

લેગબાય ૧૦, નોબોલ ૧૧)

૨૨

 

 

 

 

કુલ ૮૬.૫ ઓવરમાં ૫ વિકેટે

૪૮૨

 

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪૩ (ંકોવન ૧૦.૩), ૨/ ૪૪ (ક્યુની ૧૧.૬), ૩/૫૫ (પોન્ટીંગ ૧૨.૬), ૪/૨૧૦ (વોર્નર ૩૭.૨), ૫/૪૮૨ (હસી ૮૬.૫).
બોલિંગ ઃ સ્ટેન ૧૭.૧-૧-૬૨-૧, મોર્કેલ ૨૨-૫-૧૨૮-૨, કાલીસ ૩.૩-૧-૧૯-૨, ક્લેઇનવેલ્ટ ૧૬.૧-૨-૭૦-૦, તાહીર ૨૧-૦-૧૫૯-૦, ડયુ પ્લેસીસ ૭-૦-૩૪-૦.

કલાર્કની ૨૦૧૨ની ચાર બેવડી સદી

સ્કોર

હરિફ

સ્થળ

પરિણામ

૩૨૯*

ભારત

સિડની

ઓસી. ઈનિંગથી જીત્યું

૨૧૦

ભારત

એડીલેડ

ઓસી. ૨૯૮ રનથી જીત્યું

૨૫૯*

સાઉથ આફ્રિકા

બ્રિસબેન

મેચ ડ્રો

૨૨૮*

સાઉથ આફ્રિકા

એડીલેડ

-

ેડ -

એક વર્ષમાં સૌથી વધુ બેવડી સદી

બેટ્સમેન

દેશ

બેવડી સદી

વર્ષ

કલાર્ક

ઓસ્ટ્રેલિયા

૨૦૧૨

બ્રેડમેન

ઓસ્ટ્રલિયા

૧૯૩૦

પોન્ટીંગ

ઓસ્ટ્રેલિયા

૨૦૦૩

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved