Last Update : 23-November-2012, Friday

 

બજાર સાથે સંકળાયેલ તમામ વર્ગની FCRA બિલ પર મંડાયેલી નજર

આ ધારામાં સુધારાથી FMC એક્સચેન્જ સામે પગલા ભરી શકશે

નવી દિલ્હી, ગુરૃવાર
દેશભરના શેરબજાર કે કોમોડિટી માર્કેટના બ્રોકર હોય કે ઇન્વેસ્ટર કે પછી બજારના ખેલાડી હોય બજાર સાથે સંકળાયેલા તમામ વર્ગની આજથી શરુ થયેલા શિયાળુ સંસદની સત્ર પર રહેશે. કારણ કે આ સત્રમાં બજાર માટે મહત્ત્વનો એવા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન ધારામાં (એફસીઆરએ) સુધારા કરતો ખરડો પસાર થવાનો છે.
આજથી શરુ થયેલા સંસદના શિયાળુ સત્રમાં એફસીઆરએમાં સુધારા કરતો ખરડો 'ટોપ પ્રાયોરિટી' રહેશે. આ ખરડામાં કોમોડિટી વાયદા બજાર નિયમન સંસ્થા વાયદા બજાર પંચ એટલે કે ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ને વધુ સ્વાયત્તતા આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત આ ખરડો મંજૂર થવાથી બેંકો, મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓને કોમોડિટી વાયદામાં સામેલ થવાની મંજૂરી અપાશે તેમજ નિયમનકાર ફી અને પેનલ્ટીની મારફત ભંડોળ ઉભું કરી શકશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૦૬થી આ બિલ પેન્ડિંગ છે. એફસીઆરએ બિલને તાજેતરમાં કેબિનેટે મંજૂરી આપી હતી. આ બિલથી વાયદા બજારને વધુ સત્તા મળશે અને તેથી વાયદા બજારમાં વધુ ગહનતા આવશે. બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ જો આ ખરડાને મંજૂરી મળશે તો તેનાથી વોલ્યુમ અને પ્રાઇસ ડિસ્કવરીને વેગ મળશે.
આ ખરડામાં સુધારો થતાં એફએમસીનું પુનર્ગઠન કરવામાં સરળતા રહેશે અને વધુ મજબૂત બનશે એટલે કે વધુ સ્વાયતત્તાની જોગવાઈ છે એટલે કે નવા ધારાથી તે એક્સચેન્જ સામે પગલા ભરી શકશે તેમજ તેની માન્યતા રદ કરવાની સત્તા પણ ધરાવતી હશે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ આ બિલનો વિરોધ થવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે. તેથી હાલ તો બજાર સાથે સંકળાયેલ તમામ વર્ગની નજર એફસીઆરએ બિલ પર મંડાયેલી છે.

સંસદનું શિયાળુ સત્ર આર્થિક સુધારાઓનું ભાવિ નક્કી કરશે
દરમિયાન આજથી શરુ થયેલા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં ઘોષિત કરાયેલા આર્થિક સુધારાઓમાં અમલ થશે કે કેમ તેનો ક્યાસ કાઢશે અને ભાવિ સુધારાની પ્રક્રિયાની દિશા નક્કી કરશે એમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.
મલ્ટિબ્રાન્ડ રિટેલમાં એફડીઆઇની ચર્ચામાત્રથી આટલા જલ્દી દેખાવો થઈ રહ્યા છે તો તેના પ્રસ્તાવથી સંસદની કાર્યવાહી ખોરવાઈ શકે છે. આવામાં અંગેની ચર્ચાને ઝડપથી પૂર્ણ કરી દેવાશે તો જ બીજા સુધારાઓ પસાર થાય તેવી આશા બંધાશે સંસદના ગત ચોમાસુ સત્રમાં આમેય સરકાર અને વિપક્ષો વચ્ચે ભ્રષ્ટાચારના મુદ્દે સમાધાન નહીં થતા આખું સત્ર ધોવાઈ ગયું હતું હવે આખેઆખા શિયાળુ સત્રના પણ આવા હાલહવાલ થઈ શકે છે. એકંદરે સંસદના શિયાળુ સત્રમાં સુધારાઓનો અમલ થશે કે કેમ તે બાબતનો ક્યાસ કાઢવા માટે અત્યંત ચાવીરૃપ પુરવાર થઈ શકે છે.
સપ્ટેમ્બર સુધીમાં ઘોષિત કરાયેલા અમુક સુધારાઓ ચાલુ સત્રમાં મંજૂરી માટે આવી શકે છે જેમાં વીમા તથા પેન્શન ક્ષેત્રમાં ઉંચી વિદેશ રોકાણ ટોચમર્યાદા, કંપની ખરડા ૨૦૧૧નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય પડતર ખરડાઓમાં જમીન સંપાદન પુનર્વસન અને પુનઃસ્થાપન ખરડા, પ્રત્યક્ષ કર સંહિતા ખરડા, વાયદા સુદારા ખરડા અને સ્પર્ધા ધારાનો સમાવેશ થાય છે. જેથી બેંક અને વીમા સિવાયના તમામ ક્ષેત્રોને ભારતીય સ્પર્ધા પંચના અધિકારક્ષેત્ર હેઠળ લાવી શકાય.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કસબને જાહેરમાં ફાંસી આપવી જોઇતી હતી ઃ શહીદ ઓંબળેના ભાઇ
દસને સુમારે ત્રાટકેલા દસ દાનવોએ અંધાધૂંધ ગોળીબાર કરી દાટ વાળ્યો

કસબની ધરપકડ કરી તેના કરતા તેને ફાંસીથી વધુ ખુશી થઈ ઃ બાવધનકર

એક પાકિસ્તાની ગુંડો માત્ર રૃા. લાખ-દોઢ લાખ માટે આતંકવાદી બન્યો
૨૬/૧૧થી ૨૧/૧૧ઃ મુંબઈ પર આતંકવાદી હુમલાના ચાર વર્ષનો ઘટનાક્રમ
પર્થમાં આપણને સ્પિનરો માટેની પીચ ઓસ્ટ્રેલિયા આપે ખરૃં ?

પાનેસરને ઈંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવનમાં ના પણ સમાવે

સેહવાગની ૧૦૦મી ટેસ્ટ મેચ યાદગાર બને તેવી આશા રાખું છું
વડોદરામાં રાજયની પ્રથમ મહિલા જેલ શરૃ થઇ
સીંગતેલમાં ભડકો ઃ એક જ દિવસમાં ડબ્બે રૃા. ૬૦નો ઉછાળો

કસાબની મોતનો જશ્ન મનાવતા પોરબંદરની 'કુબેર' બોટના માલિક

કસાબના મોતનો બદલો વાળતું પાકઃ ૪૮ માછીમારોના અપહરણ
વાહનોમાં હાઇસિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફરજિયાત
સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે નિફ્ટીએ ૫૬૦૦ સપાટી કુદાવી ઃ રીયાલ્ટી, બેંક શેરોમાં આકર્ષણ
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા ઃ યુરો સામે ડોલર ઉંચકાયો
 
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved