Last Update : 23-November-2012, Friday

 

PSIને તમાચો મારનાર છાકટાની ભલામણ કરતા IPS

એક્ટિવાના કાગળ કે લાઈસન્સ ન હોવા છતાં લુખ્ખાગીરી કરતા પુત્રને છોડાવવા આવેલા પિતાએ રોફ બતાવ્યો પણ કારી ન ફાવી

અમદાવાદ, ગુરૃવાર
અમદાવાદમાં એક વર્ગ એવો છે કે જે પોતાની 'વગ'ના જોરે કાયદાનું પાલન કરાવતી પોલીસ સાથે ગેરવર્તન કરે છે. આવા જ એક કિસ્સામાં જુહાપુરાના બિલ્ડરના પુત્રએ તેનું એક્ટિવા રોકનાર પી.એસ.આઈ.ને જાહેર રોડ ઉપર લાફો ઝીંકી દીધો હતો. પદાર્થપાઠ ભણાવવા જાવેદ બંગાળી નામના યુવકને પોલીસ સ્ટેશન લવાયો તો બિલ્ડર પિતા આબીદ બંગાળી દોડી આવ્યા હતા. આઈ.પી.એસ. અધિકારીઓના ફોન કરાવી કેસ 'રફેદફે' કરવા દબાણ લવાયું હતું. પણ, દબાણ સામે ન ઝૂકતાં આનંદનગર પોલીસે બિલ્ડર અને તેના પુત્રને કાયદો બતાવી જાવેદની ધરપકડ કરી હતી. મોડીસાંજથી મોડીરાત સુધી હંગામો મચાવનારી ઘટના બાદ નિર્ભેળપણ કામ કરતા પોલીસકર્મીઓને અધિકારીઓ તરફથી હૂંફ મળ્યાનો અહેસાસ થયો હતો.
આનંદનગરના પ્રોબેશનર પી.એસ.આઈ. એ.એ. જાડેજા અને ટીમ બુધવારે સાંજે વેજલપુરની ચામુંડા ફાટક પાસે વાહનચેકીંગ કરી રહી હતી. એક એક્ટિવાચાલકને રોકીને લાઈસન્સ અને વાહનના રજીસ્ટ્રેશન પેપર્સ માગવામાં આવ્યા હતા. અડધા કલાક જેટલો સમય આપવા છતાં પૂરાવા ન મગાવાતાં પોલીસે વાહન ડીટેઈન કરી મેમો આપવાની વાત કરી હતી. મેમો સ્વિકારવાની અને વાહનની ચાવી આપવાની જાવેદે ના પાડતાં પોલીસે ફરજમાં રૃકાવટનો ગૂનો દાખલ કરવો પડશે તેવી વાત કરી હતી. આ વાતથી સરખેજના ફતેવાડીમાં રહેતો જાવેદ આબીદભાઈ બંગાળી(ઉ.વ. ૩૧) ઉશ્કેરાયો હતો. અન્ય વાહનચાલકોની હાજરીમાં એલફેલ બોલાવા લાગતાં પોલીસ સાથે ઉશ્કેરાટ સર્જાયો હતો. જાવેદ પી.એસ.આઈ.ને એક લાફો મારી દઈ ઝપાઝપી કરવા લાગ્યો હતો. પોલીસની ટીમ જાવેદ ઉપર કબજો મેળવી પોલીસ સ્ટેશન લાવી હતી.
જાવેદ સામે પોલીસની ફરજમાં રૃકાવટ અંગે ગૂનો નોંધવાની કાર્યવાહી ચાલતી હતી ત્યાં તેના પિતા, બિલ્ડર આબીદભાઈ બંગાળી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોતે ઓળખતા હતાં તેવા અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર રહી ચૂકેલા અને હાલમાં ગાંધીનગરમાં કાર્યરત ડી.જી. કક્ષાના અધિકારી સહીત પાંચ-છ આઈ.પી.એસ.ને એક પછી એક ફોન કર્યા હતા. પોલીસે મારા પુત્રને વિનાકારણ માર માર્યો છે અને કેસ દાખલ કરે છે તેવી રજૂઆત કરી હતી. આઈ.પી.એસ. અધિકારીઓએ પી.આઈ. જે.એચ. જલુ પાસે સત્ય તથ્યો જાણી એફ.આઈ.આર. થઈ ગઈ હોવાથી કાર્યવાહી પૂર્ણ કરવા કહ્યું હતું.
ભલામણના પગલે બિલ્ડરના પુત્રને વહેલા કોર્ટમાં મોકલી આપવા ખાતરી અપાઈ હતી. એવામાં બિલ્ડરે તેના વકીલને ફોન કરીને પોલીસ વિરૃધ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવવી છે તેવી વાત કરતાં પી.આઈ.એ કાયદાની અને પોલીસની હાંસી ઉડાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પી.આઈ.એ. બિલ્ડર અને તેના વકીલને ઓફીસ છોડી જવા કહ્યું હતું. શારીરિક તકલીફની ફરિયાદ કરનાર જાવેદને મોડીરાતે હોસ્પિટલે લઈ જવાયો હતો. ત્યાં પણ ટોળાં એકત્ર થતાં પોલીસે સારવાર હેઠળ રહેલા આરોપી ઉપર પહેરો મુકી અન્ય લોકોને બહાર કાઢયા હતા. અંતે, આજે બપોરે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસ અધિકારીને જાહેરમાં લાફો મારનાર આરોપી માટે અનેક ભલામણો, દબાણો છતાં આનંદનગર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી બિલ્ડર અને તેના પુત્રને કાયદો બતાવ્યો હતો. ઝોન-૧ ડીસીપી નિરજ બડગૂજરે કહ્યું કે- કાયદાનો ભંગ કરવા ઉપરાંત પોલીસ સાથે ગેરવર્તન કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. કામગીરીમાં ભૂલ કે ગેરવર્તન કરનાર પોલીસ સામે જેમ કાર્યવાહી કરાય છે તેમ જ પ્રજાજનો સામે પણ કોઈ શેહશરમ વગર કાયદાકીય પગલાં ભરાશે જ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved