Last Update : 23-November-2012, Friday

 

ગુજરાત:કોંગ્રેસમાં ભડકો,ચાર નેતાના રાજીનામા

સુરત જિલ્લામા કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીનાં પુતળાં બાળ્યાં ઃ કલોલમાં બળદેવજીની પસંદગી સામે અસંતોષ ઃ દાણીલીમડામાં શૈલેષ પરમારના વિરોધમાં રાજીનામાં
સંગઠનમાંથી વ્યાપક રાજીનામાં શરૃઃ પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોરાયું
સુરત જિલ્લામાં ભાજપ-સંઘના કાર્યકરોને ટિકિટ, કોંગ્રેસી કાર્યકરોની ઉપેક્ષા
તુષાર ચૌધરીએ પોતાના ભાઈને જ લાયક ગણ્યા

અમદાવાદ,સુરત, તા.૨૨
કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલે ૫૨ ઉમેદવારોની યાદી જાહેર થતાં જ આજે ઉમેદવારોની પસંદગી સામે ઠેર ઠેર વિરોધનો વંટોળ ઊભો થયો છે. સહુથી વધુ વિરોધ દક્ષિણ ગુજરાતમાં થયો છે. આજે પ્રદેશ કાર્યાલય ખાતે કલોલના ઉમેદવાર બળદેવજી ઠાકોરનો વિરોધ કરવા બસ ભરીને કાર્યકરો આવ્યા હતા. અમદાવાદમાં દાણીલીમડા બેઠક પરના ઉમેદવાર શૈલેષ પરમારના વિરોધમાં ત્રણ પ્રદેશ હોદ્દેદારો અને એક શહેર હોદ્દેદારે રાજીનામા આપ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભલજીભાઈ સોલંકી સાથે ૨૦૦ જેટલા કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરે એટલે જ ભાજપની અર્ધી જીત થઈ જાય છે એ ઉક્તિને આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે સાચી પાડી છે. કોંગ્રેસે હજુ માત્ર બાવન સભ્યોની જ યાદી જાહેર કરી છે અને સુરત જિલ્લામાં વ્યાપક ભડકો થયો છે. સગાવાદ અને પરિવારવાદ ઉપરાંત ટિકિટોનું વેચાણ થયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. કોંગ્રેસના જ કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીના પુતળા બાળ્યા છે અને અનેક આગેવાનોએ વિરોધમાં રાજીનામા ધરી દીધા છે.
બારડોલી, કામરેજ, અને માંગરોળમાં નવા ઉમેદવારો મુકવામાં આવ્યા છે. જે તમામ બેઠકો પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ કરી ઉમેદવાર બદલવાની માંગ શરૃ કરતા રાજકીય બખેળો ઉભો થયો છે. શરૃઆત માંડવી અને માંગરોળથી થઇ હતી. માંગરોળમાં કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીના લઘુબંધુ તેજસ ચૌધરીને ટીકીટ આપી હોવાની વાત શરૃ થતા જ સ્થાનીક આગેવાનોએ પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જ્યારે માંડવી બેઠક પર પ્રભુભાઇ વસાવાને રીપીટ કરતા જ માંડવી તાલુકા પંચાયત પ્રમુખ આનંદ ચૌધરી, કારોબારી અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ ગણેશભાઇ ગામીત સહિત ૧૦ સભ્યોએ રાજીનામા આપ્યા છે. માંડવી નગરપાલિકાના ૩ નગરસેવકો, નગર કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રી સહિત સંગઠનના હોદ્દેદારોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઇ હળપતિને રાજીનામા સુપ્રત કરી માંડવીના ઉમેદવાર પ્રભુભાઇ વસાવાને બદલવાની માંગ કરી છે.
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યુ કે સુરત જિલ્લામાં પસંદ થયેલા તમામ ઉમેદવાર સામે સંગઠન અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ વિરોધ શરૃ કરી રાજીનામા આપી દીધા છે. આ અંગે પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઠવાણીયાને પણ જાણ કરી દેવાઇ છે. કામરેજના ઉમેદવાર સામે પણ વિરોધ કરી રાજીનામા અપાયા છે. એમ તેમણે ઉમેર્યુ હતું. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાંગીની બેન ગરાસીયાએ આજે મીટીંગ કરીને હેમાંગીનીબેન સહિત અનેક સંગઠન હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે.
સુરતના ઓલપાડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ભાજપમાંથી આવેલા અને સરના આંદોલનમાં મહત્વનો ભાગ ભજવનારા જયેશ પટેલને ટિકીટ ફાળવી છે. જયેશ પટેલને ટિકીટ ફાળવવા સાથે જ કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે. ટિકીટ માટે દાવેદારી કરનારા ગીરીશ પટેલ અને કમલેશ પટેલ કેટલાક સમર્થકોને લઈને કોંગ્રેસ કાર્યાલય પર આજે સાંજે પહોંચ્યા હતા. જ્યાં આર.એસ.એસ.ના કાર્યકર જયેશ પટેલને ટિકીટ આપવા સામે વિરોધ પ્રગટ કર્યો હતો.
હળપતિ સમાજના પ્રમુખે પણ જયેશ પટેલની ટિકીટ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
જ્યારે ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર તરીકે સતીષ પટેલનું નામ આવતાં પાંડેસરા પત્રકાર કોલોની નજીક ૨૦૦થી વધુ લોકોના ટોળાએ સતીષ પટેલને બદલે બંશુ યાદવ કે બાબુ રાયકાને ટિકીટ આપવા માટેની માગણી કરી હતી.
આવી જ રીતે લિંબાયત બેઠક માટે કોંગ્રેસમાંથી સુરેશ સોનવણેનું નામ જાહેર કરતાં સ્થાનિક કોંગ્રેસીઓએ ભારે વિરોધ કર્યો હતો. ભુતકાળમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સાંસદ સી.આર.પાટીલ સાથે બેનર મુકનારા વ્યક્તિને ટિકીટ ફાળવવા સામે વિરોધ કર્યો હતો.
દાણીલીમડાના ઉમેદવાર શૈલેષ પરમાર સામે અદાલતમાં જ્ઞાાતિના મુદ્દે કાર્યવાહી ચાલે છે. તેને મુદ્દો બનાવીને તથા બહારના ઉમેદવાર ગણીને આજે પ્રદેશ ઉપપ્રમુખ અને બેઠકના દાવેદાર ગિરીશ પરમાર, પ્રદેશ પ્રવક્તા જયંતિલાલ પરમાર, પ્રદેશ મહામંત્રી ગુણવંત મકવાણા તથા અમદાવાદ શહેર મંત્રી ખેમચંદ સોલંકીએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે. જોકે રાત્રે અર્જુન મોઢવાડીયાએ વાટાધાટો શરૃ કરી છે.
કલોક બેઠક ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કડીના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. તેમનો વિરોધ કરવા આજે કલોલથી કાર્યકરોના ટોળા પ્રદેશ કાર્યાલય આવી પહોંચ્યા હતા. કાર્યલયમાં ભારે સુત્રોચ્ચાર કર્યો હતો.
મધ્ય ગુજરાતમાં ભરતસિંહ સોલંકીએ પોતાના માણસોને ટિકિટ આપી હોવાનો અને દક્ષિણ ગુજરાતમાં તુષાર ચૌધરી પોતાનાઓને જ પસંદ કર્યા હોવાના આક્ષેપો સાથે ઠેર ઠેર દેખાવો અને પુતળાદહન થયા હતા.
૧૮૨ બેઠકો પૈકી હજુ માત્ર ૫૨ બેઠકોના જ નામ જાહેર થયા છે. અને તેમાં આટલા મોટા પ્રમાણમાં વિરોધ જોઈને ભાજપ ગેલમાં આવી ગયો છે. કોંગ્રેસ એક નાની ગમે તેટલી વાતો કરે પરંતુ ઉમેદવારોની પસંદગીમાં મારા તારા થતાં જીત દૂર જતી રહે છે. દીઓદર બેઠક પર ડીસાના ગોવાભાઈ રબારીનું નામ જાહેર થતા તેમને ભારે વિરોધ થયો છે. ૨૦૦૭ની ચૂંટણીમાં તેઓ ડીસા બેઠક પરથી લડયા હતા અને ૧૮ હજારથી વધુ મતોથી પરાજીત થયા હતા. પક્ષ દ્વારા ૧૫ હજારથી વધુ મતથી જેઓ હાર્યા હોય તેમને ટિકિટ નહી આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે ઉપરાંત ગોવાભાઈ ડીસા ખાતે રહે છે કાર્યકરોએ સ્થાનિક ઉમેદવારોની માગણી કરી છે.

કોગ્રેસના આયાતી ઉમેદવારને વધાવી ભાજપે ફટાકડા ફોડયા
જ્યારે બીજી તરફ કોંગ્રેસે ૧૫૬-માંગરોળ બેઠક ઉપર વ્યારાના વતની અને કેન્દ્રીય પરિવહન મંત્રી ડૉ. તુષાર ચૌધરીના ભાઇ તેજસ ચૌધરીના નામની જાહેરાતને ભાજપે વધાવી લીધી હતી. તેમજ ઉમરપાડા, વાંકલ અને તરસાડી નગર ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી આ જાહેરાતનું સ્વાગત કરી જણાવ્યું કે આ બેઠક ઉપર ભાજપ સેમી ફાઇનલ મેચ જીતી ગયું છે. હવે ફાઇનલ મેચ જીતવાની તૈયારીમાં લાગવાનું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved