Last Update : 23-November-2012, Friday

 

મોદી મણિનગરથી ચુંટણી લડશે :8ને પડતા મુકાયા

સૌરભ પટેલ સૌરાષ્ટ્રમાંથી નહીં લડે ઃ કાળુ વિરાણીને ઘરકંકાસ નડયો, ઉપદંડક ઉષાબહેન પટેલ કપાયાઃ આઈ.કે. જાડેજાને ટિકિટ ન મળી

અમદાવાદ, ગુરૃવાર
ભારતીય જનતા પાર્ટીએ આજે રાત્રે પ્રથમ તબક્કાની ૮૭ બેઠકોની ચૂંટણી પૈકી ૮૩ બેઠકો માટે નામો જાહેર કર્યા છે. જ્યારે ગોંડલ, ધોરાજી, કેશોદ અને ગારીયાધાર બેઠક પરના ઉમેદવારોની જાહેરાત બાકી છે. પ્રથમ યાદીમાં સિટીંગ ધારાસભ્યોને યથાવત રાખવાની નીતિ જોવા મળી છે. સાવરકુંડલાના ધારાસભ્ય કાળુભાઈ વિરાણીને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે, ઉપદંડક અને પારડીના ધારાસભ્ય શ્રીમતી ઉષાબહેન પટેલને ફરી તક મળી નથી. ઉર્જામંત્રી સૌરભ પટેલનું નામ બોટાદ બેઠક પર નથી મુકાયું. મુખ્યમંત્રીનું નામ મણીનગર બેઠક ઉપર જાહેર કરાયું છે. આજે જાહેર થયેલી ૮૪ની યાદીમાં ૪૧ જેટલા સીટિંગ ધારાસભ્યો છે જ્યારે પ્રથમ યાદીમાં જ ૧૧ મહિલાઓનો સમાવેશ કરાયો છે.
ભાજપમાં વ્યાપક બદલાવ અંગે ચાલતી ધારણાઓને મુખ્યમંત્રીએ ખોટી સાબિત કરી છે. સીટીંગ ધારાસભ્યો યથાવત રહ્યા છે. કેશુભાઈ પટેલે જાહેરમાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો ટિકિટ માટે સલામત થઈ ગયા છે.ગારિયાધાર બેઠક પર કનુભાઈ કલસરિયા અથવા તેમના ઉમેદવાર આવે તેમ છે. જેથી આ બેઠક પર નામ બાકી રખાયું છે. ગોંડલ બેઠક પરથી પરિવર્તન પાર્ટીના ગોરધન ઝડફીયા ઉમેદવારી કરવાના છે. આ બેઠક પર ઝડફીયાના ભત્રીજાને લડાવવા વિચારણા ચાલે છે.જે ચાર બેઠક પર નામો બાકી છે તે ચારે બેઠકો લેઉઆ પટેલના પ્રભુત્વવાળી બેઠકો છે. પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાનો તેમના સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થયો નથી. સૌરભ પટેલ વડોદરા લડવા જવાના હોવાની ચર્ચા ચાલતી હતી તેને આજની આ યાદી બળ પુરૃં પાડે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પૂનમ માડમને આજે જ ભાજપમાં પ્રવેશ મળ્યો છે અને તેમને ખંભાળિયાની બેઠક માટે પસંદ કરવામાં આવ્યા છે.

૮૩ ઉમેદવારોની યાદીમાં ભાજપે આઠને પડતા મૂક્યા
અમદાવાદ, ગુરૃવાર
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારોમાં સીટીંગોને યથાવત્ રાખવાની નીતિ અપનાવ્યા પછી પણ પાંચ સભ્યોની ટિકિટ કપાઈ છે. વલસાડના સિનિયર સભ્ય દોલતભાઈ દેસાઈ, ઉપદંડક પારડી બેઠકના ઉષાબેનપટેલ, કામરેજ બેઠકના સભ્ય ભારતીબેન રાઠોડ, સાવરકુંડલાના કાળુભાઈ વિરાણી, લાઠીના સભ્ય હનુભાઈ ધોરાજીયા, ભગવાનજીભાઇ કરગઠીયા, મેઘજીભાઇ કરજાણીયા, શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ મળી નથી. રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીનો તળાજા બેઠકની ટિકિટ માટે આગ્રહ હતો પરંતુ તળાજા બેઠક પર સીટીંગ સભ્ય ભાવનાબહેન મકવાણા હોવાથી તેમને ભાવનગર ગ્રામ્યની બેઠક પર જવું પડયું છે.પરંતુ ભાવનાબેહનને તળાજાના બદલે મહુવા બેઠકની ટિકિટ મળી છે અને તળાજા બેઠક પર ભારતીબેન શિયાળને ટિકિટ મળી છે.

પ્રથમ તબક્કાની ભાજપની બેઠકો

બેઠક નં.

નામ

ઉમેદવાર

૫૩

મણિનગર

નરેન્દ્રભાઈ મોદી (બીજો તબક્કો)

૩૯

વીરમગામ

પ્રાગજીભાઈ નારણભાઈ પટેલ

૪૦

સાણંદ

કમાભાઈ રાઠોડ

પ૮

ધોળકા

ભૂપેન્દ્રસિંહ મનુભા ચૂડાસમા

પ૯

ધંધુકા

લાલજીભાઈ મેર

૬૦

દસાડા(અ.જા.)

પૂનમભાઈ કાળાભાઈ મકવાણા

૬૧

લીંબડી

કિરીટસિંહ જીતુભા રાણા

૬ર

વઢવાણ

વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી

૬૩

ચોટીલા

શામજીભાઈ ચૌહાણ

૬૪

ધ્રાંગધ્રા

જયંતીભાઈ રામજીભાઈ કવાડિયા

૬પ

મોરબી

કાંતિભાઈ શિવલાલ અમૃતિયા

૬૬

ટંકારા

મોહનભાઈ કલ્યાણજી કુંડારિયા

૬૭

વાંકાનેર

જીતુભાઈ સોમાણી

૬૮

રાજકોટ પૂર્વ

કશ્યપભાઈ ચિમનભાઈ શુક્લ

૬૯

રાજકોટ પશ્ચિમ

વજુભાઈ વાળા

૭૦

રાજકોટ દક્ષિણ

ગોવિંદભાઈ ઉકાભાઈ પટેલ

૭૧

રાજકોટ ગ્રામ્ય(અ.જા.)

ભાનુબેન મનહરબેન બાબરિયા

૭ર

જસદણ

ભરતભાઈ બોઘરા

૭૪

જેતપુર

જસુમતીબેન સવજીભાઈ કોરાટ

૭૬

કાલાવડ(અ.જા.)

મેઘજીભાઈ અમરાભાઈ ચાવડા

૭૭

જામનગર ગ્રામ્ય

આર.સી. ફળદુ

૭૮

જામનગર ઉત્તર

મુળુભાઈ હરદાસ બેરા

૭૯

જામનગર દક્ષિણ

વસુબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી

૮૦

જામજોધપુર

ચિમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયા

૮૧

ખંભાળિયા

પૂનમબેન માડમ

૮ર

દ્વારકા

પબુભા વિરમભાઈ માણેક

૮૩

પોરબંદર

બાબુભાઈ ભીમાભાઈ બોખીરિયા

૮૪

કુતિયાણા

કરસનભાઈ દુલાભાઈ ઓડેદરા

૮પ

માણાવદર

રતીભાઈ ગોરધનભાઈ સુરેજા

૮૬

જૂનાગઢ

મહેન્દ્રકુમાર લીલાધર મશરૃ

૮૭

વિસાવદર

કનુભાઈ ભાલાળા

૮૯

માંગરોળ

રાજેશભાઈ નારણભાઈ ચૂડાસમા

૯૦

સોમનાથ

રાજશીભાઈ વિરાભાઈ જોટવા

૯૧

તાલાળા

ગોવિંદભાઈ વરજાંગભાઈ પરમાર

૯ર

કોડિનાર(અ.જા.)

જે.ડી. સોલંકી

૯૩

ઉના

કે.સી. રાઠોડ

૯૪

ધારી

મનસુખભાઈ પાંચાભાઈ ભૂવા

૯પ

અમરેલી

દિલીપ સંઘાણી

૯૬

લાઠી

વાલજીભાઈ ખોખરિયા

૯૭

સાવરકુંડલા

વલ્લભભાઈ વી. વઘાસિયા

૯૮

રાજુલા

હિરાભાઈ સોલંકી

૯૯

મહુવા

ભાવનાબેન રાઘવભાઈ મકવાણા

૧૦૦

તળાજા

ડૉ. ભારતીબેન ધીરૃભાઈ શિયાળા

૧૦ર

પાલિતાણા

મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ સરવૈયા

૧૦૩

ભાવનગર ગ્રામ્ય

પુરૃષોત્તમ સોલંકી

૧૦૪

ભાવનગર પૂર્વ

વિભાવરીબેન વિજયભાઈ દવે

૧૦પ

ભાવનગર પશ્ચિમ

જીતુભાઈ વાઘાણી

૧૦૬

ગઢડા(અ.જા.)

આત્મારામ પરમાર

૧૦૭

બોટાદ

ટી.ડી. માનિયા

૧૪૮

નાંદોડ(અ.જ.જા.)

શબ્દશરણભાઈ ભાઈલાલભાઈ તડવી

૧૪૯

ડેડિયાપાડા(અ.જ.જા.)

મોતીભાઈ પુનિયાભાઈ વસાવા

૧પ૦

જંબુસર

છત્રસિંહ પૂંજાભાઈ મોરી

૧પ૧

વાગરા

અરૃણસિંહ એ. રાણા

૧પર

ઝઘડિયા(અ.જ.જા.)

નરેન્દ્રભાઈ જી. વસાવા

૧પ૩

ભરૃચ

દુષ્યંતભાઈ રજનીકાંત પટેલ

૧પ૪

અંકલેશ્વર

ઈશ્વરભાઈ ઠાકોરભાઈ પટેલ

૧પપ

ઓલપાડ

મુકેશભાઈ પટેલ

૧પ૬

માંગરોળ(અ.જ.જા.)

ગણપતભાઈ વસ્તાભાઈ વસાવા

૧પ૭

માંડવી(અ.જ.જા.)

હેમલતાબેન મહેશભાઈ વસાવા

૧પ૮

કામરેજ

પ્રફુલભાઈ પાનસેરિયા

૧પ૯

સુરત પૂર્વ

રણજીતભાઈ મંગુભાઈ ગીલીટવાલા

૧૬૦

સુરત ઉત્તર

અજયભાઈ જસવંતલાલ ચોક્સી

૧૬૧

વરાછા રોડ

કુમારભાઈ કાનાણી

૧૬ર

કારંજ

જનકભાઈ મનજીભાઈ પટેલ (બગદાણાવાળા)

૧૬૩

લિંબાયત

સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલ

૧૬૪

ઉધના

નરોત્તમભાઈ ત્રિકમભાઈ પટેલ

૧૬પ

મજુરા

હર્ષ રમેશભાઈ સંઘવી

૧૬૬

કતારગામ

નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી

૧૬૭

સુરત પશ્ચિમ

કિશોરચંદ્ર રતિલાલ વાકાવાળા

૧૬૮

ચોર્યાસી

રાજાભાઈ પ્રભુભાઈ પટેલ

૧૬૯

બારડોલી(અ.જા.)

ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર

૧૭૦

મહુવા(અ.જ.જા.)

મોહનભાઈ ધનજીભાઈ ઢોલિયા

૧૭૧

વ્યારા(અ.જ.જા.)

પ્રતાપભાઈ બાબુભાઈ ગામીત

૧૭ર

નિઝર(અ.જ.જા.)

કાંતિભાઈ રમેશભાઈ ગામીત

૧૭૩

ડાંગ(અ.જ.જા.)

વિજયભાઈ રમેશભાઈ પટેલ

૧૭૪

જલાલપોર

આર.સી. પટેલ

૧૭પ

નવસારી

પીયુષભાઈ દિનકરભાઈ દેસાઈ

૧૭૬

ગણદેવી(અ.જ.જા.)

મંગુભાઈ છગનભાઈ પટેલ

૧૭૭

વાંસદા(અ.જ.જા.)

નરેશભાઈ મગનભાઈ પટેલ

૧૭૮

ધરમપુર(અ.જ.જા.)

સુમીત્રાબેન બી. ચૌધરી

૧૭૯

વલસાડ

ભરતભાઈ કે. પટેલ

૧૮૦

પારડી

કનુભાઈ દેસાઈ

૧૮૧

કપરાડા(અ.જ.જા.)

પ્રકાશભાઈ શંકરભાઈ પટેલ

૧૮ર

ઉમરગામ(અ.જ.જા.)

રમણભાઈ નાનુભાઈ પાટકર

કુલ

૮૪ 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved