Last Update : 23-November-2012, Friday

 

નશાના ધંધામાંથી સમૃદ્ધિનો નશો મેળવવાનો વરવો ખેલ
શરાબના ધંધામાં મોનોપોલી વડે પોન્ટી ચઢ્ઢા કેવી રીતે અબજો રૃપિયા રળતો હતો?

માફિયા ગેંગને ભોળવીને પોન્ટીએ ૧૪,૦૦૦ કરોડના શરાબના ધંધામાં મેળવેલી મોનોપોલીની કથા ફિલ્મ કે વાર્તાને ય ટક્કર મારે એવી છે

અમદાવાદ, તા. ૨૨
કુખ્યાત લિકર બેરન પોન્ટી ચઢ્ઢા મિલકતના ઝગડામાં સગા ભાઈના હાથે માર્યો ગયો એ ઘટનાના અઠવાડિયા પછી પણ પોન્ટી સાથે સંબંધિત કૌભાંડો અને ચાર-ચાર રાજ્યોમાં તેના વ્યાપક પગપેસારાની વિગતો આઘાત અને અચંબો જગાવી રહી છે. સિંગચણા અને નમકિન વેચતો મામૂલી વેપારી કેવી રીતે અબજો રૃપિયામાં આળોટતો થઈ ગયો તેની સિલસિલાબંધ વિગતો ફિલ્મ કે નવલકથાને ય ટક્કર મારે તેવી છે.
* ઉત્તરપ્રદેશમાં સરકારી દુકાનોને શરાબ પૂરો પાડવાનો ધંધો ભારે કસદાર ગણાય છે. ૧૯૯૦થી ઉત્તરપ્રદેશમાં ડી.પી.યાદવ અને રાજા ભૈયા જેવા બે નામચીનોની ગેંગ શરાબની ઠેકેદારીમાં પડેલી હતી. સરકારી પરમિટ ધરાવતી દુકાનો, શરાબનો ક્વોટા પહોંચાડતી ગાડીઓ વગેરે સહિતની આખી ચેઈનના દરેક મણકામાં અમર્યાદ ભ્રષ્ટાચાર અને બેહિસાબ આવક હોય છે.
* ૧૯૯૯માં ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવની સરકાર હતી ત્યારે મુલાયમે ડી.પી.યાદવ ગેંગને કાબૂમાં રાખવા માટે પોન્ટી ચઢ્ઢાને પહેલી વખત ફૈઝાબાદ જિલ્લાની ઠેકેદારી આપી. એ વખતે પોન્ટીએ મબલખ રૃપિયા વેર્યા, જ્યાં જરૃર પડી ત્યાં સશસ્ત્ર અથડામણો પણ કરી અને એ રીતે ડીપી, રાજા ભૈયા ગેંગને મ્હાત આપીને પોતાનું સ્થાન જમાવી દીધું.
* એ પછી ત્રણ જ વર્ષમાં પોન્ટી રાજ્યભરની તમામ પરમિટ શોપના સપ્લાયમાં પડયો. એવું કહેવાય છે કે આ ધંધામાં મોટા માથાઓ પડવાનું ટાળે એ માટે પોન્ટીએ ડીપી યાદવ, રાજાભૈયા, મુન્તઝિર આલમ વગેરે ગેંગને ખંડણી ચૂકવવાનો નવો ધારો શરૃ કર્યો હતો. શરૃઆતમાં તો ધંધાની કોઈ જફા કર્યા વિના મફતમાં જ મળતાં મબલખ રૃપિયા આ માથાભારે માફિયાઓને સારા લાગ્યા પણ એ પોન્ટીનો માસ્ટર સ્ટ્રોક હતો. બે વર્ષ સુધી તેણે આ રીતે માફિયાઓને દૂર રાખ્યા દરમિયાન પોતે સરકાર અને અફસરશાહીમાં પગ જમાવી દીધા. પરિણામે પછી એવી હાલત સર્જાઈ કે આખા રાજ્યની તમામ સરકારી અને ખાનગી દુકાનોમાં શરાબ પહોંચાડવાનો પરવાનો ફક્ત પોન્ટીની કંપનીને જ મળે.
* એ રીતે આરંભમાં કેટલાંક લાખ રૃપિયા વેરીને પછી પોન્ટીએ રૃ. ૧૪,૦૦૦ કરોડના શરાબના ધંધા પર મજબૂત વર્ચસ્વ જમાવી દીધું. ઉત્તરપ્રદેશના તમામ ૫૭ ગોડાઉન પોન્ટીના હોય, શરાબ વેચતી કુલ ૪૦૦૦ દુકાનોમાં પોન્ટી મોકલે એ જ કંપનીનો શરાબ જાય અને પોન્ટી નક્કી કરે એ જ કિંમત લેવાય. આવી મોનોપોલી વડે તે ગણતરીના વર્ષોમાં અબજો રૃપિયા કમાયો.
* રાજકીય ઓથ વગર મબલખ કમાણીનો આ ધંધો કરવો શક્ય નથી એ બરાબર જાણી ગયેલા પોન્ટીએ સમાજવાદી પાર્ટીના કટ્ટર હરિફ માયાવતીને ય હાથ પર રાખ્યા હતા. ચૂંટણીમાં માયાવતીને વીસેક બેઠકો પર પ્રચાર ખર્ચ પોન્ટીએ ચૂકવ્યો હોવાનું પણ કહેવાતું હતું. પરિણામે મુલાયમને હરાવીને રાજ્યમાં માયાવતીની સરકાર આવી ત્યારે પણ પોન્ટીના દબદબામાં તસુભાર ફરક ન પડયો.
* માયાવતી સાથે તો પોન્ટીને વધારે ફાવટ આવી ગઈ હોય તેમ, ખુદ પોન્ટીએ તૈયાર કરેલી સ્પેશિયલ એક્સાઈઝ ઝોનની સ્કિમ માયાવતી સરકારે મંજૂર રાખી અને પોન્ટીને મુરાદાબાદ, બરેલી, મેરઠ, સહરાનપુર અને આગ્રામાં શરાબની મોનોપોલી આપી દેવામાં આવી. એ પછી સ્થિતિ એવી બની કે પોન્ટીના હાથમાં આખા રાજ્યનો શરાબનો કારોબાર હોવાથી શરાબ ઉત્પાદક કંપનીઓ પણ પોતાના ઉત્પાદનો વેચવા માટે પોન્ટીની મોહતાજ બની ગઈ હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved