Last Update : 23-November-2012, Friday

 

છૂટક ૧ કિલોના રૃા ૧૪૦ના ટોચના ભાવ
સીંગતેલમાં બેકાબુ તેજી ઃ ઓલ ટાઈમ હાઈ ઃ ડબાના રૃા ૨૧૨૫ના ભાવ

બે દિવસમાં ડબે રૃા ૯૦નો ઉછાળો ઃ કપાસિયા તેલનો ડબો પણ રૃા ૧૧૬૦થી ૧૧૭૦ના નવા ઊંચા ભાવે પહોંચ્યો

રાજકોટ, ગુરૃવાર
દિવાળી પછી કાચામાલની આવકોમાં ખાસ વધારો ન થતાં સિંગતેલમાં તેજી ફાટી નીકળી છે. આજે રાજકોટ સિંગતેલમાં ડબ્બે વધુ રૃા ૩૦ બે દિવસમાં જ રૃા ૯૦નો કમરતોડ ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ ટેકસપેઈડ નવાટીન રૃા ૨૧૨૫ની રેકર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયું છે. કપાસિયા તેલનો ડબ્બો પ ણ રૃા ૧૧૬૦થી ૧૧૭૦ની ટોચના ભાવે પહોંચી ગયો છે.
ગત તા. ૨૫ એપ્રિલ ૨૦૧૨નાં રોજ રાજકોટમાં સીંગતેલનો ડબ્બો રૃા ૨૧૦૦ની સપાટી કુદાવી રૃા ૨૧૦૫ થી ૨૧૧૦ની ટોચની સપાટીએ પહોંચી ગયો હતો. છૂટક ૧ કિલોનાં રૃા ૧૩૯ બોલાઈ ગયા હતાં ખાદ્યતેલોના ભાવને કાબુમાં લેવા સરકારે દરોડા પાડતા ભાવ વધતા અટકી ગયા હતાં. બાદ મગફળીની નવી સીઝનમાં આવકો મર્યાદિત રહેતા ફરી ખાદ્યતેલોમાં બેકાબુ તેજી ફાટી નીકળી છે. સિંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ નવી ટોચે પહોંચવા છતાં સ રકાર તરફથી કોઈ પગલા ન લેવાતા તેલમિલરોને મોકળુ મેદાન મળી ગયું છે. એક તરફ મગફળીમાં ઓછો પાક છે ત્યારે ગરીબવર્ગને સસ્તુ સીંગતેલ મળે તેવા પ્રયાસો કરવાનાં બદલે અમુક તેલમિલરો સિન્ડીકેટ રચી રોજ બરોજ છાપાછાપી કરી નવા ઉંચા ભાવ કરી રહ્યાં છે. આજે રાજકોટમાં સીંગતેલ લુઝ ૧૦ કિલોમાં રૃા ૧૨૭૫ થી ૧૩૦૦ના ભાવે ૭થી ૮ ટેન્કરના કામ થયા હતાં.
ચાલુ વરસે સૌરાષ્ટ્રમાં ચોમાસુ નબળુ રહેતા મગફળી કપાસનાં ઉત્પાદન પર માઠી અસર પડી છે. ગત વર્ષે મગફળીનો પાક ૧૬ લાખ ટન થયો હતો તેની સામે ચાલુ વરસે ૮ લાખ ટન આસપાસ થતાં સીઝનના દિવસોમાં પણ કાચામાલની તંગી વર્તાઈ રહી છે. ગત એપ્રિલ મહિનાના સીંગતેલનાં ભાવ ટોચે પહોંચ્યા ત્યારે અંતમાં મગફળીનાં ખાંડીદીઠ રૃા ૨૨૦૦૦નાં ભાવ હતાં તેની સામે આજે રૃા ૨૪૦૦૦ છે. જયારે સીંગદાણાના ભાવ રૃા ૭૩૦૦૦ હતાં તેની સામે૭૮૦૦૦ના ભાવ રહ્યાં છે.
સીંગદાણામાં નિકાસી માંગ નથી પરંતુ સૌરાષ્ટ્રનાં સીંગદાણાના કેટલાક નિકાસકારોએ રૃા ૬૨૦૦૦થી ૭૪૦૦૦ના નીચા ભાવે ફોરવર્ડ સોદા કર્યા હોય વેચાણ કપાવવા માટે ભાવને ઉચા ભાવે ટકાવી રાખ્યા છે. સીંગદાણાની તા.૩૦મી સુધીમાં ડિલીવરી કરવાની છે. પરંતુ ઉચા ભાવના કારણે અને માલ મળતો ન હોવાથી આ સોદામાં સેટલમેન્ટ કરવાની હિલચાલ ચાલી રહી છે. જો સેટલમેન્ટ થઈ જશે તો ભાવ નહી વધે અને બેઠક પડી ભાંગશે તો હજુ સીંગદાણામાં કિલોએ એકાદ રૃપિયો વધે તેવી શકયતા છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમા દેવ દિવાળી આસપાસ લાખથી સવાલાખ ગુણીની આવકો થતી હોય છે. પરંતુ આ વરસે માંડ ૫૦થી ૬૦ હજાર ગુણીની આવકો રહી છે. રાજસ્થાનમાં મગફળીનો પાક સારો છે. અત્યાર સુધી એક ગુજરાત જ લેવાલ હતું પરંતુ હવે ઉતરપ્રદેશ અને હરિયાણાની ખરીદી પણ રાજસ્થાન તરફ વળતાં ત્યાં પણ ભાવ ઉચકાઈ જતાં પડતર રહી નથી. મગફળીનું ઉત્પાદન ઓછું છે ત્યાર ે સરકારે આયાતીતેલોનો મોટો જથ્થો બજારમાં મૂકવો જોઈએ તેવી તીવ્ર માંગ ઉઠી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved