Last Update : 23-November-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૧૧-૨૦૧૨, શુક્રવાર
કારતક સુદ દસમ
ધોળકા, અ.પુ.સ્વા. મંદિરનો પાટોત્સવ
ધરતીકંપ! વરસાદ-પાવન ફૂંકાય?

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૪૭ મિ., (સૂ) ૭ ક. ૪૪ મિ., (મું) ૭ ક. ૪૦ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાભાદ્રપદ રાત્રે ૩ ક. ૩૨ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-વૃષભ શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કંભ, પ્લુટો-ધન ચંદ્ર-મીન
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન ઋતુ રા.દિ. ૪૧/૨
માસ, તિથિ, વાર ઃ કારતક સુદ દશમને શુક્રવાર
- અમૃતસિદ્ધિયોગ રાત્રે ૩ ક. ૩૨ મિ.થી
- વિષ્ટી રાત્રે ૨૧ ક. ૨૯ મિ.થી
- બુધ ઉદયપૂર્વમાં બજારોમાં વધઘટ?
- અ.પુ.સ્વા. (ધોળકા) મંદિરનો પાટોત્સવ
- અનાજના ભાવ વધે? રૃપાં ૧૦થી ૧૨ જેટલી તેજી? ભાવ વધે?
- કોઈ સ્થળે હવામાન પલટાય? ઠંડી પડે, વરસાદ થાય?
- કોઈ સ્થળે ધરતીકંપ થાય? હાનિ, નુકસાન થાય? કલહ જણાય?
- ચોર, અગ્નિ, રોગનો ભય!
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ, માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર, માસનો ૮ રોજ દએપદઆદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોની, હવામાનની ફેરફારમાં આપે આપના રોજીંદા કામમાં ધ્યાન રાખવું પડે. વધારાનો ખર્ચ થાય.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પત્ની-સંતાનથી ખર્ચ થાય. સરકારી નોકરીમાં કામગીરી વધે.

 

મિથુન ઃ બજારોની-હવામાનની ફેરફારમાં આપના નોકરી ધંધામાં કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં તબિયત સાચવવી.

 

કર્ક ઃ આપના અંગત કામ અંગે બહાર કે બહારગામ જવાનું આકસ્મિક કોઈને મળવાનું આયોજન ગોઠવાય આનંદ રહે.

 

સિંહ ઃ નુકસાન-વિવાદ થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. તમે ઉશ્કેરાટ, ગુસ્સો કરો તો તમને નુકસાન થાય, કામ વિલંબમાં પડે.

 

કન્યા ઃ આંતરિક મનોવ્યથા, ચિંતા છતાં તમારા નોકરી ધંધાના કામમાં આનંદ અનુભવો. ધંધાકીય સંબંધ લાભદાયી રહે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામમાં, બજારોની-હવામાનની ફેરફારી અસર કરે. આપના શરીરના સાંધામાં દર્દપીડા જણાય.

 

વૃશ્ચિક ઃ પુત્ર પૌત્રાદિકથી સાનુકુળતા રહે. તમે તેમના કામમાં મદદરૃપ થઈ શકો. નોકરી-ધંધાના કામમાં આવક થાય.

 

ધન ઃ હૃદય-મનને શાંતિ જણાય નહીં. મકાન, વાહન, જમીન, ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટના કામકાજમાં ચિંતા રૃકાવટ રહે.

 

મકર ઃ આકસ્મિક વધારાનું કોઈ કામ આવી જાય. ખર્ચ થાય. પરંતુ યશ-સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. કૌટુંબિક કામ ઉકેલાય.

 

મીન ઃ વિચારોની દ્વિધા, માનસિક પરિતાપ, વ્યગ્રતા, ઉચાટ તમારા સાસારિક કૌટુંબિક કે નોકરી ધંધાના પ્રશ્ને અનુભવો.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩-૧૧-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ આરોગ્યની બાબતમાં તેમજ નાણાંકીય વ્યવહારમાં સંભાળવાનું રહે. તમારી મનુષ્ય સર્જીત ભૂલના કારણે આરોગ્ય તેમજ ધનની હાનિ થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. નાણાંની લેવડદેવડના વ્યાહારમાં, જામીનગીરીમાં તમે મુશ્કેલ વિવાદમાં અટવાઈ પડો. વિશેષમાં - * વર્ષારંભે નોકરી ધંધાના કામકાજમાં રૃકાવટ, મુશ્કેલી રહે, મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. વર્ષનો ઉત્તરાર્ધ વધારે તકલીફનો રહે. * દેવું થઈ ગયું હોય, કૌટુંબિક સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન હોય તેમને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પ્રતિકુળતાઓ વધવાના કારણે શાંતિ રાહત જણાય નહીં. * સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફ, ગુપ્ત દર્દ વ્યાધિમાં દર્દની ઉપેક્ષા વધુ પીડાકારક, ઘાતક બનતી જાય. પતિના આરોગ્ય કે સ્વભાવના કારણે ચિંતા રહે. * વિદ્યાર્થી વર્ગને ભણવામાં મિત્રવર્ગના કારણે તેમજ આરોગ્યની અસ્વસ્થતતાના લીધે તકલીફ પીછેહઠ જણાય.

 

સુપ્રભાતમ્

- જે રાજા કંઈ વિશેષ જ્ઞાાન ધરાવતો ન હોય, ક્રોધી હોય, બીજાથી દોરવાતો હોય અને પાછો એકલપેટો હોય, તેને પ્રતિષ્ઠિત માણસો પણ ત્યજી દે છે તો પછી બીજા સામાન્ય માણસો કેમ ન ત્યજે ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન રાતના બે વાગે બાઇક ઉપર જઇ રહ્યો હતો. એને અટકાવીને પોલિસ લલ્લુએ પૂછ્યું, ''એય, કોણ છે?''
''એક ભારતીય છું, બોલો શું હતું?'' છગન બોલ્યો.
''અચ્છા, ભારતીય ઈન્ડીઅન છો?'' પોલિસ લલ્લુએ પૂછ્યું, ''તો ઈન્ડીયાનું રાષ્ટ્રગીત બોલો તો!''
''નથી આવડતું,'' છગને કહ્યું.
''તો તો બરોબર,'' લલ્લુ પોલિસ બોલ્યો, ''સાચા ઈન્ડીઅન, મને પણ નથી આવડતું!''

[Top]
 

આજ ની રેસીપી

તહેવારોમાં અતિથિનો સત્કાર કરો અવનવી વાનગીઓથી

દિવાળીના રમકડા

 


દિવાળીમાં બનાવેલા નાસ્તો-ચોરાફળી, ફાફડા, મઠિયા, સેવ, ચેવડો, ગાંઠિયા વગેરે કડક વસ્તુઓ થોડી થોડી લેવી, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટૂકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો ગરમ મસાલો, બે ચમચા કાજુના ટુકડા, બે ચમચી ધોળી દ્રાક્ષ, એક ચમચો અખરોટના ટુકડા, બે ચમચા ખાંડ, બે લીંબુ, એક ચમચો લાલ મરચું, એક ચમચો કાચી વરિયાળી, એક ચમચો શેકેલા તલ, ૫૦૦ ગ્રામ મેંદો, મીઠું તેલ.

 


રીત ઃ બધા ફરસાણનો મિક્સીમાં ભૂકો કરવો. તેમાં ખાંડ, લીંબુ, ગરમ મસાલો, સૂકોમેવો, મરચું, વરિયાળી, તલ બઘું નાખી હલાવી સરસ પૂરણ તૈયાર કરવું. કોરું લાગે તો તેલ થોડું નાખવું. મેંદાને ચાળી તેમાં મીઠું તથા મુઠ્ઠી પડતું મોણ તથા લીંબુ નાખી કણક બાંધવી. થોડીવાર પછી એકદમ મસળી તેના નાના નાના લૂવા પાડવા. પછી તેની પુરીઓ વાળી તેમાં તૈયાર કરેલ પૂરણ ભરી તેના ધુઘરા, કચોરી, ઘડિયાળ (ચાર આંકડામાં ઇલાયચીના દાણા તથા કાંટાની જગ્યાએ લવંિગ) દાડમ, બેડા, સફરજન વગેરે ઘણી જાતના રમકડા બને છે. તે બનાવવા જાત-સૂઝથી ડેકોરેશન કરી તળી લેવો. દરેક ઉપર બ્રશથી જુદા-જુદા કલર કરી શકાય છે. આ રમકડા કોરો મસાલો હોવાથી લાંબો સમય સારા રહી શકે છે.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved