Last Update : 23-November-2012, Friday

 

માત્ર બીજદનું જ સમર્થન મળ્યું
મમતા બેનર્જીનો ફિયાસ્કો અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી ગયો

એફડીઆઇ પર મતદાનની જોગવાઇ સાથે ચર્ચાની ભાજપની માગણી ઃ સરકારનો વિરોધ ઃ હોબાળા વચ્ચે સંસદ ઠપ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
યુપીએનાં પૂર્વ ઘટક તૃણમુલ કોંગ્રેસની તરફથી રીટેલમાં એફડીઆઇનાં મુદ્દે સરકારની વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનાં પ્રયત્નો આજે નિષ્ફળ રહ્યાં હતાં. પક્ષ આવો પ્રસ્તાવ લાવવા માટે સાંસદોની સંખ્યા એકત્રિત કરી શકી ન હતી. સંસદનાં શિયાળુ સત્રનાં પ્રથમ દિવસની શરૃઆતમાં જ મમતા બેનરજીના પક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ રજૂ કરી પરંતુ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આ પ્રસ્તાવની મંજુરી આપી ન હતી કારણકે પક્ષ ૫૦ સાંસદોનો ટેકો મેળવી શક્યો ન હતો.
ેતૃણમુલ નેતા સુદીપ બંદોપાધ્યાય દ્વારા આ નોટીસ વાંચવામાં આવી હતી. તૃણમુલનાં સાંસદો ઉપરાંત બીજુ જનતા દળ(બીજેડી)નાં ત્રણ સભ્યોએ આ નોટીસને સમર્થન આપ્યું હતું. પરંતુ પ્રસ્તાવ માટે જરૃરી ૫૦ સાંસદોનો ટેકો ન હોવાથી અધ્યક્ષ મીરા કુમારે આ પ્રસ્તાવ રજૂ કરવાની પરવાનગી આપી ન હતી.
આ પ્રસ્તાવને ફક્ત બીજદનાં ત્રણ સાંસદોનું જ સમર્થન પ્રાપ્ત થયું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી જતા સત્રનાં પ્રથમ દિવસે જ મમતાનો ફિયાસ્કો થયો હતો.
આ પ્રસ્તાવ રદ થયા પછી વિવિધ પક્ષોએ રીટેલમાં એફડીઆઇનો વિરોધ કરતાં સંસદમાં હોબાળો થયો હતો. ભાજપ અને ડાબેરીઓએ મતદાનની જોગવાઇ ધરાવતા નિયમ નં. ૧૮૪ હેઠળ એફડીઆઇ અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી પરંતુ સરકારે આ માંગનો સ્વીકાર કર્યો ન હતો.
આ દરમિયાન સરકારને બહારથી સમર્થન આપનારા સપા અને બસપાએ પણ વિવિધ મુદ્દાઓ પર સંસદમાં હોબાળો કર્યો હતો.
સપાએે સબસિડીયુક્ત સિલિન્ડરની સંખ્યા મર્યાદિત રાખવાનાં સરકારનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. બસપાએ ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી.
આ હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
રાજયસભામાં પણ બાળ ઠાકરે અને પૂર્વ પ્રધાન કે. સી. પંતને શ્રદ્ધાંજલી આપવામાં આવ્યા પછી વડાપ્રધાન મનમોહન સિંહે નવા પ્રધાનોની ઓળખ કરાવી હતી. માયાવતી દ્વારા એસ.સી. અને એસ.ટી.ને પ્રમોશન આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવતા હોબાળો શરૃ થઇ ગયો હતો અને રાજયસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવાની ફરજ પડી હતી.
તૃણમુલના સાંસદોએ આજે સંસદના બહાર ધરણાનું આયોજન કર્યુ હતું. એફડીઆઇ મુદ્દે નિયમ નં. ૧૮૪ હેઠળ ચર્ચા કરાવવાની માંગ કરતા લોકસભામાં વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ મુદ્દે સંસદમાં મતદાન થવુ જોઇએ જેથી લોકોનાં પ્રતિનિધિઓનો આ મુદ્દે મત જાણી શકાય. લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગિત થયા પછી સમગ્ર દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજયસભાની કાર્યવાહી એક વખત સ્થગિત થયા પછી સમગ્ર દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

એફડીઆઈ મુદ્દે સોમવારે સર્વપક્ષીય બેઠક
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૨
સંસદીય બાબતોના મંત્રી કમલ નાથે રિટેલમાં એફડીઆઈના મુદ્દે ચર્ચા કરવા સોમવારે સંસદના બંને ગૃહોના તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.
સીપીઆઈ (એમ)ના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે રાજ્યસભા બિઝનેસ એડવાઈઝરી કમિટી (બીએસી)માં કમલનાથે જાણકારી આપી હતી કે તેઓએ સોમવારે બધા પક્ષોની બેઠક બોલાવી છે અને તેઓ દરેક પક્ષના નેતા સાથે વ્યક્તિગત વાત પણ કરશે. ત્યાર બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. જો કે યેચૂરીએ સ્પષ્ટતા કરી હતી કે ડાબેરી પક્ષો સરકારના મલ્ટી બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણના મુદ્દે ચર્ચા અને ત્યારબાદના વોટિંગની માંગમાંથી પાછા નહીં ખસે.
ડાબેરીઓએ આ મુદ્દે સરકારના નિર્ણયને રદ કરવા લોકસભામાં નિયમ ૧૮૪ અને રાજ્યસભામાં નિયમ ૧૬૮ અંતર્ગત નોટિસ આપી છે. આ બંને નિયમ અનુસાર ચર્ચા બાદ વોટિંગ ફરજિયાત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved