Last Update : 23-November-2012, Friday

 

ઇમરાન ખાનના પક્ષ દ્વારા
કસાબના પગલે પાકિસ્તાનમાં સરબજીતને ફાંસીની માંગ

ભારતમાં સજાનો તત્કાળ અમલ જ્યારે પાક.માં આતંકવાદીઓને રક્ષણ

નવી દિલ્હી, તા. ૨૨
આતંકવાદી અજમલ કસાબને પૂણે ખાતે ત્વરિત અને ગુપ્ત રીતે ફાંસી અપાયા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ સરબજિત સિંહને પણ ફાંસી આપવાની માંગણી કરી છે.
પાકિસ્તાનના મુલતાન ખાતે તહેરિક-એ-ઈન્સાફે યોજેલા દેખાવો દરમિયાન પક્ષના નેતા નઈમુલ્લાહ ખાને કહ્યું હતું કે ન્યાયતંત્રનો ચુકાદો આવ્યા બાદ ભારતે એક મહિના કરતા પણ ઓછા સમયમાં કસાબને ફાંસી આપી દીધી અને આપણે આતંકવાદીઓને છેલ્લા આઠ વર્ષથી રક્ષણ આપી રહ્યા છે. પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીને આ માટે જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ફાંસી આપવામાં ઝરદારી જ સૌથી મોટો અવરોધ છે.
આ અંગે સરબજિત સિંહની બહેન દલબીર કૌરનો સંપર્ક કરતા તેણે કહ્યું હતું કે મને ડર લાગે છે કે નહીં પણ હું મુદ્દે કંઈ નહીં બોલું. તેણે કહ્યું હતું કે ઈમરાન ખાનનો પક્ષ પાકિસ્તાનમાં સત્તામાં નથી એટલે મારા પ્રતિભાવનો સવાલ જ નથી. જો કે દલબીર કૌરે પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકનો આભાર માન્યો હતો.
કસાબને ફાંસી અપાયા બાદ ભારતના સર્વૌચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન માર્કન્ડેય કાત્જુએ પાકિસ્તાનના વડાપ્રધાન અને પ્રમુખને પત્ર લખીને સરબજિત સિંહને માફી આપવાની વિનંતી કરી હતી. કાત્જુએ કહ્યું હતું કે કસાબ અને સરબજિતના કેસ સાવ અલગ છે અને સરબજિત માફી મળવાને લાયક છે. તેમણે જણાવ્યું હતું કે કસાબ મુંબઈના હત્યાકાંડમાં રંગે હાથ પકડાયો હતો એટલે એના ગુનેગાર હોવા વિશે કોઈ શંકા નહોતી પરંતુ સરબજિત સિંહના અપરાધ વિશે શંકાકુશંકાઓ છે એટલે બંનેના કેસ કોઈ રીતે સમાન નથી.
ઉલ્લેખનીય છે કે સરબજિતસિંહને પાકિસ્તાન ખાતે ૨૧ વર્ષ અગાઉ ફાંસીની સજા જાહેર કરાઈ છે. ભારત અને સરબજિત સિંહના કુટુંબીજનો મક્કમપણે તેની નિર્દોષતા અંગે રજૂઆત કરતા રહ્યાં છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved