Last Update : 23-November-2012, Friday

 

સોહરાબ કેસના ૯ આરોપી અધિકારીઓ સહિત
ઝેડ કક્ષાની સુરક્ષા સાથે વણઝારા પાંડિયનને મુંબઈ લઈ જવાયા

આરોપીઓના સ્વજનોની આંખો ભીની થઈ ઃ અભય ચુડાસમા અને નરેન્દ્ર અમીન માંદગીનું કારણ રજૂ કરી મુંબઈ ન ગયા

અમદાવાદ, ગુરુવાર
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સામેલ વણઝારા, પાંડિયન સહિતના નવ આરોપીઓને આજે બાય રોડ મુંબઈ લઈ જવાયા હતા. આ કેસ મુંબઈ ટ્રાન્સફર થતા આવતીકાલે તેઓને મુંબઈની કોર્ટમાં હાજર કરવા સમન્સ હતા. જો કે, નડીયાદ જેલમાં રહેલા અભય ચુડાસમા અને વડોદરા જેલમાં રહેલા નરેન્દ્ર અમીને માંદગીનું કારણ આગળ ધરી મુંબઈ ગયા ન હોવાનુ સુત્રો કહે છે.
સાબરમતી જેલથી મુંબઈ આર્થર રોડ જેલ સુધીની ૫૬૦ કિલોમીટરની લાંબી મુસાફરી હોવાથી ડીસીપી સહિત ૫૨ પોલીસ કર્મચારીઓનો સજજડ સુરક્ષા બંદોબસ્ત ફાળવાયો હતો. ડી.જી.વણઝારા અને રાજકુમાર પાંડીયનને ઝેડ કક્ષાના સુરક્ષાઘેરા સાથે અલગ પોલીસવાહનમાં લઈ જવાયા હતા. વહેલી સવારે સાડા દસ વાગ્યે સાબરમતી જેલ સંકુલ છોડતી વેળાંએ ડી.જી.વણઝારા અને ડીવાયએસપી એમ.એલ.પરમારના સ્વજનોની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ હતી. તમામ અધિકારીઓ પોતાના ગાદલાં, બીસ્તરા અને વોટરજગ સાથે લઈ ગયા હતા.
સપ્ટેમ્બર મહિનામાં સોહરાબ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. આદેશને પગલે મુંબઈ કોર્ટે જેલમાં રહેલા તમામ અગિયાર આરોપી અધિકારીઓને નવ નવેમ્બરે હાજર થવા ફરમાન કર્યું હતુ. સુરક્ષાના કારણસર તે વખતે આરોપીઓને મુંબઈ લઈ જવાયા ન હતા. આ ઘટનાના બે દિવસ પછી પુનઃ મુબંઈની કોર્ટે જેલ ઓથોરીટીને આરોપી અધિકારીઓના બીજી વખત સમન્સ પાઠવી આવતીકાલે ૨૩ નવેમ્બરે કોર્ટમાં હાજર થવા ફરમાન કરતા આજે ડી.જી.વણઝારા, એચ.એન.ડાભી, રાજકુમાર પાંડીયન, દિનેશ એમ.એન, બાલકૃષ્ણ ચૌબે, અબ્દુલ રહેમાન, એમ.એલ.પરમાર, હિમાંશુસિંઘ અને શ્યામસિંઘને ચુસ્ત બંદોબસ્ત સાથે સવારે સાડા દસ વાગ્યે મુંબઈ લઈ જવાયા હતા.
ડીસીપી સહિત એસીપી, ચાર પોલીસ ઈન્સ્પેકટર, છ પીએસઆઈ, ચેતક કમાન્ડો અને પોલીસ જવાનો સહિત કુલ ૫૨ પોલીસ કર્મચારીઓના સુરક્ષાઘેરા સાથે છ થી સાત પોલીસવાહનોમાં અધિકારીઓને લઈ જવાયા હતા. નવ અધિકારીઓ પૈકી ડી.જી.વણઝારા અને રાજકુમાર પાંડીયનને ક્રાઈમબ્રાંચના પી.આઈ અને પીએસઆઈ સાથેના ઝેડ કક્ષાના સુરક્ષાઘેરા સાથે અલગ પોલીસવાનમાં લઈ જવાયા હતા.
જેલ સુપ્રિટેન્ડન્ટ આર.જે.પારગીએ જણાવ્યું હતુ કે, 'ડી.જી.વણઝારાને પહેલેથી ઝેડ કક્ષાની સુરક્ષા અપાઈ હોવાથી તેમને અલગ પોલીસ જાપ્તામાં જુદા વાહનમાં લઈ જવાયા હતા. '
વહેલી સવારથી જ ડી.જી.વણઝારા અને એમ.એલ.પરમાર અને રાજકુમાર પાંડીયનના સ્વજનો સાબરમતી જેલ સંકુલમાં આવી ગયા હતા. સવારે સાડા દસ વાગ્યે આરોપીઓને એક પછી એક જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓના સ્વજનો તેમને મળ્યા હતા. આરોપીઓને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા તે પહેલા તેઓના ગાદલા સહિતનો સરસામાન જેલ સેવકો દ્વારા પોલીસવાહનોમાં ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી મુંબઈ વચ્ચેના તમામ શહેરના પોલીસવડાઓને તકેદારીના ભાગરૃપે એલર્ટ કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યું હતુ. સુરત નજીક વાવ ખાતે આવેલા એસઆરપી હેડકવાર્ટરમાં તમામ આરોપી અધિકારીઓને જમાડવામાં આવ્યા હતા.

૫ વર્ષ-૭ માસ બાદ સરદાર યાર્ડ ખાલી થયું
* ગુજરાત પોલીસે વર્ષ ૨૦૦૭માં તત્કાલીન ડીઆઈજી ડી.જી.વણઝારા સહિત ત્રણ અધિકારીઓની સોહરાબ કેસમાં ધરપકડ કરી હતી. આ પછી તબક્કાવાર અન્ય અધિકારીઓની ધરપકડ સીબીઆઈએ કરી હતી. ગત સપ્ટેમ્બર મહિનામાં આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. જેને પગલે આજે સાબરમતી જેલમાં રહેલા આરોપી અધિકારીઓને મુંબઈ લઈ જવાતા પાંચ વર્ષ અને સાત માસ બાદ સાબરમતી જેલની સરદાર યાર્ડ આજે ખાલી થઈ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved